Savera Gujarat
તાજા સમાચારભારત

પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહની સારા સ્વાસ્થય માટે PM મોદીએ કરી પ્રાર્થના, કેન્દ્રીય આરોગ્ય મંત્રી માંડવિયાએ રૂબરૂ પૂછ્યા ખબર અંતર…

વડા પ્રધાન નરેન્દ્ર મોદી એ પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહ  ના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી. તેમણે ટ્વિટ કરીને લખ્યું, હું ડો મનમોહન સિંહજીના સારા સ્વાસ્થ્ય અને જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું.

આ દરમ્યાન, કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા પૂર્વ વડાપ્રધાન અને કોંગ્રેસના નેતા ડો. મનમોહન સિંહને મળવા AIIMS પહોચ્યા હતા, આપણે જણાવી દઈએ કે ડો. મનમોહન સિંહને ગઈ કાલે દિલ્હીની એઇમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે.

પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહની તબિયત મંગળવારે અચાનક બગડી ગઈ હતી. તેને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી અને સતત છાતીમાં દબાણ રહેવાની ફરિયાદ હતી. તેમને તાત્કાલિક અસરથી ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS) ના CN ટાવરમાં દાખલ કરવામા આવ્યાં છે, જ્યાં તેમની સારવાર કરવામાં આવી રહી છે. AIIMS ડો.મનમોહન સિંહની તપાસ માટે મેડિકલ બોર્ડ બનાવી રહી છે, જેનું નેતૃત્વ AIIMSના ડોક્ટર રણદીપ ગુલેરિયા કરશે.

મનમોહન સિંહ પણ આ વર્ષે 19 એપ્રિલે કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા. તેમને AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને હળવો તાવ આવ્યા બાદ તપાસમાં કોરોના વાયરસથી ચેપ લાગ્યો હતો. ભૂતપૂર્વ વડાપ્રધાને 4 માર્ચ અને 3 એપ્રિલે કોરોના રસીના બે ડોઝ લીધા હતા. ડો.મનમોહન સિંહ કોંગ્રેસના વરિષ્ઠ નેતા છે અને હાલમાં રાજસ્થાનથી રાજ્યસભાના સભ્ય છે. તેઓ 2004 થી 2014 સુધી દેશના વડાપ્રધાન હતા. 2009 માં તેમણે AIIMS માં બાયપાસ સર્જરી કરાવી હતી.

ડો. મનમોહન સિંહ, જે ભારતના 14 મા વડાપ્રધાન હતા, તેઓ એક વિચારક અને વિદ્વાન તરીકે જાણીતા છે. તેમનો જન્મ અવિભાજિત ભારતના પંજાબ પ્રાંતના એક ગામમાં 26 સપ્ટેમ્બર 1932 ના રોજ થયો હતો. તેમણે વર્ષ 1948 માં પંજાબ યુનિવર્સિટીમાંથી મેટ્રિક પૂર્ણ કર્યું. તે પછી તેમણે યુકેની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી આગળનું શિક્ષણ મેળવ્યું.

Related posts

“બિટ પ્લાસ્ટિક વેસ્ટ” થીમ અંતર્ગત ‘‘વિશ્વ પર્યાવરણ દિવસ’’ની ઉજવણીકરાઇ

saveragujarat

સુરક્ષા બળોની સતર્કતાથી હુમલો ટળ્યો, પુલવામામાં ૩૦ કિલોે આઇઇડી જપ્ત કર્યું

saveragujarat

બાંગ્લાદેશ સામે ઈશાન કિશને ફટકારી સૌથી ઝડપી ડબલ સેન્ચુરી

saveragujarat

Leave a Comment