Savera Gujarat
Other

હવે ગમે તે ઘડીએ IPS અધિકારીઓની બદલીના ઓર્ડર નીકળશે

રાજકોટ, તા.2
રાજ્યમાં આઇપીએસની બદલીને લઈ ઘણા સમયથી ઓર્ડર અટકેલ છે, દિવાળી બાદ રાજ્યના તમામ આઇપીએસ અધિકારીઓને તેમની હાલની જગ્યાએથી બદલી અન્ય જગ્યાએ જવાબદારી સોંપાશે તેવી ચર્ચા હતી અને સરકારની તૈયારી પણ હતી. પરંતુ પહેલા વાયબ્રન્ટ ગુજરાત સમીટ અને ત્યારબાદ કોરોનાની ત્રીજી લહેરે બદલીઓ અટકી હતી. જોકે હવે કોરોના પણ હળવો પડી ગયો છે ત્યારે હવે ગમે તે ઘડીએ આઇપીએસ અધિકારીઓની બદલીના ઓર્ડર નીકળશે. સૂત્રો જણાવી રહ્યા છે કે, લિસ્ટ તૈયાર છે, ફક્ત જાહેરાત કરવાની જ વાર છે.

ગુજરાતમાં લગભગ 70 આઇપીએસની બદલીઓ થવા પર છે. પોલીસ અધિકારીઓમાં પણ ઘણા સમયથી આ બદલીઓને લઈ રાહ જોઈ રહ્યા છે. પોલીસ બેડામાં પણ ભારે ઉત્સુકતા છે કે તેમના ક્ષેત્રમાં ક્યાં નવા અધિકારી આવશે? પોલીસ મથકો અને કચેરીઓમાં આ અંગે ચર્ચાઓ તેજ બની છે ત્યારે રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ જેઓ 1991 બેચના આઈપીએસ અધિકારી છે, તેઓને ગાંધીનગરમાં જવાબદારી સોંપાઈ તેવી શક્યતા છે.

તો બીજીતરફ સંભવિત ગાંધીનગરના આઇપીએસ અધિકારી રાજુ ભાર્ગવ રાજકોટ પોપીસ કમિશનર તરીકે મુકાય શકે છે. તેમની સાથે સુરત રેન્જ આઇજી રાજકુમાર પાંડિયનના નામની પણ ચર્ચા છે. આઇપીએસ બદલીઓની છેલ્લા ઘણા સમયથી રાહ જોવાઇ રહી છે. જોકે ટ્રાન્સફર અટકી પડી હતી પરંતુ હવે આઇપીએસ બદલીઓની જરૂર જણાય રહી છે કેમકે ગુજરાતમાં આ વર્ષે જ ચૂંટણી યોજાનાર છે, જેથી ચૂંટણી પૂર્વે ઉચ્ચ અધિકારીઓની પોસ્ટિંગ મહત્વની બની રહે છે તે માટે સરકાર પણ હવે વિલંબ વગર બદલીઓના આદેશ આપી દેવાના મૂડમાં છે. નોંધનીય બાબત છે કે, દિવાળી બાદ બદલી થવાની હતી પરંતુ વાઇબ્રન્ટની તૈયારી અને ત્યાર બાદ કોરોનાની ત્રીજી લહેરના કારણે બદલીઓ અટકી પડી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ 70 જેટલા આઇપીએસ અધિકારીઓની બદલીનું લિસ્ટ તૈયાર છે. જેમાં ગૃહ વિભાગથી લઈ મહાનગરોમાં પોલીસ કમિશનર, જિલ્લા એસપી, રેન્જ આઇજી, ડીસીપી સહિતના અધિકારીઓની બદલીના હુકમનો સમાવેશ થયા છે. એ પણ શક્યતા છે કે, બે તબક્કામાં બદલીના ઓર્ડર નીકળી શકે છે.

Related posts

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વિઝન અનુસાર રાજ્યમાં મોડેલ એસ.ટી. બસસ્ટોપની સંખ્યા વધારવામાં આવશે.: હર્ષ સંઘવી

saveragujarat

અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડીડીઆરસી સેન્ટરનું કેન્દ્ર સરકાર દ્વારા આદર્શ ડીડીઆરસી (ડિસ્ટ્રિક્ટ ડિસેબિલિટી રીહેબિલેશન) સેન્ટર તરીકે નવીનીકરણ

saveragujarat

કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી એકાએક સૌરાષ્ટ્રમાં : આજે ખોડલધામ ચેરમેન નરેશ પટેલ સાથે કરશે મુલાકાત, મા ખોડલના આશીર્વાદ મેળવશે

saveragujarat

Leave a Comment