Savera Gujarat
તાજા સમાચારભારતરાજકીય

શું તમે રાજ્યમાં બનેલા નવા મંત્રીમંડળના મંત્રીઓની ક્રાઈમ કુંડળી વિષે જાણો છો ?

નવી ભાજપ સરકારમાં કુલ 25 મંત્રીઓમાંથી સાત મંત્રીઓ એવા છે કે જેમની સામે પોલીસ ચોપડે ગુના નોંધાયેલા છે. એટલું જ નહીં, જીતુ ચૌધરી પર કલમો તથા ગંભીર ગુનાઓનો આરોપ નોંધાયેલા છે. નવા મંત્રીમંડળમાં
કુલ 28 ટકા મંત્રીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.

મહારાષ્ટ્રમાં શિક્ષણ મંત્રી જીતુ વાઘાણ સામે ચેક બાઉન્સના કેસ નોંધાયા છે. વાહન વ્યવહાર -ઉડ્ડયન મંત્રી અરવિંદ રૈયાણી સામે હુમલો કરવા, શાંતિભંગ અને ગુનો કરવા માટે ઉશ્કેરવા બદલ પોલીસે કેસ નોંધ્યો છે. મહેસુલ અને કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી પણ આ મામલે બાકાત રહ્યા નથી.

જે મંત્રીઓના ગુનાઓ નોંધાયા છે તેમના નામ

(1) જામનગરના ધારાસભ્ય રાઘવજી પટેલ- 1 કેસ નોંધવામાં આવ્યો છે

(2) વડોદરાના ધારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદી- 1 કેસ નોંધવામાં આવ્યો છે

(3) ભાવનગરના ધારાસભ્ય જીતુ વાઘાણી – 4 કેસ નોંધાયા છે

(4) સુરતના ધારાસભ્ય હર્ષ સંઘવી- 3 કેસ અને 1 ગંભીર ગુનાનો કેસ નોંધાયેલો છે

(5) રાજકોટ પૂર્વ ધારાસભ્ય અરવિંદ રૈયાણી – 1 કેસ નોંધવામાં આવ્યો છે

(6) વલસાડના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી – 1 કેસ અને 1 ગંભીર ગુનો નોંધવામાં આવ્યો છે.

(7) પરમાર પ્રદિપભાઈ, ધારાસભ્ય, અસારવા, અમદાવાદ – 1 કેસ અને બે ગંભીર ગુના નોંધાયા છે.

 

Related posts

દાણીલીમડા અને જમાલપુરથી ૨૧ જુગારિયા ઝડપાઈ ગયા

saveragujarat

૭૫ મા પ્રજાસત્તાક દિવસે રાજભવનમાં ‘એટ હૉમ’નું આયોજન: રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ નાગરિકોને ગણતંત્ર દિવસની શુભેચ્છાઓ પાઠવી

saveragujarat

પંજાબ, હરિયાણા, દિલ્હી, યૂપી, બિહાર, ઝારખંડમાં ઠંડી વધશે

saveragujarat

Leave a Comment