Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારતરાજકીય

રાજ્યકક્ષાના યોગ દિવસ કાર્યક્રમમાં અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ૭પ૦૦થી વધુ નાગરિકો યોગમય બનશે ઃ ભૂપેન્દ્ર પટેલ અને મંત્રી હર્ષ સંઘવી સહભાગી થશે

 

સવેરા ગુજરાત, ગાંધીનગર તા. ૧૫
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી આગામી ર૧મી જૂને ઉજવાનારા આંતરરાષ્ટ્રિય યોગ દિવસની ઉજવણીના કાર્યક્રમોને આખરી ઓપ આપવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને આ હેતુસર ઉચ્ચસ્તરીય બેઠક ગાંધીનગરમાં યોજવામાં આવી હતી. આ વર્ષના આંતરરાષ્ટ્રિય યોગ દિવસની મુખ્ય થીમ ‘યોગ ફોર હ્યુમેનિટી’ ‘માનવતા માટે યોગ’ રાખવામાં આવેલી છે. આંતરરાષ્ટ્રિય યોગ દિવસની રાજ્યકક્ષાથી લઇને જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય સ્તરની ઉજવણીમાં અંદાજે સવા કરોડ લોકોને યોગમય બનાવી આ દિવસની ઉજવણી કરવા રાજ્ય સરકારે સુદ્રઢ આયોજન કર્યુ છે. આ સમગ્ર આયોજનની તલસ્પર્શી છણાવટ તથા સંબંધિત તંત્રવાહકોને જરૂરી માર્ગદર્શન મુખ્યમંત્રીશ્રીએ આ બેઠકમાં આપ્યું હતું. મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, પંચાયત, મહેસૂલ, આરોગ્યના તથા મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ, પ્રવાસન, પ્રાથમિક શિક્ષણ અને રમત-ગમતના અગ્ર સચિવો સહિત ગુજરાત યોગ બોર્ડના અધ્યક્ષ શીશપાલજી અને સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાતના સચિવ સહિત વરિષ્ઠ અધિકારીઓ આ બેઠકમાં સહભાગી થયા હતા.
યોગ દિવસે રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતીમાં યોજાવાનો છે. કેન્દ્રીય નાણાં રાજ્યમંત્રીશ્રી અને રાજ્યના રમત-ગમત મંત્રી હર્ષ સંઘવી પણ આ રાજ્યકક્ષાના કાર્યક્રમમાં જાેડાશે. લગભગ ૭પ૦૦ થી વધુ લોકો આ કાર્યક્રમમાં યોગ માટે જાેડાશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વિશ્વ યોગ દિવસના કાર્યક્રમોમાં વર્ચ્યુયલ ઉપસ્થિત રહી પ્રેરણાદાયી સંબોધન કરશે તેનું જીવંત પ્રસારણ યોગ દિવસની ઉજવણીના તમામ સ્થળોએ કરાશે. આઝાદી કા અમૃત મહોત્સવ-સ્વતંત્રતાના ૭પ વર્ષ અંતર્ગત આ વર્ષનો વિશ્વ યોગ દિવસ ગુજરાતમાં કુલ ૭પ આઇકોનીક સ્થળોએ પણ ઉજવવામાં આવશે તેમ બેઠકમાં રમત-ગમત અગ્ર સચિવ શ્રી અશ્વિની કુમારે વિસ્તૃત વિગતો આપતાં જણાવ્યું હતું.
રાજ્યમાં મોઢેરા સૂર્યમંદિર અને અંબાજી મંદિર સહિત ૧૭ ધાર્મિકસ્થળો, દાદા હરિની વાવ અને દાંડી સ્મારક સહિત ૧૮ ઐતિહાસિક સ્થાનો, કચ્છના રણ સહિત રર પ્રવાસન ધામો, માનગઢ હિલ અને સાપુતારા હિલ સહિત ૧૭ કુદરતી સૌન્દર્ય ધામો અને સાયન્સસિટી ખાતે આ દિવસે સામુહિક યોગ સાધના કાર્યક્રમ થવાના છે. રાજ્યનાં અન્ય મહાનગરોમાં યોગદિવસની ઉજવણી ભાવનગરના જવાહર ગ્રાઉન્ડ, જામનગરના રણમલ તળાવ, રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ, વડોદરામાં લક્ષ્મીવિલાસ પેલેસ અને સુરતના વનીતાઆશ્રમ ખાતે કરવામાં આવશે. આ વર્ષે યોગ ને પ્રવાસન સાથે જાેડીને રાજ્યના પ્રવાસનને પણ વેગ આપવાનું આયોજન રાજ્ય સરકારે કરેલું છે તેની વિગતો તેમણે આપી હતી. રાજ્યમાં યોગદિવસની ઉજવણી જિલ્લા કક્ષાએ, તાલુકા કક્ષાએ, નગરપાલિકા કક્ષાએ તેમ જ શાળાઓ, આઈ.ટી.આઈ., આરોગ્ય કેન્દ્રો, પોલીસ સ્ટેશન અને જેલ ખાતે પણ કરવામાં આવશે. જિલ્લાદીઠ ૩૦૦૦ લોકો સહિત અંદાજે ૯૯૦૦૦ લોકો જિલ્લા કક્ષાની ઉજવણીમાં ભાગ લેશે. અમદાવાદનું શાંતિગ્રામ અદાણી, કચ્છનું સફેદ રણ, મહેસાણાનો ધરોઈ ડેમ અને નર્મદાના સ્ટેચ્યુ ઓફ યુનિટી વગેરે આઈકોનિક સ્થળો ખાતે જિલ્લા કક્ષાની ઉજવણી થશે. તાલુકા કક્ષાની ઉજવણીમાં તાલુકાદીઠ ૫૦૦ લોકો સહિત અંદાજે ૧,૨૫,૫૦૦ લોકો ભાગ લેશે.
ગામ દીઠ ૨૫ લોકો યોગદિવસની ઉજવણીમાં જાેડાશે. તેથી કુલ ૪,૫૫,૬૫૦ લોકો ગ્રામીણ કક્ષાની ઉજવણીમાં જાેડાશે. શિવરાજપુર બીચ અને કચ્છનું નાનું રણ આ બે આઈકોનિક સ્થળોએ તાલુકા કક્ષાની ઉજવણી થશે. રાજ્યની ૪૫,૦૦૦ પ્રાથમિક શાળાના ૮૪,૬૫,૦૦૦ વિદ્યાર્થીઓ તેમ જ ૩,૨૩,૦૦૦ શિક્ષકો યોગદિવસની ઉજવણીમાં જાેડાશે.

Related posts

અમદાવાદનો કિન્નર સમુદાય લોકશાહીના મહાપર્વમાં એકજૂથ થઇને મતદાન કરવા ઉત્સુક

saveragujarat

હાર્દિકે પોતાને રૂદ્રાક્ષની માળા, તલવાર અને કટાર સમો ગણાવ્યો

saveragujarat

રાષ્ટ્રીય રસીકરણ દિવસની ઉજવણીની સાથે ૧૨ થી ૧૪ની વયજૂથના ૬૦,૦૦૦ જેટલા બાળકોને આવરી લેવાશે

saveragujarat

Leave a Comment