Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારતરાજકીય

અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડીડીઆરસી સેન્ટરનું કેન્દ્ર સરકાર દ્વારા આદર્શ ડીડીઆરસી (ડિસ્ટ્રિક્ટ ડિસેબિલિટી રીહેબિલેશન) સેન્ટર તરીકે નવીનીકરણ

સવેરા ગુજરાત, અમદાવાદ તા. 18
કેન્દ્ર સરકાર દ્વારા દેશભરમાં કાર્યરત ડીડીઆરસી કેન્દ્રોની કામગીરીના મૂલ્યાંકનના આધારે ૯ ડીડીઆરસી કેન્દ્રોનું આદર્શ ડીડીઆરસી તરીકે નવીનીકરણ (અપગ્રેડેશન)કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.
જેમાં ગુજરાતમાથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કાર્યરત ડીડીઆરસી કેન્દ્રની પસંદગી કરવામાં આવી છે.
કેન્દ્રીય સામાજીક ન્યાય અને અધિકારિતા મંત્રી ડૉ. વિરેન્દ્ર કુમાર ની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં જોડાયેલ એક બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો.
અમદાવાદ સિવિલ હોસ્પિટલ થી સાંસદ  હસમુખભાઈ પટેલ, સિવિલ સુપ્રિટેન્ડેન્ટ  ડો રાકેશ, જોશી,ADMS ડૉ. રજનીશ પટેલ અને DDRC ના ઇન્ચાર્જ  હેમંત પટેલ આ બેઠકમાં સહભાગી બન્યાં હતાં.

અત્રે ઉલ્લેખનીય છે કે, સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે વર્ષ 2001 થી જિલ્લા દિવ્યાંગ પુનર્વસન કેન્દ્ર કાર્યરત છે.ડીડીઆરસી અમદાવાદ કેન્દ્ર દ્વારા છેલ્લા દોઢ વર્ષમાં જુદી જુદી વિકલાંગતા ધરાવતા લગભગ ૫૧૧૦ દિવ્યાંગોને જુદી જુદી સેવાઓ આપવામાં આવી જેવી કે સાધન સહાય ( ટ્રાયસિકલ, વ્હીલચેર, કાનના મશીન, વોકર વગેરે), યુડીઆઇડી રજીસ્ટ્રેશન તથા અન્ય પુનર્વસનની સેવાઓ નો લાભ આપવામાં આવ્યો જેનો અંદાજિત આશરે દસ લાખ ખર્ચ ભારત સરકારની ગ્રાન્ટ દ્વારા કરવામાં આવ્યો

Related posts

પરીક્ષા પૂરી થવાની 30 મિનિટ પહેલા ધોરણ-10 નું હિન્દીનું પેપર વાયરલ

saveragujarat

હિંમતનગર ખાતે સાબરકાંઠા જિલ્લા સંકલન અને ફરીયાદ સમિતિની બેઠક યોજાઈ.

saveragujarat

અમદાવાદ ખાતે એનસીસી ડાયરેક્ટોરેટ ગુજરાતના વર્ષ 22-23 ના વિશિષ્ઠ કેડેટ્સને સન્માનિત કરવામાં આવ્યા

saveragujarat

Leave a Comment