Savera Gujarat
તાજા સમાચારભારતરાજકીય

દિવાળીના તહેવારો દરમ્યાન હવે વતન જવું થશે આસાન, ST વિભાગે શરૂ કરી “આપ કે દ્વાર” યોજના જાણો શું છે આ યોજના ?

દિવાળીના તહેવારોમાં મોટી સંખ્યામાં લોકો ઘરે જાય છે. મુસાફરોને કોઈ અસુવિધા ન થાય તે માટે એસટી નિગમે 29 ઓક્ટોબરથી 4 નવેમ્બર સુધી એસટી “આપ કે દ્વારે” યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ, જેઓ 51 સીટનું ગ્રુપ બુકિંગ કરે છે તેમને કોર્પોરેશન દ્વારા તેમની સોસાયટીમાંથી લઈ જવામાં આવશે અને નોનસ્ટોપ બસ સેવા દ્વારા તેમના ગામ સુધી પહોંચાડવામાં આવશે.

પરિવારના સભ્યોને તે રૂટ પર 5 ટકા ડિસ્કાઉન્ટ મળશે – ઓનલાઈન ગ્રુપ બુકિંગ તેમજ રિટર્ન ટિકિટ પર 10 ટકા ડિસ્કાઉન્ટ મળશે. ઉલ્લેખનીય છે કે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાંથી મોટી સંખ્યામાં લોકો અમદાવાદ અને સુરત જેવા શહેરોમાં રહે છે. એસટી નિગમે જરૂરિયાત મુજબ નિયમિત બસો ઉપરાંત માંગ મુજબ વધારાની બસો દોડાવવાનો નિર્ણય કર્યો છે જેથી તેઓ દિવાળી દરમિયાન સુરક્ષિત અને સરળતાથી ઘરે પહોંચી શકે.

ઉલ્લેખનીય છે કે લોકો દિવાળી વેકેશન મનાવવા માટે ઘરે જાય છે. અને, દિવાળીના તહેવાર દરમિયાન એસટી બસો અને રેલવે સ્ટેશનો પર ખાસ ભીડ રહે છે. આ પરિસ્થિતિને દૂર કરવા માટે એસટી વિભાગ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી મુસાફરોની સુવિધામાં વધારો થાય અને બસ સ્ટેશન પર ભીડને ઓછી કરી શકાય. મુસાફરોની સુવિધા માટે લેવાયેલો નિર્ણય ખરેખર પ્રશંસનીય છે.

Related posts

વસ્તી વધારવા જૈન સમાજનું અનોખું અભિયાન રૂા. ૧૦ લાખની ઓફર બીજા-ત્રીજા સંતાનના જન્મ બાદ સમાજ ૧૮ વર્ષ સુધી આપશે રૂપિયા

saveragujarat

બે દિવસીય હડતાળને પગલે ૧૮ હજાર કરોડનું કલીયરીંગ અટવા

saveragujarat

રાજ્યકક્ષાના યોગ દિવસ કાર્યક્રમમાં અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ૭પ૦૦થી વધુ નાગરિકો યોગમય બનશે ઃ ભૂપેન્દ્ર પટેલ અને મંત્રી હર્ષ સંઘવી સહભાગી થશે

saveragujarat

Leave a Comment