Savera Gujarat
Other

રાત્રે 8 થી 10 જ ફટાકડા ફોડી શકાશે: ટેટાની લુમ-તડાફડી પર પ્રતિબંધ

દિવાળીના તહેવારો પર ફટાકડા ફોડવાથી માંડીને ખરીદ-વેંચાણ સહિતની પ્રક્રિયા સંબંધી માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે જે અંતર્ગત બે કલાક જ ફટાકડા ફોડી શકાશે અને ઓનલાઈન વેચાણ પર પ્રતિબંધ રહેશે.આયાતી-વિદેશી ફટાકડા પર પણ સંપૂર્ણ પ્રતિબંધ જાહેર કરાયો છે.

ગુજરાત સરકારનાં ગૃહવિભાગ દ્વારા જારી કરાયેલા પરિપત્ર પ્રમાણે ગ્રીન અને ઓછુ પ્રદુષણ ફેલાવતા ફટાકડાનો જ ઉપયોગ કરવામાં રહેશે. ભારે ઘોંઘાટવાળા તથા વધુ પ્રમાણમાં પ્રદુષણ અને ઘનકચરો પેદા કરતાં બાંધેલા ફટાકડા (ટેટાની લુમ વગેરે) ફોડવા પર પ્રતિબંધ રહેશે.

લાયસન્સ ધરાવતા વેપારીઓ જ તેનું વેંચાણ કરી શકશે અને સુપ્રિમ કોર્ટનાં આદેશોનું પાલન કરવુ પડશે. ઈ-કોમર્સ વેબસાઈટ પર ફટાકડાનાં વેંચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ છે. માર્ગદર્શિકામાં સ્પષ્ટ કરાયું છે કે દિવાળીના તહેવારોમાં માત્ર રાત્રે 8 થી 10 એમ બે કલાક જ ફટાકડા ફોડી શકાશે.

જયારે નાતાલ તથા નુતન વર્ષમાં માત્ર રાત્રે 11-50 થી 12-30 સુધી જ ફટાકડા ફોડી શકાશે. હંગામી ફટાકડા લાયસન્સ લીધા વિના રેકડી કે કામચલાઉ મંડપ બાંધીને ફટાકડાનું વેંચાણ અટકાવવા તથા તેઓ વિરૂધ્ધ એકસપ્લોઝીવ એકટ 1884 તથા પોલીસ એકટ 1951 હેઠળ કાર્યવાહી કરવા આદેશ કરાયો છે.

ગૃહ વિભાગનાં જ અન્ય એક પરિપત્રમાં પોલીસી કમિશ્નર/જીલ્લા મેજીસ્ટ્રેટને જાહેરનામા બહાર પાડવા તથા માર્ગદર્શિકાનો યોગ્ય પ્રચાર કરવા સુચવાયું છે. ફટાકડાનાં પ્રદુષણ વિશે જાગૃતિ કેળવાય તે માટે શાળા કક્ષાએ કાર્યક્રમો યોજવા સહિતનાં પગલા લેવાનું સુચવવામાં આવ્યું છે.

ગેરકાયદે વિદેશી ફટાકડા ઘુસી રહ્યા છે, પગલા લ્યો: કેન્દ્રની ગુજરાત સરકારને તાકીદ
કેન્દ્ર સરકારનાં ડીરેકટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલીજન્સ વિભાગ દ્વારા ગુજરાત સરકારને પત્ર પાઠવીને પ્રતિબંધીત વિદેશી ફટાકડા ગેરકાયદે રીતે ઠલવાતા હોવાથી પગલા લેવાની સુચના આપવામાં આવી છે. પત્રમાં એમ કહેવાયું છે કે ફટાકડાની આયાત ‘નિયંત્રીત’ શ્રેણીમાં છે અને વિદેશ વ્યાપાર વિભાગનાં માન્ય આયાત લાયસન્સ હેઠળ જ છુટ્ટ મળે છે. એવુ ધ્યાને આવ્યુ છે કે કેટલાંક તત્વો ગેરકાયદે રીતે વિદેશી ફટાકડા ઘુસાડી રહ્યા છે.

તેનાથી જાહેર આરોગ્ય તથા સુરક્ષાને જોખમ ઉભુ થઈ શકે છે. દિવાળીના તહેવારોમાં વિદેશી ફટાકડા ઘુસાડવાના પ્રયત્નો વધી શકે છે અને લાયસન્સ વિના જ તેનું વેચાણ થવાની આશંકા છે.ફટાકડા વેચતા તમામ વેપારીઓ પાસે લાયસન્સ છે કે કેમ તે ચકાસવા તથા વેંચાણ માન્ય ફટાકડાનું જ થાય તે જોવાની તાકીદ કરી હતી. વિદેશી ફટાકડાનું વેંચાણ માલુમ પડે તો કસ્ટમ વિભગાને પણ જાણ કરવા સુચવાયું છે.

Related posts

માનનીય રેલ અને કાપડ રાજ્યમંત્રી દર્શના જરદોશ દ્વારા વિડીયો લિંક દ્વારા પશ્ચિમ રેલવેની પ્રથમ ભારત ગૌરવ ટ્રેનનો શુભારંભ

saveragujarat

દિવાળીના તહેવાર બાદ સમગ્ર ગાંધીનગરમાં સફાઇ અભિયાન યોજાયું.

saveragujarat

સેન્સેક્સમાં ૨૧૩, નિફ્ટીમાં ૪૭ પોઈન્ટનો ઊછાળો નોંધાયો

saveragujarat

Leave a Comment