Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

દારૂબંધી વાળા ગુજરાતમાં વધી હેલ્થ પરમિટની સંખ્યા

સવેરા ગુજરાત,અમદાવાદ, તા.૨૯
ગુજરાત એટલે ડ્રાય સ્ટેટ, સાદી ભાષામાં કહીએ તો દારૂબંધી. પરંતુ આ ડ્રાય સ્ટેટમાં દારૂ સંપૂર્ણપણે નથી મળતો એવુ બિલકુલ નથી. જાે ગેરકાયદેસર રીતે દારૂ લાવનારા અને દેશી દારૂ પીનારા લોકોની વાત ના કરીએ તો પણ એવા ઘણાં લોકો છે જેમને સરકાર તરફથી સત્તાવાર ધોરણે મંજૂરી મળી છે. અને રસપ્રદ વાત એ છે કે, પાછલા થોડા સમયમાં આ પરમિટને રિન્યૂ કરવાની તેમજ નવી અરજીઓ સ્વીકારવાની પ્રક્રિયા સરળતાથી અને ઝડપથી આગળ વધી રહી છે. કોરોના મહામારી દરમિયાન પણ દારૂ માટે હેલ્થ પરમિટ મેળવનારા લોકોની સંખ્યામાં સતત વધારો નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે નવેમ્બર, ૨૦૨૦માં ગુજરાતમાં હેલ્થ પરમિટ ૨૭, ૪૫૨ લોકો પાસે હતી જે વધીને ૪૦,૯૨૧ થઈ ગઈ છે. કહી શકાય કે પરમિટ મેળવનારા લોકોની સંખ્યામાં ૪૯ ટકાનો વધારો થયો છે.
આ માહિતી રાજ્યના પ્રોહિબિશન ડિપાર્ટમેન્ટ દ્વારા પૂરી પાડવામાં આવી છે. ઉલ્લેલખનીય છે કે નવેમ્બર ૨૦૨૧માં આ આંકડો ૩૭,૪૨૧ હતો. સૂત્રના જણાવ્યા અનુસાર, હેલ્થ પરમિટ રિન્યુ કરાવવા માટેની અરજીઓ કોરોના મહામારી દરમિયાન એકત્રિત થઈ હતી, પરંતુ આ વર્ષે તેમાં નોંધપાત્ર ઘટાડો જાેવા મળ્યો છે. માત્ર રિન્યુની વાત નથી, નવી અરજીઓ પણ મોટી સંખ્યામાં આવી છે. આજકાલ અનિદ્રા, તાણ અને ડિપ્રેશનના કેસ વધી રહ્યા છે, જેના પરિણામે દારૂ માટેની હેલ્થ પરમિટ મેળવવા માંગતા લોકોની સંખ્યામાં પણ વધારો નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે હેલ્થ પરમિટ મેળવવા માટે જે નાણાંકીય યોગ્યતા પરિમાણ છે તેમાં પાછલા એક દશકથી કોઈ બદલાવ નથી આવ્યો. સૂત્રએ વધુ જાણકારી આપતાં કહ્યું કે, પરમિટ મેળવવા માંગતા નાગરિકની વાર્ષિક આવક ૩ લાખ રુપિયા હોવી જાેઈએ. આ સિવાય તે પાછલા પાંચ વર્ષથી સમયસર આઈટી રિટર્ન ભરતો હોવો જાેઈએ. પાછલા થોડા વર્ષોમાં લોકોનું જીવનધોરણ બદલાયું છે, અનિદ્રા અને તાણ જેવી સમસ્યાઓ વધી ગઈ છે, જેના કારણે પરમિટ લેનારા લોકોની સંખ્યા પણ વધી છે. પરમિટ ધરાવતી દારૂ વેચતી દુકાનોમાં પણ વેચાણ વધ્યું છે. દુકાનના માલિકો દ્વારા લગાવવામાં આવેલા એક અંદાજ અનુસાર, પાછલા એક વર્ષમાં વેચાણમાં ૨૦-૨૫ ટકાનો વધારો થયો છે.
રસપ્રદ બાબત એ છે કે, હોટલના સંચાલકોનુ કહેવું છે કે, પરમિટ ધરાવતા લોકોની સંખ્યા વધવાને કારણે ઈમ્પોર્ટેડ દારૂની માંગમાં વધારો જાેવા મળ્યો છે. નામ જાહેર ન કરવાની શરતે અમદાવાદ શહેરના એક હોટલ સંચાલકે જણાવ્યું કે, આ વર્ષે ઈમ્પોર્ટેડ લિકરની ઉપલબ્ધિમાં ૫૦ ટકાનો વધારો નોંધાયો છે.

Related posts

JMCની ફૂડ શાખા હરકતમાં આવી . ચેકીંગ હાથ ધર્યું.

saveragujarat

રથયાત્રા માટે સુરતમાં સૌથી મોટો રથ તૈયાર થયો

saveragujarat

જામનગરમાં ભારતીય વાયુસેનાના તેજસ્વી સૂર્યકિરણ એરોબિક ટીમે અદ્દભૂત અને હેરતઅંગેજ કરતબો રજૂ કર્યા.

saveragujarat

Leave a Comment