Savera Gujarat
તાજા સમાચારભારત

દુર્ગા પૂજાના અવસર પર કટ્ટરપંથીઓએ બાંગ્લાદેશમાં દુર્ગા પૂજા પંડાલ અને મૂર્તિઓને તોડી નાંખી…

બાંગ્લાદેશમાં દુર્ગા પૂજાના અવસર પર કટ્ટરપંથીઓએ કેટલાંય પૂજા પંડાલો પર હુમલો કરીને મૂર્તિઓની તોડફોડ કરી છે. બાંગ્લાદેશ હિન્દુ યુનિટી કાઉન્સિલે ટ્વીટ કરી આ અંગેની માહિતી આપી. ટ્વીટમાં કહ્યું કે 13 ઑક્ટોબર 2021, બાંગ્લાદેશના ઇતિહાસમાં એક નિંદનીય દિવસ હતો.

આઠમના દિવસે મૂર્તિ વિસર્જનના અવસર પર કેટલાંય પૂજા મંડપોમાં તોડફોડ કરાઇ. હિન્દુ હવે પૂજા મંડપોની રખેવાળી કરી રહ્યા છે. આજે આખી દુનિયા ચુપ છે. માં દુર્ગા પોતાના આશીર્વાદ દુનિયાના તમામ હિન્દુઓ પર બનાવી રાખે. કયારેય માફ ના કરે.

પરિષદે ટ્વીટમાં કહ્યું કે બાંગ્લાદેશમાં સારા મુસલમાન હજી જીવતા છે આથી અમે જીવતા છીએ. એ તમામ મુસલમાનોનો આભાર જે હિન્દુઓની સાથે ઉભા રહ્યા.

અમે ઇસ્લામનું પણ સમ્માન કરીએ છીએ. અમને કુરાનથી પણ પ્રેમ છે. ઇસ્લામ કયારેય તેનું સમર્થન કરતું નથી. હિન્દુ એકતા પરિષદે કહ્યું કે અમે બાંગ્લાદેશમાં અમારા મુસ્લિમ ભાઇઓની સાથે સદ્ભાવથી રહેવા માંગીએ છીએ.

બાંગ્લાદેશમાં વિદ્યાર્થી લીગે એક પ્રેસ રિલીઝ રજૂ કરીને પોતાના નેતાઓ અને કાર્યકર્તાઓને પૂજા મંડપમાં રહેવા માટે કહ્યું છે. આ સંબંધમાં બાંગ્લાદેશના ધાર્મિક મંત્રાલયે પણ નિવેદન રજૂ કર્યું છે. મંત્રાલયે તમામને શાંતિ અને સદ્ભાવ બનાવી રાખવાની અપીલ કરી છે.

પરિષદે ગુરૂવારના રોજ ટ્વીટ કરતાં કહ્યું કે અમે એક ટ્વીટમાં બતાવી શકતા નથી કે છેલ્લાં 24 કલાકમાં શું થયું. બાંગ્લાદેશના હિન્દુઓએ કેટલાંક લોકોનો અસલી ચહેરો જોયો. અમને ખબર નથી કે ભવિષ્યમાં શું થશે. પરંતુ બાંગ્લાદેશના હિન્દુઓ કયારેય 2021ની દુર્ગા પૂજા ભૂલશે નહીં #SaveBangladeshiHindus’. અફવાઓથી સ્થિતિ બગડી.

આની પહેલાં પરિષદે બુધવારના રોજ ટ્વીટ કરી કહ્યું હતું કે કુરાનના અપમાનની અફવાઓ ફેલાય રહી છે. તેના લીધે નાનુઆ દિઘી પારના પૂજા મંડલ પર હુમલો કરાયો. ત્યારબાદ એક નિવેદનમાં કહ્યું હતું કે અમે બધા મુસ્લિમ ભાઇઓને કહેવા માંગીએ છીએ કે અફવાઓ પર વિશ્વાસ ના કરે. અમે કુરાનનું સમ્માન કરીએ છીએ. કોઇ તોફાનો ભડકાવાનું ષડયંત્ર કરી રહ્યા છે. કુરાન અને દુર્ગા પૂજાને કોઇ સંબંધ નથી. નિષ્પક્ષ તપાસ થશે. કૃપયા કોઇ હિન્દુ કે મંદિર પર હુમલો ના કરે.

 

Related posts

યુવક યુ-ટ્યુબ જાેઇ રહ્યો હતો ને મોબાઇલમાં થયો વિસ્ફોટ

saveragujarat

જામનગર બીજેપીના વિધાનસભાના ઉમેદવારોએ ધર્મગુરુના આશિષ મેળવ્યા….

saveragujarat

કોંગ્રેસ પાર્ટીએ ગરીબી નહીં પણ ગરીબોને હટાવ્યા : અમિત શાહ

saveragujarat

Leave a Comment