Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચાર

કોલસા કૌભાંડમાં પૂર્વ કોલસા સચિવ ગુપ્તાને ત્રણ વર્ષની કેદ

 

નવી દિલ્હી, તા.૮
દિલ્હીની એક કોર્ટે મહારાષ્ટ્રમાં કોલસાની ખાણની ફાળવણીમાં ગેરરીતિ સંબંધિત કેસમાં ભૂતપૂર્વ કોલસા સચિવ એચસી ગુપ્તાને ત્રણ વર્ષની જેલની સજા ફટકારી છે.
સ્પેશયલ જજ અરુણ ભારદ્વાજે કોલસા વિભાગના પૂર્વ સંયુક્ત સચિવ કેએસ ક્રોફાને પણ બે વર્ષની જેલની સજા સંભળાવી છે અને તેમના પર ૫૦,૦૦૦ રૂપિયાનો દંડ લાદ્યો છે. સજાની સાથે ગુપ્તાને ૧ લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.
લોહારા ઈસ્ટ કોલ માઈનની ફાળવણી સંબંધિત કેસમાં કોર્ટે બંનેને ગુનાહિત કાવતરું, છેતરપિંડી અને ભ્રષ્ટાચાર માટે દોષિત ઠેરવ્યા હતા. આ દરમિયાન કોર્ટે દોષિત કંપની ગ્રેસ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (જીઆઈએલ)ના ડિરેક્ટર મુકેશ ગુપ્તાને ગુનાહિત કાવતરા અને છેતરપિંડી માટે ચાર વર્ષની જેલની સજા ફટકારી છે અને તેમના પર ૨ લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. સાથે જ કંપનીને ૨ લાખ રૂપિયાનો અલગથી દંડ ભરવાનો પણ નિર્દેશ આપવામાં આવ્યો છે.
એચસી ગુપ્તાને અગાઉ કોલસા કૌભાંડના અન્ય ત્રણ કેસમાં પણ દોષિત ઠેરવવામાં આવ્યા હતા. આ કેસોમાં સજા વિરુદ્ધ ગુપ્તા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી દિલ્હી હાઈકોર્ટમાં હાલ પેન્ડિંગ છે અને ગુપ્તા હાલ જેલમાં છે. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ) અનુસાર ૨૦૦૫થી ૨૦૧૧ વચ્ચે આરોપીએ ભારત સરકાર વિરુદ્ધ ગુનાહિત કાવતરું ઘડ્યું હતું. સીબીઆઈએ એમ પણ કહ્યું કે કંપનીએ તેની અરજીમાં કુલ રૂ. ૧૨૦ કરોડની આવકનો દાવો કર્યો હતો, જ્યારે તેની કુલ આવક માત્ર રૂ. ૩.૩ કરોડ હતી. સુપ્રીમ કોર્ટે ૨૫ ઓગસ્ટ, ૨૦૧૪ના રોજ કોલસાની ખાણો માટેની તમામ ફાળવણી રદ કરી હતી.

Related posts

અમદાવાદની ટેરો રિડર યુવતી સાથે ઈન્સ્ટાગ્રામ પર ગ્રાહક બની ઠગાઈનો પ્રયાસ

saveragujarat

મેડિકલના સ્ટુડન્ટના પત્રથી ખળભળાટ ‘હું અંદરથી સ્ત્રી છું, મારે બોયઝ નહિ, પણ ગર્લ્સ હોસ્ટેલમાં રહેવુ છે

saveragujarat

મોંઘવારી, બેરોજગારી અને જીવનજરૂરિયાત વસ્તુઓ પર જીએસટીમાં વૃદ્ધિને લઇને રામલીલા મેદાનમાં કોંગ્રેસની રેલી યોજાઇ

saveragujarat

Leave a Comment