Savera Gujarat
તાજા સમાચારરાજકીય

જુનાડીસા ના દબાણ દારોની સાન ઠેકાણે લાવવા માર્ગ-વિભાગ દ્વારા અપાઇ નોટિસો

અત્રે ઉલ્લેખનીય એ છે કે વારંવાર મૌખિક માં જાણ કરવા છતાં પણ જુનાડીસા દબાણ દારો પોતાનું દબાણ નહીં હટાવતા પોતાનો અડીગો યથાવત રાખતા ત્યારે એક વર્ષ પૂર્વે જુના ડીસા હાઈવે નું દબાણ દૂર કરવામાં આવ્યું હતું પરંતુ દબાણ દારો નો અડીંગો જેથી તેની સ્થિતિમાં બે-ત્રણ દિવસમાં થઇ ગયો હતો ત્યારે ફરી એકવાર તંત્ર દ્વારા જુના ડીસા માં હાઈવે ઉપરના લારી ગલ્લાવાળાઓને નોટિસ ફટકારી સાન ઠેકાણે લાવવા નું કામ કરવામાં આવ્યું છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આ અધિકારીઓ કડક કાર્યવાહી કરે છે કે પછી નામ પૂરતી નોટિસો એ તો આવનારો સમય જ બતાવશે.

જુનાડીસા બસ સ્ટેન્ડ ની આજુ બાજુમાં રહેલ દબાણ હટાવવા રોડ વિભાગ દ્વારા નોટિસ અપાઈ. જુનાડીસા માં કેટલાય સમયથી સ્ટેટ હાઈવે નું કામ ચાલુ છે આ કામ ઘણા સમય અંશે પૂર્ણ પણ થઈ ગયેલ છે આ માર્ગ પર અનેક નાના મોટા વાહનો પસાર થાય છે.

જેના કારણે માર્ગ પર રહેલાં દબાણ ને ધ્યાનમાં લઈ માર્ગ વિભાગ દ્વારા જુના બસ સ્ટેન્ડ નજીક જે પણ નાના મોટા ગલ્લા લારી વગેરે ઉભા રહે છે તેમને આજે માર્ગ વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવી છે નાયબ કાર્યપાલક ઇજનેર દ્વારા આ આપેલ નોટીસમાં પાટણ ડીસા રોડ પર ગેર કાયદેસર જે દબાણ કરવામાં આવેલ છે.

તેને પોતાની મરજી અને સ્વખર્ચે આ દબાણ હતવી લેવા કહેવામાં આવ્યું છે અને જો દબાણ જલ્દી હટાવવામાં નહિ આવે તો કચેરી દ્વારા આ મુદ્દે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે માર્ગ વાહન વિભાગ દ્વારા લેવામાં આવેલ આ પગલું ખરેખર પ્રશંસા ને પાત્ર છે

અહેવાલ : રાજુ સી પુનડીયા, સવેરા ગુજરાત ડીસા બનાસકાંઠા

Related posts

કેન્દ્ર તેના વિરોધીઓનો અવાજ દબાવી રહી છે : સંજય રાઉત

saveragujarat

ભગવાન જગન્નાથને વધાવવા ભક્તો આતુર, તમામ તૈયારીઓ પૂર્ણ

saveragujarat

દીકરીની ફી ભરવાની ચિંતામાં મજબૂર પિતાએ આપઘાત કર્યો

saveragujarat

Leave a Comment