Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

માનનીય રેલ અને કાપડ રાજ્યમંત્રી દર્શના જરદોશ દ્વારા વિડીયો લિંક દ્વારા પશ્ચિમ રેલવેની પ્રથમ ભારત ગૌરવ ટ્રેનનો શુભારંભ

સવેરા ગુજરાત,ઇન્દોર,તા.૧૬
પશ્ચિમ રેલવે રતલામ મંડળના ઇન્દોર સ્ટેશનથી પશ્ચિમ રેલવેની પ્રથમ ભારત ગૌરવ ટ્રેનનો શુભારંભ તા.૧૬.૦૫.૨૦૨૩ના રોજ રેલ અને કાપડ રાજ્યમંત્રી દર્શના જરદોશે વિડીયો લિંક દ્વારા કરવામાં આવ્યો. આ દરમિયાન ઇન્દોર સ્ટેશન પર માનનીય સાંસદ શંકર લાલવાણી, સાંસદ (રાજ્યસભા) કવિતા પાટીદાર અને માનનીય વિધાયક રમેશ મેંદોલા હાજર રહ્યા. ભારતીય રેલવે દ્વારા ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ અને ‘દેખો અપના દેશ’ની સંકલ્પનાને પ્રોત્સાહિત કરતાં ભારત ગૌરવ પર્યટક ટ્રેનોનું સંચાલન શરૂ કરવામાં આવ્યું છે. આ ક્રમમાં મધ્યપ્રદેશના તીર્થયાત્રીઓ માટે ઇન્ડિય રેલવે કેટરિંગ અને ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડ (આઇઆરસીટીસી) દ્વારા ભારત ગૌરવ પર્યટક ટ્રેનના સંચાલનનો શુભારંભ કરવામાં આવ્યો. આ ટ્રેનમાં યાત્રીઓ માટે ૦૩ એરકન્ડિશન્ડ અને ૦૮ સ્લીપિંગ કોચ પણ હશે. આ ટ્રેન દ્વારા ૦૯ રાત/૧૦ દિવસોની આ યાત્રામાં પુરી, ગંગાસાગર, કોલકાતા, બૈદ્યનાથ, વારાણસી અને અયોધ્યાના જાેવાલાયક સ્થળોની સફર કરાવવામાં આવશે. યાત્રા દરમિયાન યાત્રીઓને ચાય, નાસ્તો, બપોર અને રાતના ભોજન સહિત નોન એ.સી. સ્ટાન્ડર્ડ હોટલમાં રાત્રિરોકાણ/સ્નાનની સુવિધા આપવામાં આવશે. સ્થાનિક ભ્રમણ માટે નોન એસી ટુરિસ્ટ બસોની સુવિધા પણ પ્રદાન કરવામાં આવશે. ટિકિટની કિંમતમાં જ યાત્રીઓને ચાર લાખ રૂપિયાનો એક્સિડન્ટ વીમો પણ સામેલ રહેશે. પશ્ચિમ રેલવેની પ્રથમ ભારત ગૌરવ ટ્રેનમાં ઇન્દોર – ૪૪૮ જેટલા યાત્રી સલાર થયા અને ઉજ્જૈન-૧૦૫, રાણી કમલાપતિ -૮૬, ઇટારસી-૩૭, જબલપુર-૫૯, કટની-૧૫, અનૂપપુર-૫ સહિત કુલ ૭૫૫ યાત્રી આ ટ્રેન દ્વારા યાત્રાનો લાભ લેશે. આ કાર્યક્રમ દરમિયાન આઇઆરસીટીસીના અધ્યક્ષ અને પ્રબંધ નિદેશક રજની હસીજા, રતલામ મંડળના મંડળ રેલવે પ્રબંધક શ્રી રજનીશ કુમાર સહિત રતલામ મંડળ તેમ જ આઇઆરસીટીસના અધિકારી તેમ જ કર્મચારીઓ હાજર રહ્યા.

Related posts

દુર્ગા પૂજાના અવસર પર કટ્ટરપંથીઓએ બાંગ્લાદેશમાં દુર્ગા પૂજા પંડાલ અને મૂર્તિઓને તોડી નાંખી…

saveragujarat

પ્રધાનમંત્રી સંગ્રહાલય બનાવવાના વિચારની શશી થરુરે પ્રશંસા કરી

saveragujarat

મુખ્યમંત્રીએ અમદાવાદમાં વસ્ત્રાલના અયોધ્યાધામ શ્રી રામ મંદિરે ભગવાન શ્રીરામના શ્રદ્ધાપૂર્વક દર્શન કર્યા

saveragujarat

Leave a Comment