Savera Gujarat
તાજા સમાચારભારતરાજકીય

કોંગ્રેસે ભાજપ પર કટાક્ષ કરતા કહ્યું, ‘મોટી સંખ્યામાં વેક્સિનેશન માટે માત્ર વડાપ્રધાનના જન્મદિવસની રાહ શા માટે જોવામાં આવી ?

પીએમ મોદીના જન્મ દિવસ નિમિત્તે ભારતમાં રેકોર્ડ બ્રેક કોરોના વેક્સીનના ડોઝ લોકોને અપાયા છે અને એક જ દિવસમાં 2.50 કરોડ કરતા વધારે લોકોને રસી મુકવામાં આવી છે.

વડાપ્રધાન મોદીના જન્મદિવસે અઢી કરોડ લોકોને વેક્સિન આપવાના રેકોર્ડ મુદ્દે કોંગ્રેસ દ્વારા ભાજપ પર કટાક્ષ કરવામા આવ્યો છે. કોંગ્રેસ નેતા પી. ચિદમ્બરમે કહ્યું કે,’મોટી સંખ્યામાં વેક્સિનેશન માટે માત્ર વડાપ્રધાનના જન્મદિવસની રાહ શા માટે જોવામાં આવી? માની લો કે જો વડાપ્રધાન મોદીનો જન્મદિવસ 31 ડિસેમ્બરે આવતો હોત તો શું વેક્સિનેશનના રેકોર્ડ માટે વર્ષના અંતિમ દિવસ સુધી રાહ જોવામાં આવતી.

ભાજપ શાસિત રાજ્ય- ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, ગુજરાત અને કર્ણાટક વડાપ્રધાન મોદીના જન્મદિવસે પર્ફોર્મ કરતા જોવા મળ્યા અને રોજ કરતા વધુ સરેરાશ સાથે વેક્સિન આપી હતી. પરંતુ સામાન્ય દિવસોમાં વેક્સિન આપવા મામલે તેમનું પ્રદર્શન સામાન્ય રહ્યું છે. વડાપ્રધાન મોદી પોતાનો જન્મદિવસ રોજ ઉજવેત તો કેટલું સારું રહેત.’

બીજી તરફ રાહુલ ગાંધીએ પણ રેકોર્ડ વેક્સિનેશન મામલે સરકાર પર પ્રહાર કરતા કહ્યું હતું કે,’આગામી સમયમાં તેઓ અઢી કરોડ વેક્સિન ડોઝ અપાય તેવા વધુ દિવસો જોવા મળે તેની રાહ જોઈ રહ્યાં છે. દેશમાં આ ગતિએ વેક્સિનેશન સતત થવું જોઈએ.’

કોંગ્રેસના આગેવાન અને પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ભારતના રેકોર્ડ પર પ્રતિક્રિયા આપતા કહ્યુ છે કે, આશા છે કે, ભારતમાં આવનારા દિવસોમાં પણ રોજ બે કરોડ કરતા વધારે વેક્સીન ડોઝ મુકવામાં આવશે. કારણકે દેશને આ પ્રકારની ઝડપની જરૂર છે. જેથી કોરોનાનો સામનો કરી શકાય.

વેક્સીનના રેકોર્ડ પર પીએમ મોદીએ પણ કહ્યુ હતુ કે, જન્મ દિવસ તો આવતા રહેશે અને જતા રહેશે પણ ગઈકાલે જે રેકોર્ડ બન્યો છે તે મારા દિલને સ્પર્શી ગયો છે. મારો જન્મ દિવસ ખાસ બની ગયો છે.

Related posts

એમસી સ્ટેન બન્યો બિગ બોસ ૧૬નો વિજેતા

saveragujarat

૨૨ કલાકમાં જૂનાગઢમાં ૧૦ ઈંચથી વધુ વરસાદ

saveragujarat

પંજાબના ગેંગસ્ટર સુખા દુનેકની કેનેડામાં હત્યા કરવામાં આવી

saveragujarat

Leave a Comment