Savera Gujarat
Other

જોશ એપ દ્વારા અમદાવાદના આંગણે સૌના ટેલેન્ટને ઉજાગર કરે તેવી ક્રિએટર્સ મીટઅપ યોજવામા આવી હતી.

જોશનો જલસો #JoshMeetup2022

સવેરા ગુજરાત:-  જાણવા મળતી મહિતી મુજબ આ એપ ડેલીહન્ટ દ્વારા ભારતની અગ્રણી શોર્ટ વિડીયો એપ ગણાય છે. જ્યાં આપના મનોરંજન સાથે અનેક વિશેષતાસભર કાર્યક્રમ યોજવામાં આવે છે.   જોશ એપ 27મી ફેબ્રુઆરી 2022ના રોજ મનોરંજનથી ભરપૂર ગુજરાતી સેલિબ્રિટી-ઇન્ફ્લુઅન્સર અને ક્રિએટર્સ મીટઅપ યોજી.

અમદાવાદમાં પંચામૃત વેડિંગ રિસોર્ટ, એસજી હાઈવે, નિરમા યુનિવર્સિટીની સામે, ગોતા ખાતે યોજાયેલ આ ઇવેન્ટમાં ‘ટેલેન્ટ હન્ટ તથા ફેશન શો’ જેવા વિશેષ કાર્યક્રમ પણ થયા, જ્યાં ગુજરાતની વિવિધ જગ્યાએથી ક્રિએટરોએ આવીને પોતાની પ્રતિભા રજૂ કરી. અહીં ફેશન, કોમેડી, સંગીત, નૃત્ય, સ્ટંટ, લિપસિંક જેવી અનેક પ્રતિભા ધરાવતા ક્રિએટર એકઠા થયા. જેમાંની બેસ્ટ ટેલેન્ટને પણ ખાસ ભેટથી સન્માનિત કરવામાં આવી.

સાથે જ, અમારા કાર્યક્રમમાં ગુજરાતી સિનેમાના નામાંકિત કલાકાર અભિનેત્રી મમતા સોની, અભિનેતા અરવિંદ વેગડા, કોમેડિયન કિશોર કાકા, અભિનેત્રી  ઝીલ જોશી, નિકિતા કુમાવત બુલેટ રાની ફેમસ ઈનફ્લુઅન્સર પણ હાજર રહીને અમારા ક્રિએટર મિત્રોને પ્રોત્સાહિત કર્યા.

 

 

આ ઇવેન્ટની વિશેષતા છે અહીંનું લોકેશન. અહીં આપ પોતાના વિડીયો પણ અવનવી થીમ સાથેના લોકેશનમાં શૂટ કરી શકો છો. જે ડોમની રોયલ થીમ, લવ થીમ જેવી અવનવી થીમ આ ક્રિએટર્સના વીડિયોની શાન બનીને તમારા વીડિયોને વધુ સર્જનાત્મક બનાવ્યા.

આ ઇવેન્ટ જોશ એપનો એક ભાગ છે જે ડેલીહન્ટ દ્વારા ભારતની અગ્રણી શોર્ટ વિડીયો એપ છે. જ્યાં આપના મનોરંજન સાથે અનેક વિશેષતાસભર કાર્યક્રમ યોજવામાં આવ્યા છે.

Related posts

શિક્ષણ મંત્રી જીતુભાઇ વાધાણી અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે બરવાળા અને ધંધૂકામાં માદક દ્રવ્યોના કારણે અસરગ્રસ્ત દર્દીઓની અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મુલાકાત

saveragujarat

ઇડર તાલુકાના દેશોતર ગામે નેત્ર દાન કેમ્પ યોજાયો.

saveragujarat

રામના અસ્તિત્વ સામે પ્રશ્ન સર્જાયેલા, અમે આ હીનભાવનાની બેડી તોડી

saveragujarat

Leave a Comment