Savera Gujarat
રાજકીય

ગુજરાતમાં પંચાયત વિભાગમાં 16,400 જગ્યાઓ પર થશે ભરતી, સરકારી નોકરીનો મોટો અવસર

ગાંધીનગર: રાજ્યમાં ભૂપેન્દ્ર પટેલની સરકાર આવ્યા બાદ એક પછી એક નવી જાહેરાત કરવામાં આવી રહી છે. સરકારે મોટા પાયે ભરતીની જાહેરાત કરી છે. રાજ્ય સરકારના પંચાયત વિભાગમાં 16,400 ખાલી જગ્યાઓ ભરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના પંચાયત મંત્રી બ્રિજેશ મેરજાએ જાહેરાત કરી છે કે પંચાયત વિભાગમાં 16,400 ખાલી જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થશે. આગામી છ મહિનામાં ભરતી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે.
હાલમાં પંચાયત વિભાગની કુલ 16400 જગ્યાઓ ખાલી છે. ટુંક સમયમાં ભરતી કરવામાં આવશે. આગામી 6 મહિનામાં ભરતી પૂર્ણ થવાની ધારણા છે. અગાઉ જિલ્લા કક્ષાએ ભરતી થતી હતી પરંતુ હવે ભરતી પ્રક્રિયા નવેસરથી કરવામાં આવશે. જો જુનું ફોર્મ ભરવામાં આવે તો ફોર્મ ફી પરત કરવામાં આવશે.

રાજ્ય સરકારે 2018 માં પંચાયત વિભાગના તલાટી અને સિનિયર અને જુનિયર ક્લાર્કની જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા રદ કરવાનો નિર્ણય કર્યો છે. આ તલાટી અને સિનિયર અને જુનિયર ક્લાર્કની ભરતી પ્રક્રિયા નવી ભરતી સાથે જોડવામાં આવશે.

આ ભરતી પ્રક્રિયા ગુજરાત સેવા પસંદગી મંડળ દ્વારા કરવામાં આવશે. જેમાં જૂના ઉમેદવારોને પણ લાભ આપવામાં આવશે. મંત્રી બ્રિજેશ મેરજાએ એમ પણ કહ્યું છે કે ઉમેદવારો દ્વારા છેલ્લી વખત ભરાયેલા ભરતી ફોર્મ માટે ફી પરત કરવામાં આવશે.

પંચાયતો રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાની અધ્યક્ષતામાં જિલ્લા વિકાસ અધિકારીઓ (DDO) ની બેઠક યોજાઇ હતી. તેમાં મેરજાએ જાહેરાત કરી, કોન્ફરન્સમાં જિલ્લાના વિકાસ કામો અને ગ્રામ પંચાયત વિકાસ યોજનાઓ અંગે ચર્ચા કરવામાં આવી, પંચાયત સાથે કામ કરતા અધિકારીઓની વીડિયો કોન્ફરન્સ દ્વારા એક બેઠક યોજવામાં આવી. જેમાં ગ્રામ પંચાયતો દ્વારા કરવામાં આવેલ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.

Related posts

મોડાસા ખાતે જીલ્લા કક્ષાનો એપ્રેન્ટીસ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું

saveragujarat

રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટીનું રાષ્ટ્રને સમર્પણ અને પ્રથમ પદાવીદાન સમારોહ કાર્યક્રમ યોજાયો.

saveragujarat

દિવાળીના તહેવારો દરમ્યાન હવે વતન જવું થશે આસાન, ST વિભાગે શરૂ કરી “આપ કે દ્વાર” યોજના જાણો શું છે આ યોજના ?

saveragujarat

Leave a Comment