Savera Gujarat
તાજા સમાચારભારતરાજકીય

શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ રાજ્યમાં ધો. 1થી 5ના વર્ગો શરૂ કરવા મામલે લીધો મહત્વનો નિર્ણય, જાણો ક્યારથી થશે શરૂ ?

રાજ્યમાં ધોરણ 1થી 5 ના વર્ગો શરૂ કરવાને લઇને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. રાજ્યમાં ધો. 6થી12 બાદ હવે ધો. 1થી 5ના વર્ગખંડો શરૂ કરવાને લઇને લોકોને પ્રશ્નો થઇ રહ્યાં હતાં. ત્યારે તમને જણાવી દઇએ કે, રાજ્યમાં બુધવારના રોજ મળેલી કેબિનેટ બેઠકમાં આ અંગે ચર્ચા કરાઇ હતી. જેમાં શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, ‘ધો. 1થી5ના વર્ગખંડનું શિક્ષણ દિવાળી બાદ શરૂ કરવામાં આવશે.’

ઉલ્લેખનીય છે કે, ધો. 1થી5માં આશરે 48 લાખ બાળકો હોવાનું શિક્ષણ વિભાગના સૂત્રોનું કહેવું છે. અત્રે નોંધનીય છે કે, ધો. 6થી8 અને ધો. 9થી 12ના વિદ્યાર્થીઓ સ્કૂલમાં જઈને શિક્ષણ મેળવી રહ્યાં છે જ્યારે ધો. 1થી5માં અભ્યાસ કરતાં બાળકો માર્ચ-2020થી ઘરે બેઠાં જ ઓનલાઇન શિક્ષણ મેળવી રહ્યાં છે.

આવી સ્થિતિમાં ધો. 6થી8ના વર્ગો 2જી સપ્ટેમ્બરથી શરૂ કરાતા હવે સ્કૂલોને પુન:ધબકતી કરવા બુધવારે મળેલી કેબિનેટ બેઠકમાં મહત્વની ચર્ચા કરાઇ હતી. જીતુ વાઘાણીના કહેવા પ્રમાણે સ્કૂલો શરૂ કરવા માટે અમે તૈયાર છીએ. એટલે કે દિવાળી બાદ હવે ધો. 1થી5માં વર્ગખંડ શિક્ષણ શરૂ કરવાની વિચારણા છે.

 

Related posts

કેનેડામાં ભણવા માટે સરકાર ૪૨ લાખ સુધીની શિષ્યવૃત્તિ આપે છે

saveragujarat

વડાપ્રધાનનરેન્દ્રભાઈ મોદી ગુજરાતની ત્રિદિવસીય મુલાકાતે

saveragujarat

અમદાવાદ, : અયોધ્યમાં ભગવાન શ્રીરામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ રાજસ્થાન યુવા મંચ દ્વારા અક્ષત કળશ પૂજા, ભવ્ય આરતી અને ભજન કાર્યક્રમનું આયોજન કરાયું હતું.

saveragujarat

Leave a Comment