Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

પરિણીતાએ વિધર્મી પતિ-સાસરિયાઓ વિરુધ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંઘાવી

સવેરા ગુજરાત,સુરત, તા.૨૭
સુરત શહેરના લિંબાયત પોલીસ સ્ટેશનમાં એક જ દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આ સમગ્ર મામલે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે. પરિણીતાનો આક્ષેપ હતો કે, પોતે હિન્દુ હોવાના કારણે મુસ્લિમ પરિવારના સભ્યોએ તેનું ધર્માંતરણ કરાવ્યું હતું અને નમાજ પઢવા માટે અને કુરાન વાંચવા દબાણ કરતા હતા. આ ઉપરાંત પતિની ગેરહાજરીમાં બે જેઠ દ્વારા શારીરિક સંબંધ પણ બાંધવામાં આવ્યો હતો.પરિણીતા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે, તેમાં જણાવવામાં આવ્યું છે કે, આરોપી વાજીદ ઉર્ફે ચીયા ઐયુબ મલિકે ફરિયાદીને લલચાવી ફોસલાવી તેની સાથે અવારનવાર શારીરિક સંબંધો બાંધ્યા હતા અને ત્યારબાદ આરોપીએ ફરિયાદી સાથે લગ્ન કર્યા હતા. લગ્નબાદ આરોપી સંયુક્ત પરિવારમાં રહેતો હતો અને સાસરીયા દ્વારા પરિણીતાને લગ્નના બે મહિના બાદ ત્રાસ આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું. જાે કે લગ્નના બે માસ સુધી તેને સારી રીતે રાખવામાં આવી હતી અને પરિણીતા હિન્દુ હોવાના કારણે તે મંદિરમાં જવાનું કહેતી હતી, પરંતુ સાસરિયાઓ મુસ્લિમ હોવાથી તેને મંદિરે જવા માટેની મનાઈ કરતા હતા.આ સમગ્ર મામલે સાસરીયાઓ પરિણીતાને મુસ્લિમ ધર્મ અપનાવવા માટે દબાણ કરી ધર્મપરિવર્તન કરાવવા માટે લઈ ગયા હતા અને જ્યાં પરિણીતાનું ધર્મપરિવર્તન કરાવ્યા બાદ તેનું નામ બદલવામાં આવ્યું હતું અને મુસ્લિમ નામ ઝોયા રાખવામાં આવ્યું હતું. સાસરીયાઓ પણ પરિણીતાને આ મુસ્લિમ નામથી જ બોલાવતા હતા. આ ઉપરાંત મુસ્લિમ પરિવાર દ્વારા આ હિન્દુ પરિણીતાને નમાજ પઢવા અને કુરાન વાંચવા માટે પણ દબાણ કરવામાં આવતું હતું આ ઉપરાંત માનસિક ત્રાસ પણ આપવામાં આવતો હતો. તો બીજી તરફ, આ પરિણીતાને તેના સાસરિયાઓ દ્વારા ઘરકામ બાબતે નાની-નાની વાતોમાં પણ ત્રાસ આપવામાં આવતો હતો. પરિણીતાએ તેના પરિવારના સભ્યોની મરજી વિરુદ્ધ જઈને લગ્ન કર્યા હોવાના કારણે તે પોતાના પરિવારના સભ્યોને કંઈ કહી શકતી નહોતી. કારણ કે પરિણીતાના ભાઈ-બહેન તેની સાથે બોલતા ન હતા. તો બીજી તરફ, પરિણીતાને તેની બંને જેઠાણીઓ પણ ત્રાસ આપતી હતી અને આ બાબતે પતિને વાત કરતી હતી. તો પતિ પણ પરિવારના સભ્યોની તરફેણ કરતો અને પરિણીતાને કહેતો કે, જાે આ બાબતે કોઈને કહીશ તો હું તને તારા ઘરે મોકલી દઈશ. ત્યારબાદ પતિએ પરિણીતાને ઢીકા-મુક્કાનો માર પણ માર્યો હતો અને આ મારામારીથી કંટાળીને પરિણીતા મધ્યપ્રદેશમાં રહેતા તેના ભાઈના ઘરે ચાલી ગઈ હતી અને ત્યારબાદ થોડા સમય પછી પતિ પરણીતાને લેવા માટે ગયો હતો.