Savera Gujarat
તાજા સમાચારભારત

નીતિન ગડકરી : દેશનો પ્રથમ ઇલેક્ટ્રિક હાઇવે દિલ્હી થી જયપુર વચ્ચે બનશે, 2 કલાકમાં યાત્રા થશે પૂરી…

હવે જયપુરથી દિલ્હીનું અંતર ખૂબ જ ઓછા સમયમાં પૂર્ણ થશે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ જાહેરાત કરી છે કે દિલ્હી અને જયપુર વચ્ચે ભારતનો પ્રથમ ઇલેક્ટ્રિક હાઇવે બનાવવા માટે ટૂંક સમયમાં પ્રયાસ કરવામાં આવશે. ગડકરીના મતે મંત્રાલય બે શહેરો વચ્ચે હાઇવે બનાવવા માટે વિદેશી કંપની સાથે વાતચીત કરી રહ્યું છે. આ હાઇવેના નિર્માણ બાદ ટુંક સમયમાં બે શહેરો વચ્ચેનું અંતર ઓછા સમયમાં પુરુ કરી લેવાશે.

ગડકરીએ હાઇવે સેક્ટરમાં વિદેશી રોકાણની વિનંતી કરી છે અને અગાઉ EU ને દેશમાં ઇલેક્ટ્રિક હાઇવે બનાવવા માટે બોલાવ્યા હતા. ગડકરીએ કહ્યું કે 22 ગ્રીન એક્સપ્રેસ વે પર કામ ચાલી રહ્યું છે અને તેમાંથી 7 એક્સપ્રેસ વે પર કામ શરૂ કરી દેવામાં આવ્યું છે.

તે જ સમયે, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વેની પ્રગતિ વિશે વાત કરી હતી, જે બે શહેરો વચ્ચેના માર્ગ દ્વારા લગભગ 24 કલાકનો સમય ઘટાડી શકે છે. ગડકરીએ દાવો કર્યો છે કે નવા હાઇવેના નિર્માણ બાદ જયપુર અને દિલ્હી વચ્ચેનું અંતર માત્ર બે કલાકમાં પૂર્ણ થશે.

Related posts

ફેબ્રુઆરીના ત્રીજા સપ્તાહથી ગરમી જાેર પકડશે અને મહત્તમ તાપમાન ૩૬ ડિગ્રીની આસપાસ પહોંચશે

saveragujarat

પરપ્રાંતીય યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી

saveragujarat

નરેન્દ્ર મોદી-અમિત શાહની હત્યાની ધમકીથી પોલીસ દોડતી થઈ

saveragujarat

Leave a Comment