Savera Gujarat
Other

ગુજરાતમાં સાયબર છેતરપીંડીના ગુનામાં એક જ વર્ષમાં 67 ટકાનો ધરખમ વધારો

ભારતમાં ડીજીટલ નાણાં વ્યવહારોમાં વૃદ્ધિ સાથે સાયબર ગુનાખોરીમાં પણ વધારો થઈ રહ્યો છે અને સંખ્યાબંધ લોકો શિકાર બનવા સાથે નાણા ગુમાવી રહ્યા છે. ગુજરાતમાં 2020-21ના વર્ષમાં સાયબર છેતરપીંડીનાં કેસોમાં 67 ટકાનો ધરખમ વધારો થયો હોવાનો રીપોર્ટ જારી થયો છે. ગુજરાતની બેંકોમાં ગત નાણાવર્ષમાં સાયબર ફ્રોડના 4671 કેસ નોંધાયા હતા તે આગલા વર્ષે 2803 હતા. 2016-17ના વર્ષમાં તે માત્ર 55 હતા.

લોકસભામાં કેન્દ્રીય નાણાંપ્રધાન દ્વારા લેખિત જવાબમાં આ આંકડાકીય માહિતી આપવામાં આવી હતી. ગુજરાતને લાગેવળગે છે ત્યાં સુધી સાયબર છેતરપીંડીના 4671 કેસોમાં લોકોએ 13.36 કરોડ ગુમાવ્યા હતા. આગલા વર્ષે 2803 કેસોમાં 6.69 કરોડની રકમ ગુમાવી હતી. બેંકીંગ ક્ષેત્રમાં સાયબર છેતરપીંડી મુખ્યત્વે એટીએમમાં અથવા ડેબીટ-ક્રેડીટ કાર્ડ અથવા ઈન્ટરનેટ બેંકીંગ મારફત થાય છે. બેંકો દ્વારા કાર્ડ (ઈન્ટરનેટ શ્રેણીમાં આ છેતરપીંડીની નોંધ કરવામાં આવે છે.

સ્ટેટ લેવલ બેંકર્સ કમીટીના કન્વીનર એમ.એમ.બંસલે જણાવ્યું હતું કે નોટબંધી બાદ ડીજીટલ વ્યવહારો વધવા લાગ્યા હતા અને લોકડાઉન દરમ્યાન અનેકગણો વધારો થયો હતો. ડીજીટલ વ્યવહારોની સુરક્ષા વિના જ વ્યવહારો કરનારા લોકો શિકાર બને છે. છેતરપીંડી રોકવા માટે બેંકો દ્વારા ડીજીટલ પ્લેટફોર્મ વધુને વધુ સુદ્દઢ બનાવવામાં આવી રહ્યા છતાં ફ્રોડ રોકાતા નથી. ભારતમાં સૌથી વધુ સાયબર ફ્રોડમાં ગુજરાતનો ટોપ-ફાઈવ રાજયોમાં સમાવેશ થાય છે.

મહારાષ્ટ્રમાં સૌથી વધુ 26522 કેસ નોંધાયા હતા અને લોકોએ 67 કરોડ ગુમાવ્યા હતા. દિલ્હીમાં 7774 કેસ, તામિલનાડુમાં 5659 કેસ, હરિયાણામાં 5605 કેસ નોંધાયા હતા. રસપ્રદ બાબત એ છે કે સૌથી વધુ સાયબર ફ્રોડ ધરાવતા ટોપ-ફાઈવ રાજયોમાં એકમાત્ર ગુજરાતમાં સાયબર છેતરપીંડીના કેસો વધ્યા છે જયારે અન્ય ચારમાં કેસો ઓછા થયા છે.

Related posts

જોશ એપ દ્વારા અમદાવાદના આંગણે સૌના ટેલેન્ટને ઉજાગર કરે તેવી ક્રિએટર્સ મીટઅપ યોજવામા આવી હતી.

saveragujarat

નીટ-પી.જી.ના 6000 એડમીશન રદ કરાયા

saveragujarat

પોલીસની મંજૂરી વિના જાહેરમાં માઈક કે ડીજેનો ઉપયોગ કર્યો તો જેલમાં જવાની તૈયારી રાખજાે

saveragujarat

Leave a Comment