Savera Gujarat
તાજા સમાચારભારતરાજકીય

સોમનાથ મંદિર ને લઈને ભક્તો માટે આવ્યા સૌથી મોટા સમાચાર, ટ્રસ્ટ દ્વારા લેવામાં આવ્યો આ મોટો નિર્ણય…

વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મહાદેવના દર્શનને લઈને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. એટલે કે હવેથી સોમનાથ મહાદેવના દર્શન માટે પાસ વ્યવસ્થા ફરજીયાત નથી રહી. ભક્તો સીધા લાઇનમાં જ ઉભા રહીને ભગવાનના દર્શન કરી શકશે. અત્રે ઉલ્લેખનીય છે કે કોરોનાના સમયમાં એક વર્ષ અને બે મહિનાના સમયગાળા માટે પાસ સિસ્ટમ ફરજિયાત બનાવવામાં આવી હતી. પરંતુ હવે જ્યારે કોરોનાના કેસો ધીરે ધીરે ઘટી રહ્યા છે, તેથી મહાદેવના દર્શન માટે પાસ લીધા વગર પણ, દરેક લોકો દર્શન કરી શકશે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાતમાં કોરોનાના વધુ 18 નવા કેસ સામે આવ્યા છે. બીજી બાજુ, રવિવારે એક જ દિવસમાં 8.58 લાખ કોરોનાની રસી આપવામાં આવી હતી. આ સાથે, કુલ રસીકરણ હવે 6.50 કરોડને પાર થઈ ગયું છે.

છેલ્લા ૨૪ કલાક દરમિયાન સૌથી વધુ નવા કેસ અમદાવાદ-સુરત માંથી 6 , વલસાડમાં 4 અને વડોદરામાંથી 2 કેસ નવા નોંધાયા છે. તે જ સમયે, કુલ કેસોની સંખ્યા હવે વધીને 8,26,139 થઈ ગઈ છે અને કોરોનાથી કુલ મૃત્યુઆંક 10,086 છે. છેલ્લા 24 કલાકમાં 17 દર્દીઓ કોરોનામાંથી સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,15,872 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે અને રિકવરી રેટ હજુ 98.76 % છે.

રાજ્યમાં હાલમાં 183 એક્ટિવ કેસ અને પાંચ દર્દીઓ વેન્ટિલેટર પર છે. સુરત 61, અમદાવાદ 47, વલસાડ 34 સૌથી વધુ એક્ટિવ કેસ ધરાવતા જિલ્લા છે. રવિવારે કુલ 8,58,029 ને રસી આપવામાં આવી હતી. રાજ્યમાં અત્યાર સુધી, કુલ 4.34 કરોડ ને પ્રથમ ડોઝ અને બંને ડોઝ 2.16 કરોડ દ્વારા લેવામાં આવ્યા છે. રસીકરણ કરનારાઓમાં, 3.55 કરોડ પુરુષો અને 2.95 કરોડ સ્ત્રીઓ છે.

Related posts

શ્રી મુક્તજીવન સ્વામીબાપા પ્રાથમિક શાળા, મોખાસણનું લોકાર્પણ કરતા શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજ

saveragujarat

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ માતા હીરાબાના આશીર્વાદ લીધા

saveragujarat

આઈટી હાર્ડવેર સેક્ટર માટે ૧૭ હજાર કરોડની પ્રોડક્શન-લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમને મંજૂરી

saveragujarat

Leave a Comment