Savera Gujarat
Other

અમદાવાદના એસ.જી. હાઇવે પર સોલા- ગોતા બ્રીજ પર પાંચ કિલોમીટર સુધી ટ્રાફિકજામ

અમદાવાદ (Ahmedabad) ના પિક અવર્સમાં કેટલાક રોડ પરથી નીકળવુ મુશ્કેલ થઈ જાય છે. પિક અવર્સમાં અહી ટ્રાફિક (traffic jam) વધુ સર્જાતો હોય છે. પરંતુ ક્યારેક આ ટ્રાફિકની સમસ્યા એવી જટિલ બની જતી હોય છે કે વાહનો કલાકો સુધી હટી પણ શક્યા નથી. બુધવારની સવાર એસજી હાઈવે પરથી પસાર થતા લોકો માટે કષ્ટદાયક બની રહી હતી. એસજી હાઇવે (sg highway) પર આજે અતિ ગંભીર ટ્રાફિક જામ સર્જાયો હતો. જેમાં 5 કિલોમીટર સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો.

એસજી હાઈવે પર ગોતા ફલાયઓવરથી સોલા રેલવે ઓવરબ્રિજ સુધી વાહનોની 5 કિમી લાંબી લાઈન જોવા મળી. જેમાં હકડેઠઠ વાહનો ઉભા હતા, પણ તેઓ એક ડગલુ પણ આગળ હટી શકતા ન હતા. સોલા રેલ ઓવરબ્રિજની કામગીરીના પગલે ડાયવર્ઝન અપાયું છે. 8 લેનનો ટ્રાફિક ડબલ લેનમાં થતા અતિ ગંભીર ટ્રાફિક જામ સર્જાયો હતો. માત્ર ટુ વ્હીલર, ફોર વ્હીલર જ નહિ, એમ્બ્યુલન્સ સહિત સેંકડો વાહનો લાંબા સમયથી અટવાયા છે. 5 કિમી પસાર કરતા 40 મિનિટથી વધુ સમય થઈ રહ્યો છે. ઓફિસ કલાકોના કારણે સમસ્યા વધુ ગંભીર બની હતી. હજી પણ વાહનો હટી શક્યા નથી.

Related posts

SMCની સભા પછી ‘આપ’ના સભ્ય રાકેશ હિરપરાનો વિચીત્ર ચાળા પાડતો વીડિયો વાયરલ.

saveragujarat

મંત્રીઓ બદલાયા હોવા છતાં વિધાનસભામાં ધારાસભ્યોના પ્રશ્નોનું નિરાકરણ ઠેરનું ઠેર

saveragujarat

દિલ્હીમાં સાત મહિનામાં સૌથી વધુ કેસ,તો મહારાષ્ટ્રમાં સ્થિતિ બગડી

saveragujarat

Leave a Comment