Savera Gujarat
Other

નશાબંધી અને આબકારી ખાતુ પણ ગ્રેડ-પે મુદ્દે મેદાનમાં

ગુજરાતમાં પોલીસ કર્મચારીઓ દ્વારા ગ્રેડ પે મુદ્દે છેલ્લા ચાર પાંચ દિવસથી લડત ચાલી રહી છે ત્યારે હવે નશાબંધી અને આબકારી ખાતા દ્વારા પણ ગૃહમંત્રીને રજૂઆત કરી મેદાનમાં આવ્યું છે. હસમુખ સકેસના, બંધારણ અધિકાર આંદોલન સમિતિના સંયોજક દ્વારા ગૃહમંત્રીને નશાબંધી અને આબકારી ખાતાના કર્મચારીઓને ગ્રેડ પે બાબતે થતાં અન્યાયની ચર્ચા કરવામાં આવી હતી. હાલમાં નશાબંધી અને આબકારી ખાતાના કોન્સ્ટેબલને ૧૬૫૦, જમાદારને ૧૯૦૦, સબ ઇન્સ્પેક્ટરને ૨૮૦૦ ગ્રેડ પે ચૂકવવામાં આવે છે જે ખુબ જ ઓછા છે. નશાબંધી અને આબકારી ખાતુ ગૃહ વિભાગ નીચે પોલીસ ડિપાર્ટમેન્ટ સમકક્ષ જ કામ કરે છે અને વર્ષે કરોડો રૂપિયાની આવક ગુજરાત સરકારની તિજાેરીને આપે છે તેમ છતાં આ વિસંગતતા કેમ? જે બાબતની ઘણા સમયથી રજૂઆતો કરવા છતાં કોઇ જ ઉકેલ ના આવતાં હસમુખ સકસેના દ્વારા તેની યોગ્ય રજૂઆત કરવામાં આવી છે. હવે એ જાેવાનું છે કે સરકાર આ બાબતમાં કેટલો ન્યાય કરે છે.

ગુજરાતમાં પોલીસ ગ્રેડ પેનો મુદ્દો વધુને વધુ પેચીદોે બનતો જઇ રહ્યો છે ત્યારે હવે પોલીસતંત્રના તાબામાં આવતાં એકમ નશાબંધી અને આબકારી ખાતાના કર્મચારીઓેનો છઠ્ઠા પગાપપંચ અનુસાર કોન્સ્ટેબલ પે બેન્ડ ૪૪૭૦-૭૪૪૦, ગ્રેડ પે ૧૬૫૦ અને હાલ ફિક્સ પગાર ૧૬૦૦૦ પે બેન્ડ આસીસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર ૫૨૦૦-૨૦૨૦૦ ગ્રેડ પે ૧૯૦૦ હાલ ફિક્સ પગાર ૧૯૯૫૦ પે બેન્ડ સબ ઇન્સ્પેક્ટર ૫૨૦૦-૨૦૨૦૦, ગ્રેડ પે ૨૮૦૦ અને હાલ ફિક્સ ૩૧૩૪૦એ ફરજ બજાવે છે.

સને ૧૯૮૭ સુધી ગુજરાત રાજ્યના નશાબંધી ખાતાના જેલ ખાતાના અને પોલીસ ખાતાના કર્મચારીઓ અધિકારીઓના પગાર ધોરણ કેડર ટુ કેડર એટલે કે સ્કેલ ટુ સ્કેલ મુજબનો સરખો પગાર આપવામાં આવતો હતો. ચોથા પગાર પંચ દરમિયાન ગુજરાત સરકરાશ્રીના ગૃહ વિભાગના ઠરાવ ક્રમાંક મહક /૧૦૮૭/૨૩૬૨/સ, તા. ૭-૮-૧૯૮૭થી પોલીસ ખાતાના કર્મચારી/અધિકારીઓના પગાર ધોરણમાં સુધારો કરી આપવામાં આવેલ હતો પરંતુ જેલ ખાતાના અને નશાબંધી ખાતાના કર્મચારી અધિકારીઓના પગાર ધોરણમાં તે મુજબનો સુધારો કરી આપવામાં આવેલ ન હતો જેથી ચોથા પાચમાં અને છઠ્ઠા પગાર પંચમાં પોલીસ ખાતાના સદર સંવર્ગના કર્મચારીઓ અધિકારીઓે અને જેલ ખાતાના નશાબંધી ખાતાના કર્મચારીઓ અધિકારીઓના પગાર ધોરણમાં વિસંગતતા ચાલુ રહી હતી.

