Savera Gujarat
તાજા સમાચારરાજકીય

અંબાજી માં ભક્તોનું ઘોડાપુર શરૂ થતાં અંબાજી ખાતે તળેટી માં નિઃશુલ્ક ભવ્ય ભંડારો શરૂ કરવામાં આવ્યો, અનેક ભક્તો લેશે ભોજન પ્રસાદ નો લ્હાવો…

માં જગત જનની ના ધામ એવા અંબાજી માં ભક્તો નું માં ના ધામ માં ઘોડાપુર ઉમટી પડ્યું છે અરવવલી ની ગિરિમાળા બોલ માંડી અબે જય જય અબે ના નાદ થી ગુંજી ઉઠ્યું છે હાલ સુધી લાખો ભક્તો માં ના દર્શન કરી ચુક્યા છે અગિયારસ થી પૂનમ સુધી અંબાજી માં મેળો હોય છે હર વર્ષે લાખો ભક્તો માં ના ચરણો માં આવતા હોય છે ભક્તો માટે હજારો ની સંખ્યામાં અનેક પ્રકારના સેવા કેમ્પ લાગે છે ત્યારે આજે અંબાજી તળેટી માં રાજકોટ ટ્રસ્ટ ના સેવાભાવી લોકો એ ભક્તો માટે નિઃશુલ્ક ભોજનાલય શરૂ કર્યું છે જો કે આ સેવા કેમ્પ છેલ્લા 20 વર્ષ થી કાર્યરથ છે દરરોજ અલગ અલગ પ્રશાદ સ્વરૂપે ભોજન બનાવવામાં આવી રહ્યું છે જેનો હજારો માં ના ભક્તો લાભ લેતા હોય છે જે આ વર્ષે પણ અંબાજી મંદિર ના સહયોગ થકી આ વર્ષે પણ કાર્યરથ છે.

ગત વર્ષે કોરોના કાળ ના કારણે ભાદરવી પૂનમ નો મેળો બંધ રહ્યો હતો પણ આ વર્ષે મંદિર ખુલ્લું રાખવાનો નિર્ણય થતા માં ના ભક્તો માં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને અનેક ભક્તો નાચતા ગાતા માં ના ધામ સુધી આવે એવી શક્યતા જોવાતા સ્થાનિક તંત્ર એ પણ પૂરતી તૈયારી કરી દીધી છે ભક્તો નું ઘોડાપુર ઊમટતા બોલ માડી અબે જય જય અબે નો નાદ ગુંજી રહ્યો છે.

અહેવાલ રાજુ સી પુનડીયા સવેરા ગુજરાત ડીસા બનાસકાંઠા

Related posts

દેશમાં યુપીઆઈથી રેકોર્ડબ્રેક રૂા. ૧૦.૪૧ લાખ કરોડના વ્યવહાર ડિજીટલ યુગમાં સતત વૃદ્ધિ

saveragujarat

ગુજરાત હાઈકોર્ટમાં પેન્ડિંગ કેસની સંખ્યા દોઢ લાખને પાર

saveragujarat

દારૂબંધી વાળા ગુજરાતમાં વધી હેલ્થ પરમિટની સંખ્યા

saveragujarat

Leave a Comment