Savera Gujarat
તાજા સમાચારભારત

જાણો ગણેશ વિસર્જન પહેલા ગણપતિની પૂજા વિધિ વિષે, આ શુભ મુહુર્તમાં કરો વિસર્જન…

જેટલી ખુશી અને ઉલ્લાસપૂર્વક કરવામાં આવે છે બાપ્પાનુ વિસર્જન પણ એટલા જ હર્ષોલ્લાસથી થાય છે. ભલે ક્ષણ થોડો ભાવુક કરનારી છે, પણ રંગ ગુલાલ ઉડાડતા નાચતા ગાતા બાપ્પાને વિસર્જિત કરવામાં આવે છે. અને બાપ્પાને કહીએ છે કે અગલે બરસ તુ જલ્દી આ.. વિઘ્નહર્તા ગણેશ ભક્તોના બધા સંકટ હરી લે છે અને તેમના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે છે.

જ્યોતિષનુ કહેવુ છે કે જો ગણેશ વિસર્જન પણ શુભ મુહૂર્ત મુજબ કરવામાં આવે તો શુભ રહે છે. આવો જાણીએ ગણેશ વિસર્જન શુભ મુહુર્ત અને પૂજા વિધિ વિશે. આ વર્ષે ગણેશ વિસર્જન 19 સપ્ટેમ્બર ના રોજ થશે. બાપ્પાનુ વિસર્જન પાણીમાં કરવામાં આવે છે. ભલે તે નદી હોય તળાવ હોય કે ઘરમાં કોઈ હોજ કે મોટા વાસણમાં પણ કરી શકો છો.

ગણેશ વિસર્જનનુ શુભ મુહૂર્ત

સવારે 09.11 થી બપોરે 12.21 વાગ્યા સુધી

બપોરે 01.56 થી 03.32 સુધી

અભિજીત મુહૂર્ત

સવારે 11.50થી 12.39 સુધી

બ્રહ્મ મુહૂર્ત

સવારે 04:35 થી 05:23 સુધી

અમૃતકાળ

રાત્રે 08:14 થી 09:50

આ શુભ મુહૂર્તમાં તમે ગણપતિજીનુ વિસર્જન કરી શકો છો.

પણ ધ્યાન રાખજો કે સાંજે 04:30 6 વાગ્યા સુધી રાહુકાળ રહેશે. આ દરમિયન ભૂલથી પણ વિસર્જન ન કરશો.

વિસર્જનની પૂજા વિધિ

1. ગણપતિ વિસર્જન પહેલા ગણપતિને નવા વસ્ત્ર પહેરાવો
2. પૂજા દરમિયાન એક રેશમી કપડામાં મોદક, પૈસા, દૂર્વા ઘાસ અને સોપારી બાંધીને પોટલી બાપ્પા પાસે મુકી દો
3. પછી ગણપતિની આરતી કરો અને તેમની પાસે તમારાથી કોઈ ભૂલ થઈ હોય તો ક્ષમા માંગો
4. ત્યારબાદ ગણપતિ બાપ્પાને માન સન્માન સાથે પાણીમાં વિસર્જીત કરો.

Related posts

સેન્સેક્સમાં ૩૯૦, નિફ્ટીમાં ૧૧૩ પોઈન્ટનો ઘટાડો નોંધાયો

saveragujarat

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૧૨ મુ અંગદાન

saveragujarat

4 રાજ્યોમાં ભાજપનું કમળ ખીલતા જામનગર જિલ્લા ભાજપે મનાવ્યો વિજય ઉત્સવ

saveragujarat

Leave a Comment