Savera Gujarat
તાજા સમાચારભારતરમત ગમત

કોલકાતા નાઈટ રાઈડર્સ સામે દિલ્હી કેપિટલ્સ 3 વિકેટ પર મેચ હારી જતા દિલ્હીના ખેલાડીઓ થયા ભાવુક, પૃથ્વી શો, પંત રડી પડ્યા…

કોલકાતા નાઈટ રાઈડર્સ એ બીજી ક્વોલિફાયર મેચમાં દિલ્હી કેપિટલ્સ ને 3 વિકેટે હરાવીને આઈપીએલની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ફાઈનલમાં તે મહેન્દ્ર સિંહ ધોનીની ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે થશે. કોલકાતા સામેની હાર બાદ દિલ્હીનો ઓપનર પૃથ્વી શો સહિતના ખેલાડીઓ દુઃખી થયા હતા. પૃથ્વી શો, રિષભ પંત સહિતા કેટલાક ખેલાડીઓ રડી પડ્યા હતા. પૃથ્વી શો ડ્રેસિંગ રૂમમાં એકલો રડતા જોવા મળ્યો હતો.

પૃથ્વી શો આ હારથી ખરાબ રીતે ભાંગી પડ્યો હતો. પૃથ્વી શોના શ્રેષ્ઠ મિત્ર શિખર ધવન પૃથ્વી પાસે આવ્યા અને તેને સંભાળવાની કોશિશ કરી હતી. છેલ્લી ઓવરમાં કોલકાતાને જીત માટે સાત રનની જરૂર હતી. રવિચંદ્રન અશ્વિન બોલિંગ પર હતો. અશ્વિને શાકિબ અલ હસન અને સુનીલ નારાયણને બે બોલમાં શૂન્ય પર આઉટ કરીને હેટ્રિકની તક બનાવી હતી. છેલ્લા બે બોલમાં કોલકાતાને જીત માટે છ રનની જરૂર હતી. રાહુલ ત્રિપાઠીએ એક સિક્સર ફટકારી મેચ પર કબ્જો કર્યો હતો.

KKRએ ટોસ જીતી દિલ્હીને પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું, જેમાં DCએ 20 ઓવરમાં માત્ર 135/5નો સ્કોર કર્યો હતો, જેના જવાબમાં એક સમયે એકતરફી થયેલી મેચને જીતવા માટે કોલકાતાની આંખોમાં પાણી આવી ગયાં હતાં. જોકે રાહુલ ત્રિપાઠીએ છેલ્લી ઓવરના પાંચમા બોલ પર સિક્સ મારી KKRને મેચ જિતાડી હતી. આ મેચ પછી પૃથ્વી શો અને કેપ્ટન પંત સહિત મોટા ભાગના ખેલાડીઓ મેદાન પર ભાવુક થવાથી લઈને કાર્તિકનો ફિલ્ડિંગ દરમિયાન કોડવર્ડ લીક થયો હતો.

Related posts

અમદાવાદના છારોડી ખાતે “મોદી શૈક્ષણીક સંકુલ”નું લોકાર્પણ

saveragujarat

ભણવું છે….ભણાવવું છે… તો આ રીતે કઈ રીતે ભણે ગુજરાત ઉપર આકાશ નીચે ધરતી વચ્ચે ભણતા બાળકો,વિકાસની પોલ ખુલી ઝૂંપડામાં ભણવા મજબુર ધનસુરાના જાલમપુર ગામના બાળકો

saveragujarat

આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારોની ૧૪મી યાદી જાહેર

saveragujarat

Leave a Comment