Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

અમદાવાદની ટેરો રિડર યુવતી સાથે ઈન્સ્ટાગ્રામ પર ગ્રાહક બની ઠગાઈનો પ્રયાસ

સવેરા ગુજરાત,અમદાવાદ, તા.૨૧
સાવચેતી રાખનાર છેતરાય નહીં, ઉક્તિને અમદાવાદની એક યુવતીએ પુરવાર કરી બતાવી છે. ટેરો રિડર તરીકે સોશિયલ મીડિયા પર પણ કાર્યરત આ યુવતીની સાવચેતી બતાવતા તેની સાથે છેતરપિંડી થતા ટાળી હતી. ટેરો રિડિંગ કરાવવા ઈચ્છુક એક ઠગ યુવતીએ ભારે ચાલાકીથી ટેરો રિડરને છેતરવાનો પ્રયાસ કર્યો હતો પણ સચેત યુવતીએ વાતોમાં અને બનાવટી પુરાવાના ચક્કરમાં ન આવતા ખરાઈ કરીને પોતાની સાથેની છેતરપિંડી ટાળી હતી.અમદાવાદના નારાણપુરા વિસ્તારમાં રહેતી ટેરો રિડિંગ અને ન્યુમરોલોજીથી ભવિષ્ય કથન કરી માર્ગદર્શન આપતી ખુશાલી નામની (નામ બદલ્યું છે) યુવતીનો ઈન્સ્ટાગ્રામ પર એક યુવતીએ ગ્રાહક બની સંપર્ક કર્યો હતો.. ટેરો રિડિંગ કરાવવાની ઈચ્છા ધરાવતી યુવતીએ પોતાની ઓળખ રીયા શાહ તરીકે આપી હતી અને પોતાને કેટલાક સવાલ પુછવા છે એમ કહ્યું હતું. ખુશાલીએ રીયા શાહને એક વ્યક્તિ દીઠ ૫ પ્રશ્નોના ૮૫૦ રૂપિયા તેનો ચાર્જ હોવાનું કહ્યું હતુ. આ બાબતે રીયા શાહએ કહ્યું કે તેને બે જણ માટે ૧૦-૧૦ સવાલ પુછવા છે. ખુશાલીએ વ્યક્તિ દીઠ ૧૭૦૦ લેખે બે વ્યક્તિ માટે ૩૪૦૦ રુપિયા તેને ગુગલ પે કરવા કહ્યું હતું. રીયા શાહે પોતે ગુગલ પેનો ઉપયોગ નથી કરતી તેથી એકાઉન્ટની વિગતો આપે તો પેસા ટ્રાન્સફર કરવા કહ્યું હતું. ખુશાલી નિયમિત રીતે આ પ્રકારના વ્યવહાર કરતી હોઈ તેણે તેના ખાતાની વિગતો રીયા શાહને મોકલી આપી હતી. રીયા શાહએ થોડી વાર પછી ખુશાલીને કહ્યું કે તેણે ખુશાલીના એકાઉન્ટમાં આઠ હજાર રૂપિયા ટ્રાન્સફર કર્યા છે અને તેની રિસિપ્ટનો સ્ક્રિશોટ મોકલ્યો હોવાનું કહ્યું હતું. ખુશાલીએ રીયા શાહને તેનો ચાર્જ તો માત્ર ૩૪૦૦ રૂપિયા જ થાય છે તો પોતે નક્કી કરેલી રકમ કેમ નથી મોકલી તેમ પુછતાં રીયા શાહએ કહ્યું કે મારાથી ભુલથી વધુ રકમ મોકલી દેવાઈ છે તેથી તું મને બાકીની રકમ ટ્રાન્સફર કરી દે. રીયા શાહએ મોકલેલી બેન્ક અસલ જેવી દેખાતી રિસિપ્ટનો સ્ક્રિન શોટ જાેઈને ખુશાલીને શંકા જતા તેણે તરત જ બેન્કમાં નોકરી કરતા તેના પતિને ફોન કરીને માહિતી આપી હતી. પતિએ ખુશાલીને તેનું એકાઉન્ટ ઓનલાઈન ચેક કરવા કહેતા ખુશાલીએ ખાતું તપાસ્યું તો તેમાં કોઈ રકમ જમા થઈ નહતી. રીયા શાહએ થોડીવારમાં ફરી પોતાને કહેવાતી લેણી રકમ માટે ખુશાલીનો સંપર્ક કરતા ખુશાલીએ કોઈ રકમ તેના એકાઉન્ટમાં જમા નથી થઈ એવું જણાવીને તેને પોતાના એકાઉન્ટ સ્ટેટમેન્ટનો સ્ક્રિન શોટ મોકલી આપ્યો હતો. ખુશાલીએ તેના પતિની સાથે કામ કરતી એક મહિલા બેન્ક અધિકારીને વાત કરતા તેમણે જેતે બેન્કના ખાતામાંથી ૧૧ રૂપિયા એનઈએફટી કરી ખુશાલીને તેની રિસિપ્ટ મોકલી જે પરથી રીયા શાહએ મોકલેલી રિસિપ્ટ તદ્‌ન બોગસ હોવાનું જણાઈ આવ્યું હતું. દરમિયાન રીયા શાહએ વાતોમાં ઉલઝાવીને ખુશાલી પાસેથી પેસા પડાવવાનો પ્રયાસ કર્યો પણ તેને જ્યારે લાગ્યું કે આ યુવતી તેની ચાલ સમજી ગઈ છે તો તેણે ખુશાલી સાથે વધુ વાત ન કરતા પોતે ક્લાસમાં હોવાનું કહીને ઈન્સ્ટાગ્રામ ચેટ પરથી હટી ગઈ અને કોઈ જવાબ આપ્યો નહતો.ખુશાલીએ સાવચેતી બતાવી યોગ્ય તપાસ કરતા છેતરપિંડી થતા રહી ગઈ હતી. ખુશાલીનું કહેવું છે કે ઓનલાઈન પેમેન્ટને લઈને જાે સાવચેતી રખાય તો છેતરપિંડી કરવી ખૂબજ મુશ્કેલ છે. ખાસ કરીને પુરાવા તરીકે રજૂ કરાતા દસ્તાવેજાેનં વેરિફિકેશન કરવું જરુરી છે.

Related posts

હિટવેવ મામલે CM ભૂપેન્દ્ર પટેલે આગોતરું આયોજન કરવા આપ્યા નિર્દેશ

saveragujarat

મોદી ચૂંટાયેલી સરકારમાં સૌથી લાંબો સમય સેવા આપનાર નેતામાંના એક

saveragujarat

દેલોલ ગામમાં ૧૭ લોકોની હત્યાના ૨૨ આરોપીઓને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા

saveragujarat

Leave a Comment