Savera Gujarat
Other

હવે ગુજરાતમાં પણ અંગ્રેજી મિડીયમની ૧૦૦ સરકારી શાળાઓ ખુલશે

ગુજરાતના લાખો વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર છે જેમાં મોંઘી દાટ ખાનગી ઈંગ્લીશ મીડીયમની શાળાઓમાં ભણી શકતા નથી તેઓને હવે આ જ પ્રકારે ઈંગ્લીશ મીડીયમમાં અભ્યાસ કરાવતી સરકારી શાળાઓમાં ભણવાની તક મળશે. રાજયની નવા નેતૃત્વની સરકારના શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી પ્રોજેકટ મુજબ આ પ્રકારે 100 ઈંગ્લીશ મીડીયમની શાળાઓ ગુજરાત સરકાર ખોલશે અને ખાસ કરીને એવા શહેરો તથા જીલ્લામાં જયાં બીગ સીટી ઈંગ્લીશ મીડીયમ અભ્યાસનું કલ્ચર નથી ત્યાં આ પ્રકારની શાળાઓ ખોલવામાં આવશે

જેથી એ સ્તરના વિદ્યાર્થીઓને ખાસ લાભ થશે. જીલ્લા સ્તરેથી પણ આ પ્રકારની દરખાસ્ત રાજય સરકારને મળી છે અને રાજય સરકાર પણ હવે મોટા પાયે સરકારી સ્કુલોની જે ઈમેજ છે તે બદલવા જઈ રહી છે. રાજયમાં હાલ 33000 સરકારી શાળાઓ છે જેમાં 98% ગુજરાતી મીડીયમની છે જયારે સ્થાનિક કોર્પોરેશન આ પ્રકારે ઈંગ્લીશ મીડીયમની શાળાઓ ચલાવે છે પણ તે અત્યંત મર્યાદીત જ છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ તથા સુરત મહાપાલિકા 106 ઈંગ્લીશ મીડીયમ શાળાઓ ચલાવે છે. સરકાર જીલ્લા તથા તાલુકા શાળામાં હાલ જે સ્કુલો ચાલે છે

ત્યાં જ તેનું ઈંગ્લીશ મીડીયમમાં રૂપાંતર કરશે અને તે મુજબ નવા શિક્ષકોની ભરતી કરશે તથા તે મુજબનું ઈન્ફ્રાસ્ટ્રકચર સુધારશે. રાજયના અલગ અલગ જીલ્લાઓમાંથી આ પ્રકારની શાળાઓ માટે માંગ આવી છે જેમાં સૌથી વધુ અરવલ્લી જીલ્લાની માંગ છે જેમાં 12 શાળાઓ ઈંગ્લીશ મીડીયમ માટે જરૂરી હોવાનું જણાવ્યું છે. મહેસાણામાં સાત, ડાંગમાં છ સ્કુલોની માંગ છે. રાજય સરકારની એ તૈયારી પાછળ એક મહત્વનું કારણ છે. કોવિડના કારણે લાખો કુટુંબોને મોટી અસર થઈ છે અને સેલ્ફ ફાયનાન્સ શાળાઓની વિદ્યાર્થીઓ સરકારી શાળાઓમાં એડમીશન લઈ રહ્યા છે પણ તેની સામે ઈંગ્લીશ મીડીયમની શાળાઓ પુરતી નથી.

જો કે સરકારને આ માટે યોગ્ય લાયકાત ધરાવતા શિક્ષકો મેળવવા મોટો પડકાર છે. સરકારી શિક્ષકોની નોકરીમાં વળતર સારુ છે પણ સરકા હાલ કોન્ટ્રાકટ ધોરણે શિક્ષકોને રાખવા માંગે છે જે મળે કે કેમ તે પ્રશ્ન છે. સરકારનો ઈરાદો કોવિડથી મુશ્કેલીમાં મુકાયેલા ઈંગ્લીશ મીડીયમ સેલ્ફ ફાયનાન્સના મોટી સંખ્યાના વિદ્યાર્થીઓ જે રીતે ડ્રોપઆઉટ થયા છે. તેઓને ફરી શિક્ષણમાં જોડવાનો છે. તેઓને સામાન્ય ફીથી ઈંગ્લીશ મીડીયમનું શિક્ષણ મળે તે જોવા માંગે છે. એક અંદાજ મુજબ 5 લાખ જેટલા વિદ્યાર્થીઓ ઈંગ્લીશ મીડીયમની શાળાઓ છોડી છે અને 2021માં 2.82 લાખ વિદ્યાર્થીઓએ ઈંગ્લીશ મીડીયમ ભણતર છોડયું છે તેઓને તાત્કાલીક ફરી શાળામાં જોડવા જરૂરી છે. જેથી તેઓ ઉચ્ચ શિક્ષણથી વંચિત રહી જાય નહી.

Related posts

દિલ્હીથી જમ્મુ-કાશ્મીર, મહારાષ્ટ્ર અને પંજાબમાં કોરોનાની તેજ રફતાર

saveragujarat

માનનીય રેલ અને કાપડ રાજ્યમંત્રી દર્શના જરદોશ દ્વારા વિડીયો લિંક દ્વારા પશ્ચિમ રેલવેની પ્રથમ ભારત ગૌરવ ટ્રેનનો શુભારંભ

saveragujarat

હત્યાના કેસમાં આજીવન કારાવાસથી ઓછી સજા આઇપીસી ૩૦૨ની વિપરીત : સુપ્રીમ

saveragujarat

Leave a Comment