Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

૩૦ જૂન સુધી દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

સવેરા ગુજરાત,અમદાવાદ, તા.૨૭
ગુજરાતમાં ચોમાસાનું વિધિવત આગમન થઈ ચૂક્યું છે. રાજ્યમાં મંગળવારે પણ વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જાેવા મળ્યું હતું. રાજ્યના ૧૫૪ તાલુકાઓમાં સાવર્ત્રિક વરસાદ જાેવા મળી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગની આગાહી છે કે, ગુજરાતમાં આગામી ૩૦ જૂન સુધી ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. કેટલાંક વિસ્તારોમાં છૂટોછવાયો તો કેટલાંક વિસ્તારોમાં જાેરદાર વરસાદ પડી શકે છે.દેશના ઉત્તરના ભાગમાં સતત વરસાદ પડવાનો સિલસિલો યથાવત છે. મોનસૂનની દસ્તક બાદ દિલ્હી, યુપી, બિહાર સહિત અનેક રાજ્યોમાં વાતાવરણ બદલાયું છે. આકાશમાં વાદળો જાેવા મળી રહ્યાં છે. ત્યારે ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગે વરસાદને લઈને મોટી આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી ૩૦ જૂન સુધી ગુજરાત સહિત કેટલાંક રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. હવામાન વિભાગે ગુજરાત, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, આસામ, મેઘાલયમાં વરસાદનું અલર્ટ પણ જાહેર કર્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ, દક્ષિણ અને પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં વધારે વરસાદ પડી શકે છે. સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી જિલ્લાના તમામ તાલુકાઓ અને ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે. આ સિવાય દાહોદ, ગોધરા, પંચમહાલ, છોટાઉદેપુરમાં પણ સારા વરસાદની આશા છે. તો મધ્ય ગુજરાતમાં વડોદરા, ખેડા, આણંદમાં ભારે વરસાદની વકી છે. મહત્વનું છે કે, ગુજરાતના ૧૫૪ તાલુકાઓમાં સાવર્ત્રિક વરસાદ નોંધાયો છે.હવામાન વિભાગે આગામી ૩૦ જૂન સુધી ગોવા, ગુજરાત અને મધ્ય પ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. એક અધિકારીના જણાવ્યા મુજબ, મુંબઈ અને મહારાષ્ટ્ર સહિત તટીય વિસ્તારોમાં અતિભારે વરસાદ થવાની શક્યતા છે. આગામી ૪૮ કલાકમાં ભારે વરસાદ પડી શકે છે. હિમાચલ પ્રદેશમાં હાલ અચાનક વરસાદ બાદ પૂરની સ્થિતિ જાેવા મળી હતી. ભૂસ્ખલનના કારણે ચંદીગઢ-મનાલી રાષ્ટ્રીય રાજમાર્ગ પણ બંધ થઈ ગયો હતો. જેના કારણે યાત્રીઓ પણ ફસાઈ ગયા હતા. જેના કારણે ૭૦ કિમી લાંબો મંડી પંડોદ કુલ્લુ માર્ગ સંપૂર્ણ રીતે પ્રભાવિત થયો હતો. ભારે વરસાદ બાદ અહીં કુલ ૩૦૧ રસ્તા બંધ થઈ ગયા હતા અને ૧૪૦ જેટલાં વીજળીના ટ્રાન્સફોર્મર બંધ થઈ ગયા હતા.તો દેશની રાજધાની દિલ્હીમાં મંગળવારે બપોરે ઝરમર વરસાદ જાેવા મળ્યો હતો. હવામાન વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે, શહેરમાં મંગળવારે સવારે છેલ્લાં ચોવીસ કલાકમાં ૫.૬ એમએમ વરસાદ નોંધાયો છે. આજે હળવો વરસાદ પડે એવી શક્યતા છે. હવામાન વિભાગની આગાહી મુજબ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદના કેટલાંક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદની શક્યતા છે. આ સિવાય પોરબંદર, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર સહિતના કેટલાંક વિસ્તારોમાં સારો વરસાદ તો ક્યાંક છૂટોછવાયો વરસાદ પડી શકે છે.ઉપરાંત પાટણ, મહેસણા, સાબરકાંઠા, બનાસકાંઠા, ગાંધીનગર જિલ્લાઓમાં પણ મંગળવારથી વરસાદની શરુઆત થાય એવી આગાહી છે. ઉત્તર ગુજરાતના આ જિલ્લાઓમાં મંગળવારે હળવો વરસાદ પડી શકે છે. આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી નથી, પરંતુ હળવો વરસાદ પડી શકે છે. બીજી તરફ, કચ્છની વાત કરવામાં આવે તો સાવર્ત્રિક વરસાદ પડ્યો નથી. આગામી દિવસોમાં કચ્છમાં પણ ભારે વરસાદની વકી છે. અહીં હાલ છૂટોછવાયો વરસાદ પડી શકે છે.મહત્વનું છે કે, ગુજરાતમાં ચોમાસું જામતું જઈ રહ્યું છે. ત્યારે ત્રણ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આ સિવાય મંગળવારે ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જાેવા મળ્યો હતો. સુરતમાં વહેલી સવારથી જ વાદળછાયુ વાતાવરણ જાેવા મળ્યું હતું. અમદાવાદમાં પણ સવારથી વાદળો ઘેરાયેલા જાેવા મળ્યા હતા. રાજ્યના કેટલાંક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે. વલસાડ, ઉમરગામ, સુરત, ઘોરાજી વગેરે વિસ્તારમાં જાેરદાર વરસાદ જાેવા મળ્યો હતો. નવસારીમાં બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જે બાદ કેટલાંક વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા. નડિયાદમાં પણ ઠેર ઠેર કેડસમા પાણી ભરાયા હતા. ત્યારે આગામી ત્રણ દિવસમાં હજુ પણ વરસાદ ધબધબાટી બોલાવે એવી શક્યતા છે.

Related posts

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એક દિવસમાં રેકર્ડબ્રેક ત્રણ અંગદાન, સિવિલ હોસ્પિટલની અંગદાન ક્ષેત્રે અવિસ્મરણીય સિધ્ધી આરોગ્યમંત્રીએ વિડીયો સંદેશના માધ્યમથી હોસ્પિટલ ટીમને પાઠવ્યા અભિનંદન

saveragujarat

અમદાવાદ બ્લાસ્ટ કેસમાં કોર્ટે 49 આરોપીઓને કર્યા છે દોષિત જહેર, જાના ઓર્ડર પર વિશેષ કોર્ટમાં સુનાવણી શરૂ

saveragujarat

ડેફએક્સપો 2022ના ઉદ્ઘાટન સમારંભમાં સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભરતા પર દર્શાવાઈ અદભૂત ફિલ્મ

saveragujarat

Leave a Comment