Savera Gujarat
તાજા સમાચારભારતવિદેશ

હવે બ્રિટનમાં કોવિશિલ્ડ લીધેલા ભારતીયોને નહી રહેવું પડે સોમવારથી ક્વોરોન્ટાઇન

ભારતમાં કોવિશીલ્ડ રસી લઇને યુકે જતાં ભારતીયોએ હવે ક્વોરન્ટાઇન થવાની જરુર નહીં પડે. ભારત સરકારના કડક વલણ પછી બ્રિટન સરકારે પીછેહટ કરતાં મહત્વની જાહેરાત કરાઈ છે.. બ્રિટિશ સરકારે જણાવ્યું છે કે, 11 ઓક્ટોમ્બરથી કોવિશીલ્ડ કે યુકેની મંજૂરી મેળવેલી અન્ય કોઇ પણ કોરોના વેક્સીન લેનારા ભારતીયોએ ક્વોરન્ટાઇન નહીં થવુ પડે. ઓક્ટોબરની શરુઆતમાં જ ભારતે પણ નિયમ લાગૂ કરતાં બ્રિટિશ નાગરિકો માટે ફરજિયાત ક્વોરન્ટાઇન થવાનો આદેશ આપ્યો હતો.

ભારતમાં બ્રિટિશ રાજદૂત એલેક્સ એલિસે ટ્વીટ કરી જણાવ્યું છે કે, કોવિશીલ્ડ કે યુકે સરકાર દ્વારા મંજૂરી અપાયેલી અન્ય કોરોના રસીના બંને ડોઝ લઇ ચૂકેલા ભારતીય મુસાફરોને દેશમાં ક્વોરન્ટાઇન કરવામાં આવશે નહીં. આ આદેશ 11 ઓક્ટોબરથી યુકે જતાં ભારતીયો પર લાગૂ થશે.

આ સાથે જ બ્રિટન સરકારે ભારત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. બ્રિટન રાજદૂત એલેક્સે કહ્યું કે ગત મહિનાથી સહયોગ આપવા માટે ભારત સરકારનો આભાર.ઉલ્લેખનીય છે કે, હાલમાં ભારત અને બ્રિટિશ સરકાર પરસ્પર ક્વોરન્ટાઇન નિયમોને લઇને આમને-સામને આવી ગઇ હતી. બ્રિટન સરકારે ભારતની વેક્સીનને મંજૂરીને માન્ય ના ગણતાં યુકે જતાં ભારતીય નાગરિકોને ફરજિયાત ક્વોરન્ટાઇનનો નિયમ લાગૂ કર્યો હતો.

આ મુદ્દે ભારત સરકારે પણ દેશમાં આવતાં બ્રિટિશ નાગરિકો માટે સખત કાયદા લાગૂ કર્યા હતા. જેમાં 4 ઓક્ટોબરથી લાગુ કરેલા નિયમો મુજબ ભારત આવતાં બ્રિટિશ નાગરિકોએ 72 કલાક પહેલા RT-PCR રિપોર્ટ લાવવાનું ફરજિયાત કર્યું હતું. સરકારના કડક વલણ પછી બ્રિટિશ સરકાર નરમ પડતાં ભારતીય નાગરિકો માટે નિયમો હળવા કર્યા હતા.

Related posts

સગાઈ તૂટ્યા બાદ યુવકની પાછળ પડી હતી પૂર્વ ફિયાન્સી

saveragujarat

ઢોર અને હોડીના વીમાનો ફટાફટ નિકાલ થશે : ર્નિમલા સીતારમણ

saveragujarat

સેના મણિપુરમાં એક દિવસમાં શાંતિ સ્થાપી શકે છે : રાહુલ

saveragujarat

Leave a Comment