Savera Gujarat
Other

ખેતી બેન્કના લોન બાકીદારોને જબરી રાહત: 25 ટકા લોન ભરી 75 ટકા માફ થશે

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ અખબારી યાદીમાં જણાવે છે કે આજે ગુજરાતના ખેડૂતોને મોટી રાહત ગુજરાત સરકારે આપી છે ખેતી બેન્કના જૂના દેવાદારોને ગુજરાત સરકારે સૌથી મોટી રાહત આપી છે. ખેતી બેન્કમાં જે ખેડૂતોએ લોન લીઘી હતી તેવા ખેડૂત ભાઇઓને મોટી રાહતની જાહેરાત પ્રદેશ પ્રમુખશ્રી સી.આર.પાટીલ સાહેબે કરતા જણાવ્યું કે, જે ખેડૂતભાઇઓએ ખેતી બેન્કમાંથી લોન લીધી હતી તેવા આશરે 50 હજારથી વધુ ખેડૂત ગ્રાહકોને મુદ્દલ રકમ અને વ્યાજની રકમ એમ કુલ મળી જે રકમ થતી હતી આ માટે આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ તેમજ રાજયના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલને રજૂઆત કરી હતી.

જેના કારણે જેમને જેટલી રકમ બાકી હોય તેમની રકમના 25 ટકા ભરી સંપુર્ણ દેવા માફીની યોજના જે મંજૂર થઇ છે જેનાથી ગુજરાતના 50 હજાર ખેડૂતોને આશરે 150 કરોડનો સીધો લાભ મળશે. આ માટે શ્રી પાટીલ સાહેબે આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ તેમજ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલનો આભાર માન્યો હતો. આ અંગેનો સરકારી ઓર્ડર શ્રી પાટીલ સાહેબે ખેડૂત મિત્રો વતી ખેતી બેન્કના ચેરમેનશ્રી ડોલરભાઇ કોટેચાને સહકારીતા સેલના સંયોજકશ્રી બીપીનભાઇ પટેલની ઉપસ્થિતિમાં આપ્યો હતો. શ્રી પાટીલ સાહેબે અંતમાં જણાવ્યું કે કેન્દ્ર સરકાર અને રાજય સરકાર હરહેમેશ ખેડૂતોના હિતમાં કામ કરતી રહી છે અને આગામી સમયમાં પણ કરશે.

Related posts

કોરોનાથી સાજા થવાના ૩ મહિના બાદ રસીનો ડોઝ આપવામાં આવશે

saveragujarat

એમડી ડ્રગ્સ પર અમદાવાદ પોલીસની સર્જીકલ સ્ટ્રાઇક

saveragujarat

ડીસાનાં બાઈવાડા ગામમાં જમીનની તકરારમા બે લોકોની હત્યા , જ્યારે કે, ત્રણ લોકોને ગંભીર ઈજાઓ પહોચી છે.

saveragujarat

Leave a Comment