Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારરાજકીય

કોંગ્રેસ પાર્ટીએ ગરીબી નહીં પણ ગરીબોને હટાવ્યા : અમિત શાહ

સવેરા ગુજરાત,નિઝર, તા.૨૦
આજે દેશના ગૃહમંત્રી અમિત શાહે નિઝર વિધાનસભામાં સભા સંબોધી હતી. તેમણે સભા સંબોધતા કહ્યું કે, ભલા માણસો હું દિલ્હીથી તમને મળવા આવ્યો છું અને પ્રચંડ અવાજથી ભારત માતા કી જય નો નારો બોલાવ્યો. ભાષણની શરૂઆતમાં તેમણે બધાનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે, મારા જીગરના ટુકડા જેવા યુવા મિત્રો, કંસરી માતા અને દેવલી માતા અને હનુમાનજીને પ્રણામ કરી મારી વાત મુકું છું.
ડો. ગામીતની જીત નિશ્ચિત છે અને નિઝરમાં કમળ ખીલવાનું છે. દરેક જગ્યાએ ભાજપના વિકાસની યાત્રા આગળ વધી છે. હું તો વર્ષોથી આ વિસ્તારમાં આવું છું કોગ્રેસિયાઓ બોર્ડ લગાવે છે કામ બોલે છે અરે ભાઈ ૧૯૯૦થી તમે સત્તામાં નથી તો ક્યાં કામ બોલે છે. આનાથી જુઠી પાર્ટી મે જાેઈ નથી. પહેલા લાઈટ આવતી ન હતી નરેન્દ્રભાઈએ ૨૪ કલાક વીજળી પહોચાડી છે. નરેન્દ્રભાઈ દિલ્હીમાં અને અહીં આપણી સરકાર આપણે વિકાસ માંગવા નહીં જવું પડે.
આઝાદીના ૭૫ વર્ષ થયાં આ કોંગ્રેસએ રાષ્ટ્રપતિ આદિવાસી બનાવ્યા નથી પરંતુ ભાજપે આદિવાસી રાષ્ટ્રપતિ બનાવ્યા. આપણા સંવિધાનમાં આદિવાસીઓ માટે એક જાેગવાઈ મુકવામાં આવી હતી. બજેટનો હિસ્સો ફાળવવાનો હતો પરંતુ કોંગ્રેસ નહોતી ફાળવતી. કોંગ્રેસ વિકાસની વાત કરે છે ભાઈ તમારા સમયમાં એક હજાર કરોડ બજેટ આદિવાસી માટે હતું અને અત્યારે ૧ લાખ કરોડ રૂપિયા છે. વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત ૭ લાખ પરિવારની આવક બમણી થઈ છે.
નિઝરમાં હું કન્યા કેળવણી માટે આવ્યો હતો. ૨૦૨૪ પહેલા દરેક ઘરને શુદ્ધ પાણી મળશે. ૧૩ લાખ એકરની જમીનના માલિક બનાવ્યા છે. વિકાસના કામોના નિર્માણની વાત કરી છે. ૧ લાખ ૪૩ હજાર ખેડૂતોને ૬ હજાર ખાતામાં આપ્યા છે. અહીં અનેક સમસ્યા હતી એનું નિરાકરણ ભાજપની સરકારે કર્યું.
૯૫૦ કરોડના ખર્ચે પીવાના પાણીનું કામ શરૂ થયું. વ્યારા સુગર માટે ૩૦ કરોડનું બજેટ ફાળવ્યું છે થોડા સમયમાં સુગર ચાલુ થઈ જશે. ૧ તારીખે કમળનું બટન દબાવીને ડો. ગામીતને વિધાનસભામાં મોકલવાના છે.૩૭૦ની કલમને કોંગ્રેસ પોતાના ખોળામાં પંપારી પંપારીને રાખતા હતા. નરેન્દ્રભાઈએ બંધારણમાંથી કલમને ઉખાડી ફેંકી દીધી. કોંગ્રેસએ સમયે હાઈ તોબા કરતા હતા. મારી સામે ઊભા થઈ કહેતા હતા ૩૭૦ નહીં હટાવો, લોહીની નદીઓ વહેશે. એવું મને કહેતા હતા અરે રાહુલ બાબા લોહીની નદી છોડો કોઈ કાંકરી નથી ઉડાવી શકતા. કોંગ્રેસની સરકારમાં આલિયા માલિયા ઘુસી જતા હતા પાકિસ્તાન સામે કોઈ ત્યારે આંખ ઉંચી કરતું નહોતું. પાકિસ્તાન ભૂલી ગયું હતું કે મોની બાબા મનમોહન સિંહ વડાપ્રધાન નથી નરેન્દ્રભાઈ વડા પ્રધાન છે. કોંગ્રેસએ ગરીબીને નહીં પણ ગરીબોને હટાવ્યા. કોંગ્રેસ પાર્ટીએ સત્તાનો ઉપભોગ કરવાનું કામ કર્યું છે. નિઝરથી આ કમળને વિધાનસભામાં મોકલશો.

Related posts

ઈડર ના કાનપુર ગામે જંગલમાં મંગલ કરતું અનોખુ ઉદાહરણ , કાનપુર ગામના સ્મશાન માં જોવા મળ્યું.

saveragujarat

૩૧૦ હિટ એન્ડ રનમાંથી એક પણ કેસમાં ધરપકડ નહીં

saveragujarat

પોલીસ અને કોંગ્રેસના કાર્યકર્તા વચ્ચે ઘર્ષણ:ગાંધીનગરમાં હાર્દિક સહીત કાર્યકરો ની અટકાયત

saveragujarat

Leave a Comment