Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

ઊંઝામાં નકલી જીરાની ફેક્ટરીને સીલ કરી દેવાઈ

સવેરા ગુજરાત,મહેસાણા, તા.૧૯
નકલી વસ્તુઓ તૈયાર કરીને રૂપિયાવાળા બનવા માટે નવા-નવા પેંતરા કરવામાં આવતા હોય છે, આવી જ એક ઘટના ઊંઝામાં બની છે. ઊંઝા જીરા માટે પ્રખ્યાત છે અને અહીંના જીરુનો ગુજરાત સહિત દેશ-વિદેશમાં ઉપયોગ કરવામાં આવે છે. આવામાં અહીંથી એક એવું ગોડાઉન મળી આવ્યું છે કે જેમાં નકલી જીરું તૈયાર કરવાની ફેક્ટરી ચલાવવામાં આવી રહી હતી. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે પાડેલી રેડમાં મોટો ભાંડો ફુટ્યો છે અને લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. નકલી જીરું બનાવવા માટે જે પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવતો હતો તે લોકો માટે જીવલેણ સાબિત થઈ શકે છે. નકલી જીરું અંગે મહત્વની તપાસ કરવામાં આવી રહી છે.ઊંઝાના દાસજ પાસેથી એક ગોડાઉનની અંદર નકલી જીરું તૈયાર કરવામાં આવતું હતું તેનો ભાંડો ફૂટી ગયો છે. નકલી જીરું તૈયાર કરવા માટે સિમેન્ટનો પણ ઉપયોગ કરવામાં આવતો હતો. દાસજના મંગલમૂર્તિ નામના ૧૩ નંબરના ગોડાઉનમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે રેડ પાડીને નકલી જીરાનો જથ્થો કબજે કરી લીધો છે. નકલી જીરાનો જે જથ્થો મળ્યો છે તે લોકોની આંખો પહોળી કરી નાખે તેવો છે. આ સાથે જે રીતે જીવલેણ જીરું તૈયાર કરવામાં આવતું હતું તેની ખતરનાક પદ્ધતિનો પણ ખુલાસો થયો છે.ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે પાડેલા દરોડામાં કુલ ૪૮ બોરી જપ્ત કરવામાં આવી છે જેમાં કુલ ૩૩૬૦ કિલોગ્રામ જીરું ભરેલું હતું. નકલી જીરું જપ્ત કરીને ગોડાઉનને સીલ કરવામાં આવ્યું છે. આ ગોડાઉન જય દશરથભાઈ પટેલ નામના વ્યક્તિના નામે હોવાનું ખુલ્યું છે આ અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે.વધુ તપાસ માટે જીરાના સેમ્પલને લેબમાં ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા છે. વરિયાળીના ભૂસામાંથી નકલી જીરું તૈયાર કરવામાં આવતું હતું. વરિયાળીના ભૂસાને પ્રોસેસ કરીને તેના પર સિમેન્ટ અને ગોળનો ઢોળ ચઢાવવામાં આવતો હતો. આગામી દિવસોમાં આ તપાસમાં વધુ મહત્વના ખુલાસા થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

Related posts

ભારતનું બીજા નંબરનું ક્રુડતેલ સપ્લાયર બનતું રશિયા

saveragujarat

ડુંગળીની સાથે ખેડૂતોને બટાટાએ પણ રોવડાવ્યા

saveragujarat

સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવતા કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહ

saveragujarat

Leave a Comment