Savera Gujarat
Other

બટેટાની પેટન્ટના કેસમાં પેપ્સીકોને ફટકો : ખેડૂતોનો વિજય

ગુજરાતમાં એફસી-5 બટેટાની પેટન્ટ કરાવનાર પેપ્સી કો. કંપનીએ ખેડૂતો પર કરેલા દાવા, કિસાનોએ વળતી આપેલી લડતના અંતે 30 મહિના બાદ હવે ખેડુતોની તરફેણમાં ચુકાદો આવી ગયો છે. ખેડુત અધિકારી સંરક્ષણ પ્રાધિકરણે બટેટા બીજ વિવાદ અંગે ચુકાદો આપતા હવે કિસાનો કોઇપણ બીજના બટેટા વાવી અને વેંચી શકે તે સ્પષ્ટ થયું છે.

પેપ્સીકો કંપની દ્વારા ખેડુતો પર કરાયેલ કેસ મામલે ખેડુતોની અરજી ઓથોરીટીએ માન્ય રાખી છે. કિસાનો હવે વેફર્સ માટેના બટેટાની ખેતી પણ ભય વગર કરી શકશે. કંપનીએ એફસી-5 જાત પર પોતાના અધિકાર અને પેટન્ટ લગાવ્યા હતા જે મામલે લાંબા સમયથી વિવાદ ચાલતો હતો. કંપનીએ અનેક ખેડુતો સામે કરોડો રૂપિયાના દાવા કરતા બીજ અધિકાર મંચ દ્વારા લડત આપવામાં આવી હતી.

હવે કંપનીનું રજીસ્ટ્રેશન રદ થતા ભારતના ખેડુતોની જીતની નોંધ દુનિયાભરની કંપનીઓએ લીધી છે. બે વર્ષ પહેલા પેપ્સીકોએ ચાર ખેડુતો પર 1.0પ-1.05 કરોડના દાવા અમદાવાદ કોમર્શિયલ કોર્ટમાં કર્યા હતા પરંતુ તેનાથી કંપનીની જ પ્રતિષ્ઠા જ ખરડતા કેસ પાછા ખેંચ્યા હતા. પરંતુ અસ્તિત્વની લડાઇ લડતા ખેડુતોએ કરેલી અરજી પરથી પીપીવીએફઆર ઓથોરીટીએ ખેડુતોની તરફેણમાં ચુકાદો આપ્યો છે.

કંપનીનું આ રજીસ્ટ્રેશન પણ ઓથોરીટીએ રદ કર્યુ છે. હવે કિસાનો આ જાતના બટેટા વાવી અને વેંચી શકશે. પ્લાન્ટ વેરાઇટીઝ એન્ડ ફાર્મર્સ રાઇટસ પ્રોટેકશન ઓથોરીટીએ ગઇકાલે વર્ચ્યુઅલ સુનાવણી દરમ્યાન પીવીપી પ્રમાણપત્ર રદ કરવાની અરજી સ્વીકારી હતી. હવે કંપની ખેડુતોને હેરાન નહીં કરી શકે. અરજી કરનાર ‘આશા’ના સભ્ય કવિતાએ કહ્યું હતું કે પેપ્સીની હાર સાથે તમામ કંપનીઓને સંદેશો ગયો છે.

ખેડૂતોથી ઉપર કોઇના અધિકાર નથી તે સૌએ સમજવાનું છે. 2001ના કાયદા હેઠળ ખેડુત ગમે ત્યાંથી કોઇપણ બીજ વાવી અને વેંચી શકે છે. પરંતુ વિશેષાધિકૃત જાતોની વ્યવસાયિક બ્રાન્ડીંગ કરી શકતો નથી. સોફટડ્રીંકસ અને ચીપ્સ સહિતની પ્રોડકટ બનાવતી કંપનીએ ખેડુતો પર અનેક આરોપ મુકયા હતા. 2019માં ખેડુતો પરના કેસ પરત ખેંચ્યા બાદ હવે આ બીજો ફટકો લાગતા ખેડુતોનો નૈતિક વિજય પણ થયો છે.

Related posts

કમોસમી વરસાદ પ્રભાવિત વિસ્તારોમા સર્વેનો આદેશ આપ્યો છેઃ કૃષિ મંત્રી

saveragujarat

અમદાવાદમાં વધુ એક વખત લૂંટેરી દુલ્હન નો કિસ્સો પ્રકાશમાં આવ્યો

saveragujarat

સમાજમાં વધી રહેલા કુસંસ્કારોનો કરુણ અંજામ :પત્નિના અનૈતિક સંબોધો બન્યાં પરિવારના વિનાશનું કારણ

saveragujarat

Leave a Comment