૧૯૬૭થી આજ દિન (સાતમાં પગાર પંચ) સુધીની પોલીસ, જેલ અને નશાબંધી ખાતાના કર્મીઓની વિગત મુજબ પોલીસ જેલ અને નશાબંધી ખાતાની કેડરમાં સરેલા પંચ ૧૯૬૭, ૧૦૦-૧૩૦, દેસાઇ પંચ ૧૯૭૩, ૨૦૦-૨૬૦, ચોથુ પગાર પંચ ૧૯૯૬ ૮૨પ-૧૨૫૦, પાંચમુ પગાર પંચ ૨૭૫૦-૪૪૦૦, છઠ્ઠુ પગાર પંચ ૫૨૦૦, સાતમું પગાર પંચ લેવલ-૧ લેવલને ધ્યાનમાં લેતાં ૧૯૬૭થી તા. ૪-૭-૨૦૧૪ સુધી જેલ ખાતાના અને નશાબંધી ખાતાના અધિકારી કર્મચારીઓના પગાર ધોરણ એક જ સરખાં હતા. ગુજરાત સરકારના ગૃહ વિભાગના ઠરાવ ક્રમાંક જલમ /૫૦૨૦૧૧/૩૩૬૬/જ, તારીખ ૫/૭/૧૪ના આધારે જેલ ખાતે સંવર્ગના કર્મીઓના છઠ્ઠા પગાર ધોરણમાં સુધારો થયેલ ન હોય હાલ પોલીસ-જેલના કર્મીઓ પગાર ધોરણની સાપેક્ષે નશાબંધી ખાતાના કર્મીઓના પગાર ધોરણમાં વિસંગતતા ચાલુ રહેલ છે. નશાબંધી અને આબકારી ખાતા દ્વારા ગુજરાતમાં ગુજરાત નશાબંધી ધારો ૧૯૪૯ અને તે હેઠળ ઘડાયેલા વિવિધ નિયમોના અમલીકરણથી નશાકારક અને પ્રતિબંધિત પદાર્થોના નિયમન અને નિયંત્રણની અસરકારક કામગીરી દ્વારા ગુજરાતની નશાબંધી નિતીના સુચારું અમીલકરણ હેતુ મહત્વનો ફાળો આપી રહ્યું છે. આ હેતુ પગાર ધોરણ અને કામગીરી દ્રષ્ટીએ નશાબંધી અને આબકારી ખાતાનું માળકુ પોલીસ ખાતાના સમકક્ષની કામગીરી માટે ઘડવામાં આવેલ હતું. નશાબંધી અને આબકારી ખાતામાં હાલ વહીવટી સ્ટાફને બાદ કરતાં કોન્સ્ટેબલ જમાદાર, સબ ઇન્સપેક્ટર સંવર્ગના આશરે ૩૨૫ કર્મચારીઓ અધિકારીઓ ફરજ બજાવી છે. સદર સંવર્ગ પૈકીનું મહતમ મહેકમ પરવાનેદારની ખર્ચની જગ્યા પર ફરજ બજાવે છે અને સરકારને દર વર્ષે આબકારીની આવક કમાઇ આપે છે. જયારે કોઇપણ પરવાનેદાનું સુપરવિઝન કરવાનું થાય તે નાણાં પણ પરવાનેદાર દ્વારા સરકારશ્રીની તિજાેરીમાં ભરવામાં આવે છે જેથી સરકારશ્રીની તિજાેરી પર કોઇ જ વધારાનો બોજાે પડે એમ નથી. જેને ધ્યાને લેતા નશાબંધી અને આબકારી ખાતાના કોન્સ્ટેબલ જમાદાર અને સબ ઇન્સ્પેક્ટર સંવર્ગના પગારમાં રહેલ વિસંગતતા દૂર કરવાથી ગુજરાત સરકારની તિજાેરી પર વધારાનો નાણાંકિય બોજાે આવશે નહી જેથી કરીને આ રજૂઆતને ધ્યાનમાં લેવા સરકારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.

Related posts

રાજ્યના સામાજીક અને ન્યાય અધિકારીતા મંત્રી સહીતના ધારાસભ્ય નેતાએ સિવિલને અર્પણ સહય કરી

saveragujarat

ભારતીય જનતા પાર્ટીની બીજી યાદી જાહેર, છ બેઠક પર નામ જાહેર

saveragujarat

બેંકોએ પાંચ વર્ષમાં ૨.૦૩ લાખ કરોડ રૂપિયા વસૂલ કર્યા

saveragujarat

Leave a Comment