Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

“બિટ પ્લાસ્ટિક વેસ્ટ” થીમ અંતર્ગત ‘‘વિશ્વ પર્યાવરણ દિવસ’’ની ઉજવણીકરાઇ

સવેરા ગુજરાત,સાબરકાંઠા, તા.૫
સાબરકાંઠા જિલ્લાના ઈડર ના વીરપુર ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ ધીરજભાઈ પટેલની  અધ્યક્ષતામાં ‘‘વિશ્વ પર્યાવરણ દિવસ’’ તેમજ મિશન લાઈફની સામૂહિક ગતિશીલતાની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ધીરજભાઈ પટેલે જણાવ્યું હતું કે, જળવાયુ પરિવર્તન એ વૈશ્વિક ચિંતાનું કારણ બન્યું છે.  ત્યારે વધતા જતા શહેરીકરણની સાથે સાથે વનીકરણ પણ વધારીને સમતોલન સ્થાપવું જરૂરી છે. શહેરમાં બનતા નવા આવાસો સાથે વૃક્ષો વાવવા અનુરોધ કર્યો હતો. તેમજ આ વર્ષે “બિટ પ્લાસ્ટિક વેસ્ટ” થીમ પર પર્યાવરણ દિન ઉજવાઈ રહ્યો છે ત્યારે પ્લાસ્ટિકનો કચરો ક્યારેય જ્યાં ત્યાં ન ફેંકવા પ્રતિજ્ઞા લેવી જાેઈએ. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ગ્રીન ગ્રોથ એટલે કે ‘‘પર્યાવરણ પ્રિય વિકાસ’’ની રાજ્ય સરકારની નેમ છે. ગુજરાતમાં ૨૨ સાંસ્કૃતિક વનો તેમજ અનેક જગ્યાએ ‘‘નમો વડ વન’’ તૈયાર કરવામાં આવ્યા છે. તેમજ આજે વાવેલ વૃક્ષોનું સમગ્ર વર્ષ જતન કરવા અપીલ કરી હતી.આ પ્રસંગે કલેકટર નૈમેશ દવે એ ઉદબોધન કરતા કહ્યું હતું કે, પર્યાવરણને લગતા કાયદાઓના અમલીકરણ સાથે આપણી જીવનશૈલીમાં પર્યાવરણલક્ષી ફેરફાર કરીએ તો જ પર્યાવરણનું જતન શક્ય બનશે. ગ્લોબલ વોર્મિંગ ના કારણે બરફના પહાડો ઓગળી રહ્યા છે દરિયાઈ સપાટીમાં વધારો થઈ રહ્યો છે જેના કારણે આવનારા ભવિષ્યમાં દરિયા કિનારે વસતા મોટા શહેરો અને દેશો પાણીમાં ઘરકાવ થઈ જવાનો ખતરો ઊભો થઈ રહ્યો છે. જેનો  એકમાત્ર ઉપાય ઘનિષ્ઠ વનીકરણ જ છે. વધુમાં તેમણે જણાવ્યું કે વિશ્વમાં ૩૧% વિસ્તાર વન છે. જ્યારે આપણા દેશમાં ૨૪.૫ ટકા વિસ્તાર માં જંગલો છે જ્યારે ગુજરાતમાં ૧૧.૪૬% વિસ્તારમાં જંગલોનું પ્રમાણ છે માટે મહત્તમ વૃક્ષોનું જતન કરવું એ આપણી નૈતિક ફરજ છે. સાંસદ દિપસિંહ રાઠોડએ આ પ્રસંગે વૃક્ષો વાવી, પાણી બચાવીને સૌને પર્યાવરણની જાળવણીની ફરજ બજાવવા તેમજ વડાપ્રધાન ના પ્લાસ્ટિક મુક્ત ભારતના આહવાન સ્વીકારી પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરી તેના બદલે કાપડની બેગનો ઉપયોગ કરવા અપીલ કરી હતી.આ પ્રસંગે શાળાના વિધાર્થીઓના પર્યાવરણ બચાવ પર દોરવામાં આવેલ ચિત્ર સ્પર્ધાના વિજેતાઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. મહાનુભવોના હસ્તે વૃક્ષારોપણ કરી ગામના જળસંચય અભિયાન અંતર્ગત ગામના તળાવને ઉંડુ કરવાની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા, જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન શંકરભાઈ બેગડીયા, ઈડર તાલુકા પંચાયતના  હર્ષાબેન વણકર, નાયબ વન સંરક્ષક સામાજિક વનીકરણ પટેલ, નાયબ વન સંરક્ષક હર્ષ ઠક્કર, રિલાયન્સ ફાઉન્ડેશન ના જયરામભાઈ દેસાઈ ગામના સરપંચ ધર્મિષ્ઠાબેન અન્ય અધિકારીઓ તેમજ શાળાના વિદ્યાર્થીઓ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.

Related posts

અમદાવાદ પશ્ચિમના સાંસદની અધ્યક્ષતામાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વિકાસ માટે રાષ્ટ્રીય સ્તરે સંગઠનની રચના કરવામાં આવશે

saveragujarat

ગુજરાતમાં હવે કમલમ ફળની ખેતી કરનારા થઈ જશે માલામાલ

saveragujarat

કેદારનાથ પાસે હેલિકોપ્ટર દુર્ઘટના : 6ના મોત

saveragujarat

Leave a Comment