Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

બાગેશ્વર ધામ સરકારના ભાઈએ લગ્નના મંડપમાં મચાવ્યો હંગામો

છતરપુર, તા.૧૯
બાગેશ્વર ધામના આચાર્ય પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના નાના ભાઈનો એક વિડીયો સોશિયલ મીડિયમાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વિડીયોમાં બાગેશ્વર ધામ સરકારના ભાઈના હાથમાં કટ્ટો અને મોંઢામાં સિગારેટ લઈ દલિતો સાથે મારપીટ કરી રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે,વાયરલ વિડીયો છતરપુર જિલ્લાના ગઢા ગામનો છે. અહીં દલિતોના લગ્ન પ્રસંગમાં પહોંચીને બાગેશ્વર બાબાના ભાઈએ અપશબ્દો કહ્યા હતા અને મારપીટ કરી હતી. તે કટ્ટા એટલે કે દેશી તમંચાના જાેરે એક દલિત પરિવારના સભ્યને ધમકાવતો નજરે પડી રહ્યો છે. મહત્વનું છે કે, ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો નાનો ભાઈ હંમેશા બાગેશ્વર ધામ સરકારના કથા પ્રવચનન દરમિયાન નજરે પડે છે.કહેવામાં આવી રહ્યું છે કે, આ વિડીયો ૧૧ ફેબ્રુઆરીના રોજનો અને ગઢા ગામનો છે. અહીં અહીરવાર સમજના એક પરિવારમાં લગ્ન હતા. આ દરમિયાન બાગેશ્વર બાબાનો નાનો ભાઈ ત્યાં પહોંચ્યો હતો. આ દરમિયાન જાેરદાર હોબાળો મચી ગયો હતો. સિગારેટ પીતા પીતા તેણે અપશબ્દો કહ્યા હતા. આ દરમિયાન યેક યુવકની સાથે મારપીટ પણ કરી હોવાનું વિડીયોમાં દેખાઈ રહ્યું છે. જ્યારે એક શખસે યુવકને બચાવવાનો પ્રયાસ કર્યો તો બાગેશ્વર બાબાનો ભાઈ ઉશ્કેરાઈ ગયો હતો. બાદમાં દેશી તમંચો બતાવીને તેને જાનથી મારી નાખવાની વાત પણ કરી રહ્યો હતો. લગ્નમાં હાજર સૌ કોઈ લોકો આ તમાસો જાેતા રહ્યા હતા. રામ અસરે અહીરવારે શનિવારે પોતાના ફેસબુક પર બાગેશ્વર ધામ સરકારના ભાઈનો વિડીયો અને ફોટા પોસ્ટ કર્યા હતા.સૌરભ ગર્ગની નારાજગીનું કારણ એ બતાવવામાં આવી રહ્યું છે કે, પરિવારે બાગેશ્વર ધામમાં સામૂહિક લગ્ન સંમેલનમાં લગ્ન કરવાનો ઈનકાર કરી દીધો હતો. બાગેશ્વર ધામમાં મહાશિવરાત્રીના રોજ ૧૨૧ ગરીબ યુવતીઓના લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લગ્નમાં સીએમ શિવરાજસિંહ ચૌહાણ અને ભાજપના અધ્યક્ષ વીડી શર્મા પણ સામેલ થયા હતા. મહત્વનું છે કે, લગ્નની તમામ તૈયારીઓ ખુદ બાગેશ્વર ધામ સરકારે કરી હતી.

Related posts

ભક્તો માટે આવ્યા સારા સમાચાર, હવે 7 ઓક્ટોબરથી આ નિયમો સાથે શિરડી સાંઈ બાબાના દર્શન કરી શકાશે…

saveragujarat

મોરબીના હળવદમાં કારખાનાની દિવાલ ધરાશાયી થતાં ૧૨ લોકોના મોત ઃ અનેક ઘાયલ વડાપ્રધાને પીએમ ફંડમાંથી મૃતકોના વારસદારને ૨ લાખ અને ઘાયલોને ૫૦ હજાર સહાયની જાહેર કરી જ્યારે મુખ્યમંત્રીએ ૪ લાખની સહાય આપવાની જાહેરાત

saveragujarat

૩૬ ગામ પંચાલ સમાજ દ્વારા વિશ્વકર્મા તેરસની હવન પૂજા તથા સ્નેહ મિલન ની ઉજવણી કરવામાં આવી

saveragujarat

Leave a Comment