Savera Gujarat
તાજા સમાચાર
Otherકરંટ અફેયરતાજા સમાચારભારતરમત ગમત

બાંગ્લાદેશ સામે ઈશાન કિશને ફટકારી સૌથી ઝડપી ડબલ સેન્ચુરી

નવીદિલ્હી, તા.10
ડાબા હાથના ઓપનિંગ બેટર ઈશાન કિશને બાંગ્લાદેશ વિરુદ્ધ ઈતિહાસ રચી દીધો છે. છેલ્લી વન-ડેમાં તેણે બેવડી સદી ફટકારી છે. આ કમાલ કરનારો તે દુનિયાનો સાતમો અને ભારતનો ચોથો બેટર બન્યો છે. એકવાર સેટ થયા બાદ ઈશાન ખતરનાક બનતો ગયો હતો. મેદાનના દરેક ખૂણે ઈશાને ચોગ્ગા-છગ્ગા ફટકાર્યા હતા.
એવો કોઈ બાંગ્લાદેશી બોલર નહોતો જેની ધોલાઈ ઈશાને ન કરી હોય. તેણે 50 બોલમાં ફિફટી, 85 બોલમાં સદી, 103 બોલમાં 150નો આંકડો પૂર્ણ કર્યા બાદ તેણે 126 બોલમાં પોતાની ડબલ સેન્ચુરી પૂર્ણ કરી હતી.
આ ઐતિહાસિક બેવડી સદીમાં ઈશાન કિશને માત્ર ચોગ્ગા-છગ્ગાની જ 150થી વધુ રન બનાવ્યા હતા. પોતાની આ ઈનિંગ દરમિયાન તે એક પછી એક રેકોર્ડ બનાવતો ગયો હતો. હવે તે બાંગ્લાદેશ વિરુદ્ધ સૌથી વધુ રન બનાવનારો ભારતીય બેટર બની ગયો છે. પહેલાં આ રેકોર્ડ વિસ્ફોટક વિરેન્દ્ર સેહવાગના નામે હતો જેણે 2011 વર્લ્ડકપમાં મીરપુરના મેદાન ઉપર 175 રન બનાવ્યા હતા.
ઈશાન કિશન પહેલાં રોહિત શર્મા સૌથી વધુ ત્રણવાર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સદી બનાવી ચૂક્યો છે. રોહિત ઉપરાંત સચિન તેંડુલકર, વીરેન્દ્ર સેહવાગ, ક્રિસ ગેઈલ, માર્ટિન ગપટીલ અને ફખર જમાનના નામે પણ વન-ડે ક્રિકેટમાં બેવડી સદી છે.
સૌથી પહેલાં ક્રિકેટના ભગવાન કહેવાતાં સચિન તેંડુલકરે આફ્રિકા વિરુદ્ધ 2010માં આ ચમત્કાર કર્યો હતો. વીરેન્દ્ર સેહવાગ બીજા, રોહિત શર્મા ત્રીજા નંબરે આવે છે. વન-ડે ક્રિકેટની અંતિમ ડબલ સેન્ચુરી 2018માં આવી હતી. જ્યારે પાકિસ્તાનના ફખર જમાંને ઝીમ્બાબ્વે વિરુદ્ધ અણનમ 210 રન બનાવ્યા હતા.
ભારત-બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહેલી ત્રીજી વન-ડે મેચમાં ટીમ ઈન્ડિયા બાંગ્લાદેશી ખેલાડીઓને ઔકાત બતાવી દીધી હોય તેવી રીતે દરેક બોલરની બેફામ ધોલાઈ કરી નાખી છે. ઈશાન કિશને બેવડી સદી બનાવ્યા બાદ વિરાટ કોહલીએ પણ શાનદાર સદી બનાવી છે. કોહલીએ 1214 દિવસ બાદ વન-ડે ફોર્મેટમાં સદી બનાવી છે.
આ સાથે જ ટીમ ઈન્ડિયાનો સ્કોર હાલ આ લખાઈ રહ્યું છે ત્યારે 48.5 ઓવરમાં સાત વિકેટે 405 રન થઈ ગયો છે. ટોસ હારીને પહેલાં બેટિંગ કરતાં ટીમ ઈન્ડિયાએ શિખર ધવનની વિકેટ માત્ર 3 રનમાં ગુમાવી દીધી હતી. જો કે આ પછી કોહલી અને ઈશાન કિશને મળીને સ્કોરને 305 રન સુધી પહોંચાડ્યો હતો. આ વેળાએ ઈશાન કિશનની વિકેટ પડી જતાં એક શાનદાર ભાગીદારીનો અંત આવ્યો હતો.

Related posts

ગુજરાતની ચૂંટણી અંતર્ગત કોંગ્રેસની રણનિતી ઘડવા ગુરુવારે અશોક ગેહલોત ગુજરાત આવશે

saveragujarat

Ukraine-Russia War:- યુક્રેનના રાષ્ટ્રપતિનો બેહદ ભાવુકતા સાથે વિડીયો સામે આવ્યો છે, કહે છે હું અને મારા પત્ની-બાળકો દુશ્મનનો નંબર વન ટાર્ગેટ છીએ,પણ અમે ગદ્દાર નથી

saveragujarat

શેરબજારમાં બે તરફી વધઘટે સાવચેતીનું માનસ : ડ્રીમ ફોલ્કનું લીસ્ટીંગ, 55 ટકા કમાણીથી ઈન્વેસ્ટરો ખુશ

saveragujarat

Leave a Comment