Savera Gujarat
તાજા સમાચારભારતરાજકીય

હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 3 દિવસ વરસાદની આગાહી કરી , જાણો ક્યા જિલ્લામાં પડશે ધોધમાર વરસાદ…

અમદાવાદમાં ગઈકાલે રાત્રે ગાજવીજ સાથે ભારે વરસાદ પડયો હતો. મોડી રાત્રે શહેરમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદ પડ્યો હતો. શહેરમાં વરસાદી વાતાવરણ હજુ યથાવત છે. બોપલ, ઘુમા, સેલા, થલતેજ, એસજી હાઇવે, ચાંદખેડા, વેજલપુર, બાપુનગરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં ગઇકાલે રાત્રે ભારે વરસાદ પડ્યો હતો. અમદાવાદમાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે.

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. છેલ્લા 24 કલાકમાં 141 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી માહોલ સર્જાયો છે.

ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ઓછો વરસાદ પડ્યો છે. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે 54% ઓછો વરસાદ થયો છે. ગત વર્ષે 20 સપ્ટેમ્બરે 130 ટકા વરસાદ પડ્યો હતો. જ્યારે આ વર્ષે 20 સપ્ટેમ્બર સુધીમાં ફક્ત 76 % વરસાદ જ પડયો છે. મધ્ય ગુજરાતમાં હજુ પણ વરસાદની અછત છે. અત્યાર સુધીમાં રાજ્યના 102 જળાશયો 70 ટકા અને 51 ડેમ ઓવરફ્લો થઇ ચૂકયાં છે.

સપ્ટેમ્બરના પહેલા સપ્તાહમાં વરસાદમાં 50 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ સપ્ટેમ્બરના બીજા સપ્તાહમાં વરસાદ પડતાં 16 % જ ઘટ છે. મધ્ય ગુજરાતમાં હજુ પણ વરસાદની અછત છે. રાજ્યના 8 જિલ્લામાં હજુ પણ 40% વરસાદની અછત છે.

હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી કરી છે. પૂર્વ રાજસ્થાન અને પશ્ચિમ મધ્યપ્રદેશ વિસ્તારમાં લો-પ્રેશર સક્રિય હોવાથી આગામી 3 દિવસ દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં હળવાથી ભારે વરસાદ પડવાની સંભાવના છે.

રાજ્યમાં વર્તમાન વરસાદની સ્થિતિ પર નજર કરીએ તો ગુજરાતમાં 25.27 વરસાદ પડ્યો છે. ઉત્તર ગુજરાતમાં 17.32, દક્ષિણ ગુજરાતમાં 43.46, મધ્ય ગુજરાત, કચ્છમાં 21.53
13.42, સૌરાષ્ટ્રમાં 24.37 ઇંચ વરસાદ નોંધાયો છે.

Related posts

એસજી હાઈવેના તમામ ઓવરબ્રિજ પર કેમેરાનું અભેદ્ય સુરક્ષા કવચ ગોઠવાયું

saveragujarat

ઊંઝામાં નકલી જીરાની ફેક્ટરીને સીલ કરી દેવાઈ

saveragujarat

લોકસભા ચૂંટણીમાં વિપક્ષની સાથે ગઠબંધનની શક્યતા મમતાએ નકારી

saveragujarat

Leave a Comment