Savera Gujarat
કરંટ અફેયરતાજા સમાચારભારતમનોરંજન

બોલિવુડ અભિનેતા સોનુ સૂદની વધી મુશ્કેલી, આવકવેરા વિભાગે 20 કરોડની ટેક્સ ચોરી અને ખોટી લેવડદેવડનો લગાવ્યો આરોપ…

બોલિવુડ અભિનેતા સોનુ સૂદના ઘરે શુક્રવારે આવકવેરા વિભાગનો સર્વે પૂરો થયો હતો અને આજે એક ખૂબ જ મોટા સમાચાર સામે આવ્યા છે. એક અહેવાલ પ્રમાણે સોનુ સૂદ 20 કરોડ કરતા વધારે રૂપિયાની ટેક્સ ચોરીમાં સામેલ છે. આવકવેરા વિભાગના નિવેદન પ્રમાણે તપાસ દરમિયાન સતત 3 દિવસ તેમના મુંબઈ સ્થિત ઘરની તલાશી બાદ અભિનેતા 20 કરોડ કરતા વધારેની ટેક્સ ચોરીમાં સામેલ હોવાનું બહાર આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, 48 વર્ષીય સોનુ સૂદે તાજેતરમાં જ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી સાથે ગઠબંધનની જાહેરાત કરી હતી. ત્યાર બાદ જ તેમના ઘરે આવક વેરા વિભાગનો દરોડો પડ્યો હતો.

ટેક્સ ડિપાર્ટમેન્ટના કહેવા પ્રમાણે સોનું સૂદે વિદેશી દાનદાતાઓ પાસેથી વિદેશી યોગદાન (વિનિયમન) કાયદાના ઉલ્લંઘન દ્વારા એક ક્રાઉડફન્ડિંગ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને 2.1 કરોડ રૂપિયા પણ ભેગા કર્યા છે જે આ પ્રકારની લેવડ-દેવડને નિયંત્રિત કરે છે.

આ સાથે જ અભિનેતા અને તેના સહયોગીઓના પરિસરોમાં તલાશી દરમિયાન કરચોરી સંબંધિત આપત્તિજનક પુરાવાઓ મળ્યા છે. અભિનેતા દ્વારા અપનાવવામાં આવેલી મુખ્ય કાર્યપ્રણાલી દ્વારા અનેક લોકો પાસે બોગસ અસુરક્ષિત ઋણ સ્વરૂપે પોતાની બેહિસાબ આવકને રૂટ કરવામાં આવી છે.

અભિનેતાના બિન નફાકારી સોનુ સૂદ ચેરિટી ફાઉન્ડેશને ગત વર્ષે જુલાઈમાં કોવિડની પહેલી લહેર દરમિયાન આશરે 18 કરોડ કરતા વધારે રૂપિયાનું દાન મેળવ્યું હતું. ચાલુ વર્ષના એપ્રિલ મહિના સુધીમાં તેમાંથી 1.9 કરોડ રૂપિયા રાહત કાર્યમાં વાપરવામાં આવેલા અને બાકીના 17 કરોડ બિન નફાકારીના બેંક ખાતામાં વપરાયા વગર પડ્યા છે.

Related posts

શ્રી રણછોડરાયજી મંદિર વિવિધ આકર્ષક પતંગોથી શણગારવામાં આવેલ

saveragujarat

સેન્સેક્સમાં ૩૧૧, નિફ્ટીમાં ૧૦૦ પોઈન્ટનો કડાકો બોલાયો

saveragujarat

મહારાષ્ટ્ર : કરાડ રેલવે સ્ટેશન પરથી કિરીટ સોમૈયાની અટકાયત

Admin

Leave a Comment