Savera Gujarat
તાજા સમાચારભારતરાજકીય

મોડાસા ખાતે જીલ્લા કક્ષાનો એપ્રેન્ટીસ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું

નિવાસી અધિક કલેકટર પ્રદીપસિંહજી રાઠોડની ઉપસ્થિતીમાં ભરતી મેળાને ખુલ્લો મુકવામાં આવ્યો

નિકુલ પટેલ અરવલ્લી.

સમગ્ર ભારતમાં એપ્રેન્ટીસ ભરતી મેળા અન્વયે નિયામક, રોજગાર અને તાલીમ સંચાલિત આઈ.ટી.આઈ. મોડાસા ખાતે જીલ્લા કક્ષાનો એપ્રેન્ટીસ ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં અરવલ્લી જીલ્લાના નિવાસી અધિક કલેકટર પ્રદીપસિંહજી રાઠોડની ઉપસ્થિતીમાં આ ભરતી મેળાને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.જેમાં અરવલ્લી જીલ્લાના અંદાજીત ૧૫ એકમોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.જેમના ધ્વારા અંદાજે ૪૫ એપ્રેન્ટીસ માટેની જગ્યા મેળવવામાં આવી.આ એપ્રેન્ટીસની જગ્યાઓ સંપૂર્ણ ભરાય તે હેતુસર અંદાજીત ૨૦૦ થી ૨૫૦ ઉમેદવારોને કે જેઓએ ડીપ્લોમાં, ગ્રેજ્યુએટ, બી.ઈ., બી.ટેક તથા આઈ.ટી.આઈ. પાસ કરેલ હતું તેમને જાણ કરવામાં આવી હતી.આ સદર ભરતી મેળામાં નોકરીદાતાઓ ધ્વારા તેમની જરૂરિયાત મુજબ ઉમેદવારોના ફોર્મ ભરાવી લાયકાત મુજબની જગ્યા માટે ઉમેદવારોની પસંદગી કરવામાં આવી હતી.

પસંદગી પામેલ ઉમેદવારોને એપ્રેન્ટીસ એક્ટ હેઠળ ભરતી કરાર કરવામાં આવ્યો.એકમને કેન્દ્ર સરકારની NAPS તેમજ રાજ્ય સરકારની MATS સહાય વિષે પણ માહિતી આપવામાં હતી. સમગ્ર બાબતોથી સંસ્થાના આચાર્ય એસ.કે.ઠક્કરએ એકમના પ્રતિનિધિઓને અવગત કર્યા હતા. નિવાસી અધિક કલેકટર એ આવેલા તમામ ઉમેદવારોને સદર એપ્રેન્ટીસ ભરતી મેળા અન્વયે પ્રોત્સાહક પ્રસંગને અનુરૂપ ઉદબોધન કર્યું હતું તેમજ શુભેચ્છાઓ પાઠવી હતી. ઉમેદવારો માટે ઈન્ટરવ્યુની બેઠક વ્યવસ્થા તેમજ એકમના પ્રતિનીધીઓની કામગીરીની પણ નિવાસી અધિક કલેકટરએ નિહાળી હતી. આ કાર્યક્રમમાં મોડાસા નગર પાલિકાના ચીફ ઓફિસર તેમજ જીલ્લા ઉદ્યોગ કેન્દ્રના આસી.કમિશ્નર હાજર રહ્યા હતા. સંપૂર્ણ કાર્યક્રમમાં કોરોના ગાઈડલાઈન્સનું ચુસ્તપણે પાલન કરવામાં આવ્યું હતું.

Related posts

તાલિબાન મહિલાઓને ક્રિકેટ રમવાની મંજૂરી નહીં આપે તો અફઘાનિસ્તાનની પુરુષ ટીમ સામેની મેચ પણ રદઃ ઓસ્ટ્રેલિયા

saveragujarat

ઈડર-વડાલી હાઈ વે પર જૈન સાધ્વીજી ને નડ્યો અકસ્માત

saveragujarat

વાવ થરાદમાં જાહેર કરેલા ૫૦૦ કરોડ ગૌશાળાને ન ચૂકવાતા ગૌભક્તો ઉપવાસ આંદોલન પર

saveragujarat

Leave a Comment