Savera Gujarat
Other

ગુજરાતમાં અષાઢી મેંઘ મહેરથી ૨૦૬ ડેમોમાં ૫૧ ટકા નવા નીર ભરાયાં

સવેરા ગુજરાત, અમદાવાદ તા. ૧૬
નવસારી, ડાંગ, વલસાડ, સૌરાષ્ટ્ર-ગુજરાતમાં છેલ્લા ૧૫ દિવસથી વરસી રહેલા સાવર્ત્રિક વરસાદને કારણે જળાશયોમાં પાણીની ધીંગી આવક થઇ છે અને તેને પગલે રાજ્યનાં ૨૦૬ ડેમો અર્ધા કરતા પણ વધુ ભરાઈ ગયા છે જેને કારણે જળસંકટ હળવું બની ગયું છે. છેલ્લા પાંચ વર્ષમાં જળાશયોમાં સૌથી વધુ જળસંગ્રહ થયો છે. રાજ્ય સરકારના સત્તાવાર આંકડા પ્રમાણે ૨૦૨૦માં જળાશયોમાં ૭૨૧૬.૮ મીલીયન ક્યુબીક મીટર પાણીનો સંગ્રહ થયો હતો. ૨૦૨૧માં આ આંકડો ૫૬૭૪.૬ મીલીયન ક્યુબીક મીટર હતો. આ વખતે ૮૧૫૭.૪ મીલીયન ક્યુબીક મીટર જળજથ્થો ડેમોમાં ઉપલબ્ધ થયો છે. નર્મદા ડેમમાં ઉપલબ્ધ પાણીનો આમાં સમાવેશ કરવામાં આવ્યો નથી.
નર્મદા ડેમની સપાટી હાલ ૧૧૮.૫૩ મીટરે છે ૧૧ જુલાઈએ લેવલ ૧૧૫.૫૨ મીટર હતું તેની સરખામણીએ ૩ મીટરનો વધારો થયો છે. ડેમમાં સરેરાશ ૫૮૦૬૩ ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. નર્મદા ડેમ સિવાયના ૨૦૬ જળાશયોમાં છેલ્લા ચાર દિવસમાં જ ૧૮૦૬ મીલીયન ક્યુબીક મીટર પાણી ઠલવાયું છે. ૨૦૬માંથી ૩૬ જળાશયોમાં ૯૦ ટકાથી વધુ જળસંગ્રહ થઇ ગયો છે જ્યારે ૧૭ ડેમોમાં ૮૦ થી ૯૦ ટકાની વચ્ચે જળસંગ્રહ છે. તમામ ૨૦૬ જળાશયોને ધ્યાને લેેવામાં આવે તો કુલ જળસંગ્રહ ૫૧.૬૧ ટકા થવા જાય છે. નર્મદામાં જળસંગ્રહ ૪૯.૭૭ ટકા છે. ૨૦૬માંથી ૨૫ ડેમો સંપૂર્ણ છલકાઈ ગયા છે અને ઓવરફલો થઇ ગયા છે. ૮ ડેમોમાં ૯૯ ટકા પાણી આવી ગયું છે. મહત્વની વાત એ છે કે, કચ્છના ૨૦માંથી ૧૩ ડેમો ઓવરફલો થઇ ગયા છે, પોરબંદરના ૩, નવસારી અને રાજકોટના ૨-૨ અને નર્મદા, દેવભૂમિકા દ્વારકા, જામનગર, છોટા ઉદેપુર તથા તાપી જિલ્લાના ૧-૧ ડેમ ઓવરફલો થયા છે. સૌરાષ્ટ્રનાં ડેમો પર નજર કરવામાં આવે તો ૨૫૩૭.૧ મીલીયન ક્યુબીક મીટરની ક્ષમતા છે જેમાંથી ૧૩૩૪.૪ મીલીયન ક્યુબીક પાણીનો સંગ્રહ થઇ ગયો છે. અર્થાત અર્ધા કરતાં વધુ જળસંગ્રહ થઇ ચૂક્યો છે.

Related posts

રાજકારણમાંથી સંન્યાસ લેવાનાં સંકેત આપતાં નેતા સોનિયા ગાંધી

saveragujarat

કોંગ્રેસ આ વખતની ચૂંટણીમાં ડબલ ડિઝીટમાં સીટો મેળવે તો પણ ઘણું : સંબિત પાત્રા

saveragujarat

મહારાષ્ટ્રના અનેક જિલ્લામાં મેઘમલ્હાર ઃ ભારે વરસાદનું એલર્ટ

saveragujarat

Leave a Comment