Savera Gujarat
તાજા સમાચારભારત

જાણો કોણ છે એ અધિકારી જેણે લાલુ પ્રસાદ યાદવને જેલમાં પહોંચાડ્યા અને આજે નિયુક્ત થયા PM મોદીના સલાહકાર તરીકે, અમિત ખરે વિષેની રસપ્રદ માહિતી…

માનવ સંસાધન અને સૂચના પ્રસારણ મંત્રાલયમાં સેક્રેટરી નું પદ સંભાળી ચૂકેલા IAS અધિકારી અમિત ખરેને મંગળવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સલાહકારના રૂપમાં નિમણુક કરવામાં આવી છે. તેઓ 1985 બેન્ચના IAS અધિકારી છે. ખરે 30 સપ્ટેમ્બરે સેક્રેટરી (ઉચ્ચ શિક્ષા) પરથી રિટાયર થયા હતા,ત્યાર બાદ તેમને આ મહત્ત્વની જવાબદારી સોંપવામાં આવી છે.

એક આદેશમાં કહેવામાં આવ્યું છે કે, મંત્રીમંડળની નિયુક્ત સમિતિએ પ્રધાનમંત્રી કાર્યાલયમાં પીએમના સલાહકારના રૂપમાં નિયૂક્તિની મંજૂરી આપવામાં આવી છે. ખરેને બે વર્ષ માટે કરારના આધારે નિયૂક્ત કરવામાં આવ્યા છે. આ સાથે પુન:નિયુક્તિને લઈને કેન્દ્ર સરકારના તમામ નિયમો હજુ લાગુ કરવામાં આવ્યા નથી.

અમિત ખરેની ઓળખ એક સ્વચ્છ અને સક્ષમ અધિકારી તરીકેની છે. તેમણે ન માત્ર પીએમ મોદીના નિર્દેશમાં રાષ્ટ્રીય શિક્ષા નીતિ 2020ને દિશા આપી પરંતુ ડિજિટલ મીડિયા નિયમોના સંબંધમાં સૂચના અને પ્રસારણ મંત્રાલયમાં મહત્ત્વપૂર્ણ બદલાવ લાવવામાં પણ મહત્ત્વની ભૂમિકા નિભાવી. પૂર્વ કેબિનેટ સેક્રેટરી પીકે સિન્હા અને પૂર્વ સચિવ અમરજીત સિન્હાના આ વર્ષે સલાહકારના રૂપમાં પીએમઓ છોડ્યા બાદ તેઓ પ્રધાનમંત્રી કાર્યાલયમાં સામેલ થયા છે.

ખરેની ક્ષમતા અત્યંત પારદર્શિતા સાથે સ્પષ્ટ નિર્ણય લેવાની પણ છે. તેઓ પીએમ મોદી હેઠળના કેટલાક એવા સેક્રેટરીમાના એક હતા જેમણે એક સમયમાં માનવ સંસાધન વિકાસની સાથે સાથે સૂચના અને પ્રસારણ મંત્રાલયમાં ઉચ્ચા શિક્ષા અને સ્કૂલ વિભાગનું નેતૃત્વ કર્યું હતું. બિહાર-ઝારખંડ કેડરના 1985 બેન્ચના IAS અધિકારી ખરેએ ડિસેમ્બર 2019માં શિક્ષા મંત્રાલય(ઉચ્ચ શિક્ષા વિભાગ)માં સચિવનું પદ સંભાળ્યું હતું. તેમની નિમણૂકના થોડા જ સમયની અંદર રાષ્ટ્રિય શિક્ષા નીતિ 2020ને કેબિનેટ દ્વારા 29 જૂલાઈ 2020માં મંજૂરી આપવામાં આવી.

અમિત ખરે તે સમયે પણ ચર્ચામાં આવ્યા હતા,જે સમયે ચારા કૌંભાંડનો પર્દાફાશ થયો હતો. તેમણે ચાઈબાસા ડેપ્યૂટી કમિશનર પદ પર રહેતા સમયે ચારા કૌભાંડમાં FRI નોંધી હતી, જે પછી આ ઘટનાએ વેગ પકડ્યો. પછી આ કેસમાં એક બાદ એક ઘણા નેતા અને અધિકારીઓ ફસાતા ગયા, જેમા પૂર્વ મુખ્ય મંત્રી લાલુ પ્રસાદ યાદવનું નામ પણ સામેલ હતું. જેમા લાલુ પ્રસાદને જેલ પણ થઈ હતી.

Related posts

દીકરીને સાપનો ભારો કહેવતને ખોટી ઠેરવતી મોડાસાની દીકરી

saveragujarat

ઓખા અને બેટ-દ્વારકાને જોડતા નવનિર્મિત સુદર્શન સેતુનું પીએમ મોદીના હસ્તે કરાયું લોકાર્પણ

saveragujarat

અમદાવાદ ઓઢવ પોલીસનો સપાટો: વિદેશી દારૂના જંગી જથ્થા સાથે આરોપીને ઝડપયો

saveragujarat

Leave a Comment