Savera Gujarat
Other

રાજ્યના સામાજીક અને ન્યાય અધિકારીતા મંત્રી સહીતના ધારાસભ્ય નેતાએ સિવિલને અર્પણ સહય કરી

સવેરા ગુજરાત:-

 

રાજ્યના સામાજીક અને ન્યાય અધિકારીતા મંત્રી અને અસારવાના ધારાસભ્ય પ્રદિપભાઇ પરમારે ધારાસભ્ય ફંડમાંથી સિવિલ હોસ્પિટલમાં અર્પણ સહાય કરી

રાજ્યના સામાજીક અને ન્યાય અધિકારીતા મંત્રી  પ્રદિપભાઇ પરમારે ધારાસભ્ય ફંડમાંથી સિવિલ હોસ્પિટલમાં વિવિધ સાધન સહાય અર્પણ કરી છે. જેમાં મોટા યંત્રમાં સર્જરી માટે લેપ્રોસ્કોપીક કેમેરા સિસ્ટમ સર્જરી વિભાગ અને બાળરોગ સર્જરી વિભાગને આપવામાં આવ્યા છે. અન્ય સાધન સહાય સમયાંતરે આપવામાં આવશે. મંત્રીએ અંદાજીત સત્તર લાખની ગ્રાન્ટ સિવિલ હોસ્પિટલમાં ટ્રોલી,લેપ્રોસ્કોપીક કેમેરા સિસ્ટમ અને કેમેરા સેટની સહાય માટે ફાળવી છે.તેમજ લેપ્રોસ્કોપીક કેમેરા સિસ્ટમ,બ્રોન્કોસ્કોપ સહિતના વિવિધ મશીનો દરીદ્રનારાયણ દર્દીઓની સેવામાં કારગત સાબિત થશે

 




ધારાસભ્ય બલરામ થાવાણીએ પણ વિવિધ સાધન સહાય માટે ગ્રાન્ટ ફાળવણી કરી


ધારાસભ્ય  બલરામ થાવાણીએ પણ પોતાના ધારાસભ્ય ફંડમાંથી સિવિલ હોસ્પિટલમાં વિવિધ સાધન સામગ્રી માટે ગ્રાન્ટ આપી છે. જેમાંથી રેસ્પીરેટરી મેડિસીન વિભાગમાં બ્રોન્કોસ્કોપ આપવામાં આવ્યા છે.ધારાસભ્યએ અંદાજીત ૫૭ લાખની ગ્રાન્ટમાંથી સિવિલ હોસ્પિટલમાં એનેસ્થેસિયા વર્ક સ્ટેશન સહિતની અન્ય મશીનરી માટે ગ્રાન્ટ ફાળવણી કરી છે. 
બંને ધારાસભ્યોએ સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષીની ઉપસ્થિતિમાં જે-તે તબીબી વિભાગના સિનિયર તબીબોને આ ગ્રાન્ટ અંતર્ગત સાધન સહાય અર્પણ કરી હતી. 
આ મશીનરી સિવિલ હોસ્પિટલમાં આવતા દરિદ્રનારાયણ દર્દીઓની સેવા-સુશ્રુષામાં લાભદાયી નિવડશે તેવો ભાવ બંને ધારાસભ્યોયોએ વ્યક્ત કર્યો હતો. 
સિવિલ સુપ્રીટેન્ડન્ટ ડૉ.રાકેશ જોષીએ પણ આ સહાય બદલ બંને ધારાસભ્યોનો આભાર માન્યો હતો.

Related posts

ઇન્દોર ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાનો નવ વિકેટથી પરાજય થયો

saveragujarat

સોમવારે મનીષ સીસોદીયા અમદાવાદમાં સરકારી શાળાઓની મુલાકાત લેશે

saveragujarat

ગુજરાત વિધાનસભા ચૂંટણી અને ચૂંટણીમાં જ્ઞાતિ-જાતિના સમીકરણો

saveragujarat

Leave a Comment