Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

અમદાવાદમાં વધુ એક વખત લૂંટેરી દુલ્હન નો કિસ્સો પ્રકાશમાં આવ્યો

સવેરા ગુજરાત,અમદાવાદ,તા.૧૩
અમદાવાદમાં વધુ એક વખત લૂંટેરી દુલ્હન નો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે…. નિકોલ પોલીસે એક મહિલા સહિત બે ની ધરપકડ કરી ને વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદના નિકોલ વિસ્તારમાં રહેતા ફરિયાદી એ નિકોલ પોલીસ સ્ટેશનમાં નવસારી ના નરેશભાઇ રાણા તથા મુંબઈ ની મહિલા સહિત કુલ પાંચ લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી મહિલા ના ભાઈ લક્ષ્મણ બારાપાત્ર કુંવારા હોવાથી તેમના લગ્ન માટે કન્યા ની શોધખોળ કરતા હતા જેથી છ મહિના પહેલા વાત થી વાત મળતા નરેશભાઇ ના સંપર્ક કર્યો હતો.નરેશભાઈ એ મુંબઇ ની કવિતા નામની કન્યા હોવાની વાત કરીને વોટ્‌સએપ પર કવિતા ના ફોટો મોકલતાં યુવકે મહિલા ને પસંદ કરી હતી બાદમાં પરિવારજનો મુંબઇ ગયા હતા અને બાદમાં લગ્નની તૈયારીઓ હાથ ધરી હતી. બીજી તરફ વચેટીયા એ પણ ખોટા બહાના બતાવી ને ઉતાવળે લગ્ન કરવાની વાત કરી હતી. જેથી તા.૨૬ ફેબુ્રઆરીના રોજ કન્યા અમદાવાદ યુવકના ઘરે આવી હતી અને મહારાજ બોલાવીને ઘરે જ લગ્ન કર્યા હતા. લગ્ન માટે રજીસ્ટ્રેશન કરવા માટે ગયા હતા પણ કવિતા ના ડોક્યુમેન્ટ માં ભૂલ હતી જેથી લગ્ન રજીસ્ટ્રેશન ન થયું હતું અને બીજા દિવસે આવવા જણાવ્યું હતું દાગીના તથા રોકડ સહિત કુલ બે લાખનો ખર્ચ થયો હતો. બાદમાં લગ્નના બીજા જ દિવસે કવિતા એ પાવાગઢ દર્શન કરવા જવાની વાત કરી હતી. જેથી યુવક તેને લઇ ને કાલુપુર રેલવે સ્ટેશન ગયો હતો. જાે કે બાદમાં કવિતા એ પોતાની માતાનું મોત થયું હોવાની વાત કરીને મુંબઇ જતી રહી હતી. બાદમાં પરત આવી ન હતી, જ્યારે વચેટીયા સુનિલ ઉર્ફે જગદીશ ખીમસુરીયા પ્રિયા ઉર્ફે પિંકી ગિરી એ પણ ફોન ઉપાડતા ન હતા. નિકોલમાં રહેતા કુંવારા યુવક સાથે લગ્ન કરીને મુંબઇની લૂંટેરી દુલ્હન લગ્નના બીજા જ દિવસે દાગીના તથા રોકડ સહિત ૨ લાખની મત્તા લઇને ફરાર ગઇ હોવાનો બનાવ નિકોલ પોલીસ સ્ટેશન ના ચોપડે નોંધાયો છે નિકોલ પોલીસ એ ફરાર કન્યા કવિતા સહિત પાંચ લોકો સામે ગુનો નોંધી ને વચેટીયા સુનિલ ઉર્ફે જગદીશ ખીમસુરીયા પ્રિયા ઉર્ફે પિંકી ગિરી ધરપકડ કરી છે ઝડપાયેલા બંને આરોપી વચેટિયા તરીકેની ભૂમિકા પોલીસ તપાસમાં સામે આવી છે. ત્યારે નિકોલ પોલીસે ફરાર કન્યા કવિતા સહીત ના વચેટિયા ની શોધ ખોળ શરુ કરી છે પોલીસ ને આશઁકા છે કે આ ગેંગ ગુજરાત માં અન્ય લોકોની સાથે પણ ઠગાઈ કરી હોઈ શકી છે.

Related posts

ડોલર સામે ભારતીય રૂપિયો વધુ પટકાયો : 79.62ના નવા ઐતિહાસિક નીચા સ્તરે

saveragujarat

હવે રૂા.15000 સુધીના ઈ-મેન્ડેટમાં વન-ટાઈમ પાસવર્ડની જરૂર રહેશે નહી

saveragujarat

જમીન રેકોર્ડ-ટ્રાન્સફર એન્ટ્રીમાં ઇ-ધરા કેન્દ્રોમાં વ્યાપક ગેરરીતિ : અધિકારીઓ સામે આકરા પગલાની ચેતવણી

saveragujarat

Leave a Comment