Savera Gujarat
તાજા સમાચારભારતરાજકીય

આજે CM ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે કેબિનેટ બેઠકનું આયોજન કરાયું, આ મુદ્દાઓ પર થશે વિગતવાર ચર્ચા…

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે મંત્રીમંડળની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાન, તહેવારો પર કોવિડ -19 ની માર્ગદર્શિકાનું પાલન, 100 દિવસની કામગીરીનું લક્ષ્ય તેમજ તેના પર ચર્ચા થશે. આ સિવાય કોરોના રસીકરણ અંગે પણ ચર્ચા કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ સાથે, તમને જણાવી દઈએ કે ગુજરાત રાજ્યને આ વર્ષે મગફળીની મોટી આવક થઈ છે. ગુજરાતમાં ખેડૂતોને તેમના ઉત્પાદનોના આર્થિક રક્ષણ અને પોષણક્ષમ ભાવ મળે તે માટે રાજ્ય સરકાર ટેકાના ભાવે ખરીદી કરી રહી છે. રાજ્ય સરકારે ચાલુ વર્ષ 2021-22માં ટેકાના ભાવે મગફળી ખરીદવાની યોજના બનાવી છે. આ અંતર્ગત રાજ્યના તમામ જિલ્લાઓમાં મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે.

1-10-2021થી VCE મારફતે ગ્રામ્ય કક્ષાએ અને APMC માં તાલુકા કક્ષાએ ઓનલાઇન નોંધણી શરૂ કરવામાં આવી છે. બીજી બાજુ, સરકારે આ વર્ષે મગફળી ઉત્પાદકોની સંખ્યા 11 દિવસ લંબાવી છે જેથી તેઓ ઓનલાઇન રજીસ્ટ્રેશનનો લાભ મેળવી શકે. સરકારે સમયમર્યાદા વધારી છે. ખેડૂતો હવે 1-10-2021 થી 31-10-2021 સુધી ઓનલાઈન નોંધણી કરાવી શકશે.

રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળી એકત્ર કરવામાં આવી છે. બેડી માર્કેટયાર્ડમાં મોટી સંખ્યામાં ખેડૂતો મગફળી સાથે પહોંચ્યા છે. ખેડૂતોને 950 થી માંડીને 1250 સુધીના સારા ભાવ મળતા જોવા મળ્યા, જેના કારણે બેડી માર્કેટિંગ યાર્ડમાં મગફળીની 28 હજાર ગુણીની આવક થઈ છે. પરંતુ તેલ બજારના ભાવમાં સુધારો જોવા મળ્યો નથી. આજે પણ તેલ માર્કેટમાં મગફળીના એક ડબ્બાનો ભાવ 2500 થી વધુ છે.

હિંમતનગર માર્કેટીંગ યાર્ડમાં મગફળીની આવક થઇ. આવતીકાલ માટે અત્યારથી 400 થી વધુ ટ્રેક્ટર લાઇનમાં હતા. વરસાદના ડરથી ખેડૂતો બજારમાં પહોંચ્યા. મગફળીના ટેકાના ભાવ કરતાં વધુ ભાવ મળીરહ્યા છે.

ગુજરાતમાં આ વર્ષે ચોમાસુ જૂનના ત્રીજા સપ્તાહમાં બેસી ગયું હતું. પરંતુ છૂટાછવાયા વરસાદને કારણે મગફળીનું વાવેતર જુલાઈના ત્રીજા સપ્તાહ સુધી ચાલુ રહ્યું. આ વર્ષે ગુજરાતમાં ૧૯.૧૦ લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું છે. જુલાઈમાં સામાન્ય વરસાદ થયો હતો પરંતુ ઓગસ્ટમાં વરસાદ ન પડતા કેટલાક વિસ્તારોમાં મગફળીના પાકને નુકસાન થયું હતું. જોકે સપ્ટેમ્બરમાં સારા વરસાદ સાથે પાકના ઉત્પાદનમાં સુધારો થવાની શક્યતા છે. પ્રથમ એડવાન્સ અંદાજ મુજબ ગુજરાતમાં મગફળીનું ઉત્પાદન આ વર્ષે અંદાજે 40 લાખ ટન થવાનો અંદાજ છે. જ્યારે સમગ્ર દેશમાં 82.54 લાખ ટન ઉત્પાદન થવાનો અંદાજ છે.

Related posts

દેશના વિકાસમાં સુરતનો ડાયમંડ ઉદ્યોગ ખૂબ અગત્યનો

saveragujarat

એમડી ડ્રગ્સ પર અમદાવાદ પોલીસની સર્જીકલ સ્ટ્રાઇક

saveragujarat

રાજયના ૬૧૩ તાલુકા કોર્ટોમાં ફરજ બજાવતા સરકારી વકીલોનો ૧૨ જને પરિસંવાદ યોજાશે

saveragujarat

Leave a Comment