Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

સેન્સેક્સમાં ૨૧૩, નિફ્ટીમાં ૪૭ પોઈન્ટનો ઊછાળો નોંધાયો

મુંબઈ, તા.૨૩
ભારતીય શેરબજાર માટે બુધવારનું સત્ર શાનદાર રહ્યું છે. બેન્કિંગ શેરોમાં ખરીદારીનાં કારણે બજારમાં તેજી જાેવા મળી હતી. મિડ કેપ શેરોનો ઇન્ડેક્સ ફરી લાઈફટાઈમ ટોચે પહોંચ્યો હતો. આજના કારોબારના અંતે બીએસઈસેન્સેક્સ ૨૧૩ પોઈન્ટના ઉછાળા સાથે ૬૫,૪૩૩ પર અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ૪૭ પોઈન્ટના વધારા સાથે ૧૯,૪૪૪ પોઈન્ટ પર બંધ રહ્યો હતો.આજના વેપારમાં બેંકિંગ સેક્ટરમાં જબરદસ્ત તેજી જાેવા મળી છે. નિફ્ટી બેન્ક ૪૮૫ પોઈન્ટ અથવા ૧.૧૦ ટકાના વધારા સાથે ૪૪,૪૭૯ પોઈન્ટ પર બંધ થયો હતો. બેન્કિંગ ઉપરાંત આઈટી, મીડિયા, કન્ઝ્‌યુમર ડ્યુરેબલ્સ,હેલ્થકેર સેક્ટરના શેરોમાં પણ તેજી જાેવા મળી છે. જ્યારે ઓટોફાર્મા, એફએમસીજી, મેટલ્સ, એનર્જી શેરોમાં ઘટાડો નોંધાયો હતો. મિડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં આજે પણ ખરીદારી જાેવા મળી રહી છે. સેન્સેક્સના ૩૦ શેરોમાંથી ૨૦ વધ્યા અને ૧૦ ઘટાડા સાથે બંધ થયા. જ્યારે નિફ્ટીના ૫૦માંથી ૩૧ શેરો ઉછાળા સાથે અને ૧૯ ઘટાડા થે બંધ થયા છે.આજના વેપારમાં બજારમાં આવેલી તેજીના કારણે રોકાણકારોની સંપત્તિમાં ઉછાળો આવ્યો છે. બીએસઈપર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. ૩૦૮.૯૬ લાખ કરોડ રહ્યું છે, જે અગાઉના સત્રમાં રૂ. ૩૦૮.૩૫ લાખ કરોડ હતું. આજના વેપારમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. ૬૧૦૦૦ કરોડનો વધારો જાેવા મળ્યો છે.આજના કારોબારમાં એક્સિસ બેન્ક ૨.૨૪ ટકા, આઈસીઆઈસીઆઈબેન્ક ૧.૬૧ ટકા, એસબીઆઈ ૧.૪૪ ટકા, લાર્સન ૧.૩૫ ટકા, ટાટા સ્ટીલ ૧.૨૩ ટકા, કોટક મહિન્દ્રા ૦.૯૯ ટકાના વધારા સાથે બંધ થયા હતા. સન ફાર્મા ૧.૧૦ ટકા, ભારતી એરટેલ ૧.૦૧ ટકા, ટાટા મોટર્સ ૦.૯૪ ટકા, ટેક મહિન્દ્રા ૦.૮૪ ટકા ઘટીને બંધ થયા હતા.મુકેશ અંબાણીની જિયો ફાઇનાન્શિયલ સર્વિસિસ (જેએફએસએલ)નો શેર બુધવારે ફરીથી ૫% ઘટ્યો હતો. આ સાથે શેરમાં લો સર્કિટ લાગી હતી. લિસ્ટિંગ પછી આ શેરમાં સતત ત્રીજા દિવસે ઘટાડો નોંધાયો છે. જેએફએસએલનો શેર બીએસઈપર મંગળવારના રૂ. ૨૩૯.૨૦ના બંધથી ૫% ઘટીને રૂ. ૨૨૭.૨૫ પર ખૂલ્યો હતો. બીજી તરફ, એનએસઈપર પણ ત્નહ્લજીન્નો શેર ૫ ટકા ઘટીને ૨૨૪.૬૫ થયો હતો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિ.ના તમામ ગ્રૂપ શેરોની માર્કેટ મૂડીમાં ઘટાડા માટે જેએફએસનો સૌથી મોટો ફાળો હતો. બુધવારે જીયોફાઇનાન્શિયલ સર્વિસિસનું કુલ બજાર મૂલ્ય રૂ. ૭,૪૯૬.૯ કરોડ ઘટીને રૂ. ૧.૪૩ લાખ કરોડ થયું હતું, જેના કારણે લિસ્ટિંગ પછી રોકાણકારોને રૂ. ૨૩,૦૦૦ કરોડથી વધુનું નુકસાન થયું હતું.રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની નાણાકીય શાખા જીયોફાઈનાન્શિયલસર્વિસ લિમિટેડએ ૨૧ ઓગસ્ટના રોજ શેરબજારમાં નિરાશાજનક પદાર્પણ કર્યું હતું. જેએફએસએલના શેર બીએસઈ પર શેર દીઠ રૂ. ૨૬૫ અને એનએસઇ પર રૂ. ૨૬૨ પ્રતિ શેરના ભાવે લિસ્ટ થયા હતા. પ્રોફિટ બુકિંગ અને ભારે વેચાણને કારણે ત્રણ દિવસમાં શેરમાં ૧૫ ટકાનો ઘટાડો થયો છે. ૨૧ ઓગસ્ટે લિસ્ટિંગ દરમિયાન શેર રૂ. ૨૭૮.૨૦ના સ્તરે પહોંચી ગયો હતો. તમને જણાવી દઈએ કે જુલાઈમાં ડી-મર્જર બાદ જીયોફાઈનાન્શિયલરિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝથી અલગ થઈ ગયું હતું. તે સમયે તેના શેરની કિંમત ૨૬૧.૮૫ રૂપિયા નક્કી કરવામાં આવી હતી. જીયોફાઈનાન્શિયલનું માર્કેટ કેપ ૧.૬૦ લાખ કરોડ રૂપિયા છે. લિસ્ટિંગ પછી, આવા રોકાણકારોને સૌથી વધુ ફાયદો થયો છે, જેમની પાસે રેકોર્ડ ડેટ એટલે કે ૨૦ જુલાઈ સુધી આરઆઈએલના શેર હતા. ડી-મર્જરની પ્રક્રિયા હેઠળ, રોકાણકારોને ૧ઃ૧ રેશિયોમાં શેર આપવામાં આવ્યા છે.

Related posts

વિક્રૃત માનસિકતા ધરાવનારાએ હિંદુ મંદિર બહાર કોથળાઓ ભરીને નોનવેજ અને દારૂની બોટલો ફેંકી,વિવાદ સાથે કડક કાર્યવાહીની માંગ

saveragujarat

CBIએ અમદાવાદમાં રેલવે અધિકારીની લાંચના કેસમાં ધરપકડ કરી છે-15 લાખના કથીત ભ્રષ્ટાચારનો મામલો

saveragujarat

પાલીતાણા થી ભુજ (કચ્છ) વોલ્વો સ્લીપર બસ A.C.ચાલુ થઈ

saveragujarat

Leave a Comment