Savera Gujarat
તાજા સમાચારવિદેશ

માત્ર 12 કલાકમાં ઈટલીમાં 30 ઈંચ વરસાદ, ઓમાનમાં વાવાઝોડા સાથે વર્ષા…

સમગ્ર યુરોપમાં કયારેય ન થયો હોય તેવો અતિભારે અને ભયાનક વરસાદ ઈટલીમાં નોંધાયો છે.માત્ર 12 કલાકનાં સમયગાળામાં 30 ઈંચ વરસાદ ખાબકયો હતો. બીજી તરફ જયાં ભાગ્યે જ વરસાદ થાય છે તેવા ઓમાનમાં પણ વાવાઝોડા સાથે વરસાદ ખાબકયો છે.ફ્રાંસની સરહદ પાસેનાં ઈટાલીનાં ઉતર પશ્ર્ચિમી ભાગોમાં અતિ ભયાનક વરસાદ ખાબકયો હતો તેને પગલે સંખ્યાબંધ સ્થળોએ પુર અને ભેખડ ઘસી પડવા જેવી શ્રેણીબદ્ધ દુર્ઘટનાઓ સર્જાઈ હતી. કુદરતી સૌદર્ય અને સુંદરતાથી ભરપુર દરીયાઈકાંઠાથી વિશ્ર્વભરનાં વિખ્યાત ઈટલીનો જેનોવા પ્રદેશ કુદરતી આફતનો શિકાર બન્યો હતો.

ધીમી ગતિએ આગળ ધપેલા ચક્રાવાતે અનેક ભાગોને ખેદાનમેદાન કરવા સાથે અતિભારે વરસાદ વરસાવ્યો હતો. મિલાનથી 100 કી.મી. દુરના રોસીગલીઓન શહેરમાં તો 36 કલાકમાં 37 ઈંચ વરસાદ નોંધાયો હતો.સીએટલ જેવા ક્ષેત્રમાં સમગ્ર સીઝનમાં 36 ઈંચ જેટલો વરસાદ થતો હોય છે. તેની સામે માત્ર 36 કલાકમાં 33 ઈંચ વરસાદ થયો હતો. લંડન જેવા શહેરમાં 15 માસમાં આટલો વરસાદ થતો હોય છે.

ઈટલીમાં તોફાની વરસાદથી પુર-ભેખડ પડવાની ઘટનાઓને પગલે ડઝનબંધ લોકોને બચાવવામાં આવ્યા હતા પુલ તૂટી પડયો હતો. મોટાપાયે રાહત બચાવ કામગીરી કરવામાં આવી હતી.
ઈટલીમાં ભારે વરસાદ અસામાન્ય ઘટના નથી દર વર્ષે સરેરાશ 50 ઈંચથી વધુ વરસાદ થાય છે.પરંતુ આ વખતે ચક્રાવાતને કારણે માત્ર 12 કલાકમાં 30 ઈંચ વરસાદ ખાબકતા સમગ્ર યુરોપનો આ રેકોર્ડ થયો છે.એક ગામમાં માત્ર એક કલાકમાં સાત ઈંચ વરસાદ થયો હતો.

Related posts

મુખ્યમંત્રીએ રાજ્યમાં વૃક્ષાચ્છાદિત વિસ્તાર વધારવાના સંકલ્પ સાથે અંબાજીમાં ૧૦ હજાર રોપાઓના વાવેતર સાથેના વન કવચનું લોકાર્પણ કર્યુ

saveragujarat

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબા પંચભૂતમાં થયા વિલિન

saveragujarat

પોલીસ જરૂરીયાતમંદ લોકોને રૂ. ૩.૪૫ કરોડથી વધુ રકમની લોન અપાવશે

saveragujarat

Leave a Comment