Savera Gujarat
Other

ગાંધીનગરમાં આગામી 20 ડિસેમ્બરે યોજાશે પત્રકારો નું સ્નેહમિલન

કોરોનાથી મોત ને ભેટેલ ગુજરાત નાં 54 પત્રકારો ને સહાય માટે સરકાર ને કરાશે રજૂઆત : પત્રકાર કલ્યાણ નિધી ની થશે ઘોષણા

અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ નાં નેજા હેઠળ આયોજિત સ્નેહમિલન સમારોહ માં દેશનાં 20 રાજ્યોના પત્રકાર અગ્રણીઓ ઉપસ્થિત રહેશે

“પત્રકાર સુરક્ષા કાનૂન” માટે દેશવ્યાપી અભિયાન શરૂ કરવા બેઠકમાં કરાશે મંથન

ગાંધીનગર ચક્રવાત તા.૭: પત્રકારો ને વિશેષ સુરક્ષા કવચ સ્વરૂપે “પત્રકાર સુરક્ષા કાનૂન” મળે તે હેતુથી દેશભરમાં અભિયાન ચલાવી ટૂંક સમયમાં દેશનાં સૌથી મોટા પત્રકાર સંગઠન તરીકે ઓળખ ઊભી કરનાર પત્રકાર સંઘ “અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ” નાં તત્વવધાનમાં આગામી 20 ડિસેમ્બર,2021 નાં રોજ ગાંધીનગર નાં સર્કીટ હાઉસ ખાતે ગુજરાત નાં પત્રકાર મિત્રોનું એક સ્નેહમિલન યોજાઈ રહ્યુ છે જેમાં મોટી સંખ્યામાં ગુજરાત ભરનાં પત્રકારો તેમજ સામાજિક- રાજકીય ક્ષેત્રના મહાનુભવો હાજરી આપશે. આ પત્રકાર સ્નેહમિલન કાર્યક્રમ માં કોરોના કાળમાં મોત ને ભેટેલ ગુજરાત નાં 54 પત્રકારો ને કોરોના વોરિયર ગણી શ્રદ્ધાંજલી અર્પિત કરવામાં આવશે તેમજ આ પત્રકારો ને કોરોના વોરિયર નું મરણોત્તર સન્માન આપી તેમનાં પરિજનો ને સરકાર શ્રી યોગ્ય સહાય ચૂકવે તે માટે સંમેલન બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ને રૂબરૂ મળી રજૂઆત કરવામાં આવશે. સ્નેહમિલન નો ઉદ્દેશ્ય કોરોના કાળ બાદ આર્થિક અને માનસિક મુશ્કેલી નો સામનો કરી રહેલા પત્રકારો માં પરસ્પર સહયોગ સાથે પારિવારીક ભાવના સહ સંવાદ સ્થાપિત કરવાનો છે. અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ દ્વારા આ સ્નેહમિલન સમારોહ માં પત્રકારો માટે “પત્રકાર કલ્યાણ નિધી” ની જાહેરાત કરવામાં આવશે જેની મદદ થી પત્રકારો ને મુશ્કેલ સમયમાં તેમજ કાયદાકિય આંટીઘૂંટીમાં મદદરૂપ બની શકાશે. ગુજરાત નાં આ પત્રકાર સ્નેહમિલન સમારોહ માં દેશનાં વિવિઘ રાજ્યોમાં પત્રકારો માટે લડત ચલાવી રહેલ વિવિઘ પત્રકાર સંઘો તેમજ અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ નાં રાષ્ટ્રિય પદાધિકારીઓ ખાસ ઉપસ્થિત રહેશે. ગુજરાત નાં સામાજિક અને રાજકીય ક્ષેત્રના કેટલાક મહાનુભાવોને પણ આ પત્રકાર સ્નેહમિલનમાં વિશેષ અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે. પત્રકારો નું કાયદાકિય માર્ગદર્શન કરવા માટે ગુજરાત હાઇકોર્ટ નાં સીનીયર ધારા શાસ્ત્રીઓ પણ આ પત્રકાર સ્નેહમિલન સમારોહ માં હાજરી આપશે. આ પત્રકાર સ્નેહમિલન કાર્યક્રમ માં ગુજરાત સહિત દેશભરમાં “પત્રકાર સુરક્ષા કાનૂન” બનાવવા માટે દેશવ્યાપી અભિયાન ની રૂપરેખા તૈયાર કરી તે દિશામાં મંથન કરવામાં આવશે. ગાંધીનગર માં આયોજિત આ પત્રકાર મેળાવડા ને સફળ બનાવવા અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ નાં રાષ્ટ્રિય અધ્યક્ષ જિજ્ઞેશ કાલાવડિયાની રાહબરી હેઠળ સમગ્ર ગુજરાત ABPSS ની ટીમ હાલ જહેમત ઉઠાવી રહેલ છે. કાર્યક્રમ ની વિશેષ વિગતો માટે અજયસિંહ પરમાર (કોષાધ્યક્ષ : ABPSS) નો મોબાઈલ 9624023493 પર સંપર્ક સાધવા માટે એક અખબારી યાદીમાં જણાવાયુ છે.

Related posts

દીકરીની ફી ભરવાની ચિંતામાં મજબૂર પિતાએ આપઘાત કર્યો

saveragujarat

મોડાસા સી.જી.બુટાલા સર્વોદય હાઈસ્કૂલ ઉચ્ચ પ્રાથમિક વિભાગ દ્વારા માતૃ-પિતૃ વંદના કાર્યક્રમ યોજાયો

saveragujarat

મોદીએ અમિત શાહ સાથે મણિપુરમાં હિંસા સહિતના મુદ્દા પર ચર્ચા કરી

saveragujarat

Leave a Comment