Savera Gujarat
તાજા સમાચારભારતમનોરંજન

ડ્રગ્સ કેસમાં સંડોવાયેલા આર્યન ખાન ને દશેરા જેલમાં જ મનાવવા પડશે, 20 ઓક્ટોબરે કોર્ટ આપશે ચુકાદો

મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ પાર્ટી કેસમાં શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને દશેરા આ વખતે જેલમાં જ મનાવવા પડશે. આર્યનની જામીન અરજી પર ગુરુવારે વધુ સુનાવણી હાથ ધરાઈ હતી અને ચુકાદો 20 ઓક્ટોબર સુધી અનામત રાખવામાં આવ્યો છે. ડ્રગ્સ કેસમાં આર્યન ખાનની 3 ઓક્ટોબરના રોજ ધરપકડ કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં આ કેસમાં 20 લોકોની ધરપકડ કરાઈ છે.

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ આર્યન ડ્રગ્સ ખરીદતો હોવાનો આરોપ લગાવ્યો છે. આર્યનના વકીલે દાવો કર્યો હતો કે રેડ દરમિયાન તેના ક્લાયન્ટ પાસેથી ડ્રગ્સ મળ્યું નથી. સુનાવણી દરમિયાન એનસીબી તરફથી એડિશનલ સોલિસિટર જનરલે જણાવ્યું હતું કે, આર્યન ખાનની વોટ્સએપ ચેટથી ફલિત થયું હતું કે ડ્રગ્સ કેસા તાર આંતરાષ્ટ્રીય સ્તરે જોડાયેલા હોવાની આશંકા છે.

જજ વીવી પાટિલે આર્યન ખાનની જામીન અરજી પરનો ચુકાદો 20 ઓક્ટોબર સુધી અનાત રાખ્યો હતો. જજે જણાવ્યું કે દશેરા બાદ 20 ઓક્ટોબરના તેઓ ચુકાદો આપવા પ્રયાસ કરશે. ત્યાં સુધી આર્યન ખાનને જેલમાં રહેવું પડશે.

જામીન અરજી પરની સુનાવણી દરમિયાન આર્યનના વકીલ અમિત દેસાઈએ દલીલ કરતા જણાવ્યું હતું કે, વોટ્સએપ ચેટ એક્સટ્રા જ્યુડિશયલ કન્ફેશન હોવાથી તે નબળો પુરાવો છે. આના કારણે બાળકની આઝાદી પર તરાપ ના મારવી જોઈએ. કોર્ટ તેની સમક્ષ તપાસમાં હાજર રહેવાની શરત મુકી શકે છે. વકીલે અંતે જણાવ્યું હતું કે આર્યન ખાન ગુનાઈત ઈતિહાસ નથી ધરાવતો.
અગાઉ મેજિસ્ટ્રેટ કોર્ટે ડ્રગ્સ કેસમાં આર્યન ખાન, મુનમુન ધામેચા અને અર્બાઝ મર્ચન્ટને જામીન આપવા ઈન્કાર કરી દીધો હતો.

Related posts

આઝાદી અમૃત મહોત્સવ અંતર્ગત જમ્મુ-કાશ્મીરથી નિકળેલી BSF જવાનોની સાયકલ યાત્રાનું ગુજરાતમાં ભવ્ય સ્વાગત કરાયું

saveragujarat

જીવનમાં કામ સિવાય ઘણું બધું છેઃ બિલ ગેટ્‌સ

saveragujarat

સુરત ,માવતર” લગ્ન સમારોહની દીકરીઓની માતા તેમજ સાસુ અને ગંગા સ્વરૂપ બહેનોને ૬ દિવસના અયોધ્યા પ્રવાસ

saveragujarat

Leave a Comment