Savera Gujarat
તાજા સમાચારભારત

યાત્રાધામ અંબાજીમાં સિદ્ધહેમ સેવા કેમ્પ પાટણ દ્વારા અંબાજી દર્શન આવનાર પદયાત્રિકો માટે વિના મુલ્યે ભોજન પ્રસાદ ની સેવા આપવામાં આવી રહી છે

ભારત દેશના લોક લાડીલા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી ના જન્મદિવસ નિમિત્તે સિદ્ધહેમ સેવા કેમ્પ પાટણ દ્વારા યાત્રિકોને મોહનથાળ નો પ્રસાદ વિતરણ કરીને પ્રધાનમંત્રી શ્રી નો જન્મ દિવસ યાત્રિકો સાથે મનાવ્યો હતો.

યાત્રાધામ અંબાજી ભાદરવી મહિનામાં લાખો પદયાત્રિકો દર વર્ષે મા ના દર્શને આવતા હોય છે પણ છેલ્લા બે વર્ષે થી કોરોના કાલ ના લીધે યાત્રિકો માં ઘટાડો જોવા મળી રહ્યો છે અને સેવાના કેમ્પો ને પણ મંજૂરી મળતી નથી હોતી છેલ્લા 13 વર્ષથી સિદ્ધહેમ સેવા કેમ્પ પાટણ દ્વારા હજારો યાત્રીકો ને દર વર્ષે ભોજન પ્રસાદ વિતરણ કરવામાં આવે છે.

જેમાં ગરમ,ગરમ પુરી સાગ અને ખમણ પ્રસાદ રૂપે આપવામાં આવે છે અને તારીખ 17/9/2021 ના રોજ ભારત દેશના પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ નો જન્મદિવસ હોય તે નિમિત્તે દરેક પદયાત્રિકોને મોહનથાળ નો પ્રસાદ ભોજનમાં પીરસીને નરેન્દ્ર મોદી શ્રી પ્રધાનમંત્રી નો જન્મ દિવસ ની ઉજવણી પણ આ સિદ્ધહેમ સેવા કેમ્પ પાટણ દ્વારા કરવામાં આવી હતી અત્યાર સુધી કુલ ૨૫ હજારથી પણ વધારે પદયાત્રિકો ભોજન પ્રસાદ સિદ્ધહેમ સેવા કેમ્પ મા અત્યાર સુધી પ્રસાદ ગ્રહણ કર્યો છે હજુ મેળાના ત્રણ દિવસ બાકી છે સિદ્ધહેમ સેવા કેમ્પ પાટણ ની સેવા પૂનમ સુધી યથાવત રહેશે…

અહેવાલ : વિક્રમ સરગરા , અંબાજી

Related posts

શ્રધ્ધાળુઓ માટે રાહતના સમાચાર, હવે થી ચારધામ યાત્રા પર કોઈપણ જઈ શકશે સરકારે લિમિટ હટાવી દીધી…

saveragujarat

બાગેશ્વર ધામ સરકારના ભાઈએ લગ્નના મંડપમાં મચાવ્યો હંગામો

saveragujarat

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના પુત્રી સાથે દર્શન કરતા અભિનેત્રી રવિના ટંડન

saveragujarat

Leave a Comment