ત્યારબાદ ફરી પરિણીતા તેના પતિના ઘરે આવી ગઈ હતી અને ફરીથી સાસરીયાઓ દ્વારા કરીને ત્રાસ આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું. પતિ, સાસુ, સસરા, જેઠ જાવેદ આરીફ, જેઠાણી શબાના અને મુસ્કાન પરિણીતાને ત્રાસ આપતા હતા. પરિણીતાનો પતિ જેલમાં હતો, ત્યારે જેઠ જાવેદ અને આરીફ બંને પરિણીતાની એકલતાનો લાભ લઇ ઘરમાં જ પરિણીતાને ધાક-ધમકી આપી તેની શારીરિક છેડતી કરતા હતા અને અલગ અલગ સમયે ફરિયાદી મહિલાની મરજી વિરુદ્ધ તેની સાથે સંબંધ બાંધી તેનું શારીરિક શોષણ પણ કરતા હતા. ત્યારબાદ જાવેદની બે પત્ની અને સાસુ-સસરા પરિણીતાને કહેતા હતા કે અમારામાં આ બધું થાય જ છે.પરિણીતાના જેઠ જાવેદ અને આરીફે લગભગ એક વર્ષ સુધી પરિણીતાને ધાક-ધમકી આપી ઘરના ઉપરના રૂમમાં લઈ જઈ અલગ અલગ સમયે તેમની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યો હતો અને પરિણીતાનો પતિ ૧૫ મહિના બાદ જેલમાંથી છૂટ્યો અને ઘરે આવ્યો ત્યારબાદ પરિણીતાએ આ વાત તેના પતિને કરી હતી. પરંતુ પતિએ પોતાની પત્નીની વાત માની નહોતી. પતિ જેલમાંથી છૂટીને આવ્યાના ૧૫ દિવસમાં જ આ પરિણીતા પ્રેગ્નેન્ટ થઈ ગઈ હતી અને પરિણીતાએ આ વાત પોતાના પતિને કહી ત્યારે પતિએ કહ્યું કે, ‘બચ્ચા મેરા નહિ હૈ, તું બચ્ચા ગીરા દે અને અબોર્સન કરા દે’. ત્યારબાદ ફરી સાસરીયાઓએ પરિણીતાને શારીરિક માનસિક ત્રાસ આપતા હતા અને અંતે સાસરિયાઓના ત્રાસથી કંટાળી પરિણીતા ૧૫ એપ્રિલ ૨૦૨૩ના દિવસે માતા-પિતાના ઘરે ચાલી ગઈ હતી અને સમગ્ર મામલો માતા-પિતાને કહેતા લિંબાયત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.આ બાબતે પોલીસે પતિ વાજીદ ઉર્ફેચીયા મલેક, સસરા અયુબ મલેક, સાસુ ફરીદા મલેક, જેઠ જાવેદ મલેક, જેઠ આરીફ મલેક, જેઠાણી સબાના મલેક અને જેઠાણી મુસ્કાન મલેક સામે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

Related posts

દાંતા ખાતે બંધારણ દિવસ નિમિત્તે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા મતદાન જાગૃતિ માટે રેલી યોજાઈ

saveragujarat

સાબરમતી રિવરફ્રન્ટ, અમદાવાદ ખાતે ‘ખાદી ફેસ્ટિવલ ૨૦૨૩’નું ઉદ્‌ઘાટન થયું

saveragujarat

જીવનમાં કામ સિવાય ઘણું બધું છેઃ બિલ ગેટ્‌સ

saveragujarat

Leave a Comment