Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારતરાજકીયવિદેશ

દેશમાં યુપીઆઈથી રેકોર્ડબ્રેક રૂા. ૧૦.૪૧ લાખ કરોડના વ્યવહાર ડિજીટલ યુગમાં સતત વૃદ્ધિ

 

નવીદિલ્હી,તા. ૩
દેશમાં ડીજીટલ વ્યવહારોમાં સતત વૃધ્ધિ થઇ રહી છે અને મે મહિનામાં રેકોર્ડબ્રેક સંખ્યામાં ડીજીટલ ચૂકવણા થયા હોવાનું જાહેર થયું છે. સૌથી વધુ યુપીઆઈ મારફત ડીજીટલ વ્યવહારો થયા છે. એનસીપીઆઇ દ્વારા જારી કરવામાં આવેલા આંકડાકીય રિપોર્ટ મુજબ મે મહિનામાં યુપીઆઈ મારફત ડીજીટલ લેવડદેવડનો આંકડો ૧૦ લાખ કરોડને પાર થઇ ગયો છે.
એક જ મહિનામાં ૧૦.૪૧ લાખ કરોડના ડીજીટલ વ્યવહાર થયા હતા અને તે અત્યાર સુધીનાં સૌથી વધુ છે. એક મહિનામાં આ પ્રકારના વ્યવહારોમાં સાત ટકાની વૃધ્ધિ થઇ છે જ્યારે રકમ ટ્રાન્સફરની દ્રષ્ટિએ છ ટકાનો વધારો થયો છે. નિષ્ણાંતોના કહેવા પ્રમાણે કોરોના કાળમાં ડીજીટલ યુગને પ્રચંડ વેગ મળ્યો હતો અને હવે લોકો તેનો વધુને વધુ ઉપયોગ કરતા થયા છે. આ જ કારણોથી છેલ્લા બે વર્ષમાં ડીજીટલ વ્યવહારોમાં મોટી વૃધ્ધિ થઇ છે. થોડા મહિના પૂર્વે રિઝર્વ બેન્કે ફોન મારફત પણ ડીજીટલ લેવડદેવડની સુવિધા શરુ કરી હતી. ૪૦ કરોડ લોકો ડીજીટલ વ્યવહારો કરતા થાય તેવો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. રિપોર્ટમાં જણાવાયા મુજબ એપ્રિલ મહિનામાં ૪.૮૩ લાખ કરોડ રુપિયાના ડીજીટલ વ્યવહારો થયા હતા તે સંખ્યા મે મહિનામાં ૧૦.૪૧ લાખ કરોડ થઇ છે. લેવડદેવડની સંખ્યા મે મહિનામાં ૫.૯૫ અબજ થઇ હતી. રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે. રોકડ વ્યવહારો ધીમા પડ્યા છે. ૨૦૨૧-૨૨માં યુપીઆઈથી ૪૬ અબજ લેવડદેવડ થઇ જેમાં કુલ રકમ ૮૪.૧૭ લાખ કરોડની હતી.

 

Related posts

સોમાલિયાના મોગાદિશુની હોટલમાં આતંકવાદી હુમલામાં ૧૦નાં મોત

saveragujarat

કેનેડાની ભારતને બદનામ કરવાની યોજના પર પાણી ફરી વળ્યું

saveragujarat

ફાયર સેફટી ન હોવાના કારણે ભુજમાં ૧૦ બિલ્ડિંગ સીલ

saveragujarat

Leave a Comment